શું આ શક્ય છે?

આજે દિવ્યભાસ્કરમાંસમાચાર વાંચ્યા. એમાં લખે છે કે રસ્તા પર દૂધ વેચતા માજી આવકવેરો ભરે છે. મને આ સમાચાર વાંચીને બે વિચાર આવ્યા.

1> શું રસ્તા પર દૂધ વેચીને એટલા રૂપિયા કમાવવા શક્ય છે કે જેથી આવકવેરો ભરવો પડે? આ સમાચારમાં જણાવ્યા મુજબ માજી રોજની 400 – 500 થેલીઓ દૂધની વેચે છે. હવે માની લો કે દરેક થેલી પર માજી 50 પૈસા જેટલો તગડો નફો (તગડો એટલા માટે કે મારી માહિતી મુજબ એક થેલી પર નફો 20-30 પૈસાથી વધારે નથી હોતો) લેતા હોય તો પણ મહિને નફો કે જે કરપાત્ર બને તે (500 * 0.5 * 30 ) 7500 રૂપિયાથી વધારે ના થાય. ચલો માજીની ઘરાકી એકદમ સારી ચાલતી હોય તો પણ 10000 રૂપિયાથી વધુ તો ચોખ્ખો નફો ના જ થતો હોવો જોઇએ (અને જો સવારના 2-3 કલાક આપીને 10000 રૂપિયા નફો થતો હોય મહિને તો આ ધંધામાં ઝંપલાવવા જેવું ખરું). વળી માજી રહ્યા સિનીયર સિટીઝન અને એ પણ મહિલા એટલે એમને લગભગ 2.25 લાખ સુધી તો કોઇ આવકવેરો ના ભરવાનો હોય. એટલે ખાલી જો માજી દૂધ વેચતા હોય તો તેમની આવક કરપાત્ર બની જ ના શકે.

2> બીજો વિચાર એ આવ્યો કે જો માજી પોતાની બીજી આવકોને પણ સાચી રીતે જણાવીને આવકવેરો ભરતા હોય તો मा तूझे सलाम  કારણ કે આજે કોને આવકવેરો ભરવો ગમે છ? દરેક જણ (એમાં હું પણ આવી ગયો) કર ના ભરવાના રસ્તા જ ગોતતા હોય છે ને.

એ પણ વિચાર આવ્યો કે દિવ્ય ભાસ્કરવાળા ખાલી ટોમ ટોમ કરે છે અને માજીને રાતો રાત હીટ બનાવી દીધા. 🙂

Advertisements

5 Responses

 1. આ ટોમ-ટોમ જ છે. દિભા હવે ગુ.સ. અને સંદેશના રસ્તે જઇ રહ્યું છે!

 2. absolutely agree….

  હોમપેજ પર તો એવાં એવાં ફોટાંઓ આપે કે ઓફીસમાં વાંચતાં હોઈએ તો આજુબાજુ જોઈ લેવું પડે.. કારણ કે મારી ઓફીસમાં ક્યુબિકલ્સ નથી… બધું ખુલ્લંખુલ્લા … !! 🙂

 3. કુણાલ,
  આજના દિ.ભા.માં બિકીની જીન્સનો આર્ટિકલ વાંચ્યો?

  http://www.divyabhaskar.co.in/2009/04/30/0904300003_fashion_of_bikini_jeans.html

  મને લાગે છે કે હવે દિ.ભા. ની સાઇટ મારી ઓફિસમાં એડલ્ટ કેટેગરીમાં બ્લોક થઇ જશે. 🙂

 4. whoaaa .. !! awesome !!! 😀

 5. Good analysis.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: