આજે તો ભારે થઇ….

આજે ટાઉએ મને મારી જીંદગીના સૌથી ભંયકર સમયમાંનો એક સમય આજે જીવાડી દીધો. આજે બપોરે જ્યારે વિભા ઘરની બહાર કપડા સૂકવતી હતી ત્યારે અચાનક જ ટાઉ નજર ચૂકવીને સીડી ઉતરીને નીચે ક્યાંક જતું રહ્યું. આમ તો દરરોજ કપડા સૂકવતી વખતે ટાઉ બહાર રમતું હોય છે અને કોઇ વાર સીડી ઉતરે પણ ખરું પણ જાતે જ પાછું ઉપર આવી જાય અથવા અમે લોકો ધ્યાન રાખીને એને ઉપર લઇ આવીએ. પણ આજે કદાચ નસીબ જરા આકરા હતા. છોકરાઓ આમ પણ બહાર જાય એટલે એવી દોટ મૂકે કે મા બાપને પણ પકડવામાં પરસેવો નીકળી જાય. એક મિનીટમાં ખબર નહીં એ નજર ચૂકવીને ક્યાંનું ક્યાં નીકળી ગયું. કેટલું શોધ્યું વિભાએ પણ આજુ બાજુ બધી જગ્યાએ જોવા છતા પણ ક્યાં ય ના મળ્યું. આજુ બાજુ જોયા કેટલીય વખત સુધી જોયા પછી, રડતાં રડતાં મારા પર ઓફિસમાં ફોન કરી વિભાએ મને આ સમાચાર આપ્યા અને હું પણ ટેક્ષી પકડી 10 મિનીટમાં ઘરે. આ દરમ્યાન ધરની બાજુમાં જ અમારે પોલીસ સ્ટેશન હોવાથી પોલીસ સ્ટેશનમાં આ વિશે વિભા જણાવવા ગઇ. પોલીસે તરત બધી જગ્યાએ સમાચાર વહેતા કર્યા. થોડા વખતમાં કોઇનો ફોન આવ્યો પોલીસ સ્ટેશનમાં કે કોઇ નાનું છોકરું આ રીતે મળ્યું છે અને અંતે પોલીસે ટાઉને પાછું બોલાવી લાવવાની વ્યવસ્થા કરી આપી. હું ટેક્ષીમાંથી જેવો ઉતર્યો સીધો ભાગ્યો પોલીસ સ્ટેશને. ટાઉને ત્યાં જોઇને મારા જાનમાં જાન આવી. ઓફિસથી ઘરે આવતા ટેક્ષીમાં બેઠા બેઠા મારી શું મન:સ્થિતિ હતી એ શબ્દોમાં વર્ણવવી મૂશ્કેલ છે. આ લગભગ 10 મિનીટની મુસાફરી દરમ્યાન મેં સર્વ શક્તિમાન પરમેશ્વરને કદાચ લાખો વખત યાદ કરી લીધો હશે. અને ટાઉની રક્ષા માટે આજીજી કરી હશે. ટાઉને જે ભાઇ પાછા મૂકવા આવ્યા હતા એ ભાઇ કહેતા કે એમણે ટાઉને રોકી રાખ્યું નહીં તો હજી વધૂ આગળ ગયું હોત. ભગવાન એ ભાઇનું ભલું કરે કે એમણે ટાઉને રોકી રાખ્યું અને પોલીસને જાણ કરી. જો કે ટાઉના માટે તો જાણે કઇ થયું જ ના હોય એવા એના હાવભાવ હતા. આ નાના બચોળિયાને શું ખબર પડે કે મમ્મી પપ્પાની શું હાલત કરી છે એણે.

અહીં સિંગાપોરમાં હું અને વિભા બે જણ જ રહીએ છીએ અને ટાઉને સાચવવું અમુક વખતે અઘરું થઇ જાય છે. પૂરતી કાળજી રાખીએ છીએ તો પણ આવું ક્યારેક થઇ જ જાય છે. નાના છોકરાઓ પરથી એક મિનીટ નજર શું હટે કંઇક ને કંઇક નવાજૂની કરી જ નાંખે છે. હવે થોડું વધારે ધ્યાન રાખવું પડશે.

અહીં સિંગાપોરમાં લોકો સારા અને છોકરાઓ પ્રત્યે માયાળુ હોય છે. અહીં જો નાના છોકરાને કોઇ એકલા જુએ તો એ લોકો એના મમ્મી પપ્પા કે કોઇ ધ્યાન રાખનાર છે કે નહીં એ પહેલા આજુ બાજુ જોતા હોય છે. સિંગાપોરની પોલીસ પર મને આજે માન થઇ ગયું. સિંગાપોર પોલીસનો ખૂબ સરળતાથી એપ્રોચ કરી શકાય છે અને લોકોને મદદ કરવા માટે તત્પર હોય છે. આજે સિંગાપોર પોલીસે જે સમયસૂચકતા દાખવી અને મદદ કરી અમને એ માટે THANK YOU SINGAPORE POLICE. આજે એક વાતનો મને અહેસાસ થઇ ગયો કે ગમે તેમ પણ સિંગાપોર એ એક સુરક્ષિત સ્થળ છે. જો આ જ વસ્તુ ઇન્ડિયામાં થઇ હોત તો મને ખબર નથી કે શું અંત આવ્યો હોત.

Advertisements

6 Responses

 1. i can understand how it feels when this kind of things happen. My daughter was 2 and half when we lost her in mall. She is having habit to hide between cloths and play hide n seek. We were running here and there to search her and asked help from police in mall. Someone found it finally after around 20 minutes. Its very scary situation.

  kyarek news ma vanchu chhu ke nana chhokra nu kidnap kari murder karyu tyare em thay chhe ke ena ma baap par so vit ti hase.

 2. હમમ. હું સમજી શકુ છું તમારી મનો:દશા!!

  અમે નક્કી કર્યું છે કે જો ઘરમાં કવિનનો અવાજ એક મિનિટ સુધી ન આવે તો તરત તેની પાસે દોડી જવું! ઘરનો મુખ્ય દરવાજો તો અમે બંધ જ રાખીએ છીએ.. અને, ક્યાંક બહાર જઇએ તો તેને તેડીને જ રાખવો પડે છે – કારણકે તેને ખૂણા-ખાંચરામાં છુપાઇ જવાની ટેવ છે!

  ભારે છે ભાઇ, આ બચ્ચાઓને સાચવવાનું!

 3. ખરેખર ભારે કરી. ટોડલરને સાચવવાનું કામ કપરું પણ કર્પુર જેમ પ્રસન્નતા આપનાર હોય છે. અમારો ધુવ પણ સવા બે વર્ષનો છે.

 4. oho !! :O … it’s a miracle this ended this way .. God’s grace !

 5. ટાઉની ઉમ્મર? બાબો છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: