લગે રહો મુન્નાભાઇ

લાગે છે મુન્નાભાઇ (સંજય દત્ત)ને અમરસિંહે રાજકારણનો એકદમ પાક્કો રંગ લગાવી દીધો છે. હવે મુન્નાભાઇ ચૂંટણી પ્રચાર કરવા જાય છે. લોકોને જાદૂની જપ્પી આપવાની વાતો કરે છે. જો કે આજે સવારે સમાચારમાં એમનું એક નિવેદન સાંભળીને મને ખરેખર બહુ નવાઇ લાગી.

મુન્નાભાઇ કહે છે કે નરગીસના (એટલે કે મુસલમાન માતા) સંતાન હોવાની કિંમત મારે મારી જીંદગીમાં ચૂકવવી પડી છે. મને ખબર ના પડી કે શું કિંમત ચૂકવવી પડી છે? મુન્નાભાઇએ કાયમથી એશોઆરામવાળી જીંદગી જીવી છે અને બંદૂકો રાખીને અને ચરસ ગાંજો પીને પકડાયા અને જેલ પાછળ ગયા તો એમાં મુસલમાના માતાનો વાંક છે? મને એમ થાય છે કે આ લોકો ગરીબ અભણ પ્રજાને કેવી ઉલ્લુ બનાવે છે. ગામડાની અભણ પ્રજાને મુન્નાભાઇ જોવા મળે અને મુન્નાભાઇ બે ચાર સંવાદો બોલી નાખે ફિલ્મોના એટલે અભણ પ્રજા ખુશ અને દબાવી આવે સાઇકલની(સાઇકલ સમાજવાદી પાર્ટીનું ચૂંટણી પ્રતિક છે) પાસેનું બટન. આનું જ નામ કદાચ લોકશાહી….

બીજી એક વાત એ પણ ઘણી વખત હું વિચારું છું કે અમરસિંહમાં લોકોના બ્રેઇનવોશ કરવાની કેટલી અદભૂત આવડત છે. કેટલા નામચિહ્ન લોકોને બકરા બનાવીને સમાજવાદી પાર્ટીમાં સામેલ કરી દીધા. અમરસિંહની પાર્ટી એમ કહે છે કે કોમ્પ્યુટરનો ઉપયોગ ના થવો જોઇએ. અંગ્રેજીનો ઉપયોગ ના થવો જોઇએ. સમાજવાદી પાર્ટીના મેનિફેસ્ટોમાં આ વાત કહી છે. આ બધું જાણ્યા પછી પણ જો લોકો 21મી સદીમાંઅ 18મી સદીનું વિઝન લઇને ચાલતા અમરસિંહની પાછળ દોડ્યા જતા હોય તો એ માણસ ખરેખર જાદૂગર છે. અમરસિંહે બનાવેલા બકરાઓની યાદીમાં બચ્ચન પરિવાર, અનિલભાઇ, મુન્નાભાઇ, નફીસા, જયાપ્રદા, રાજ બબ્બર (એક જમાનામાં) વગેરે સામેલ છે. આ બધાં લોકોને રાજકારણની એવી ભેલપૂરી ખવડાવી કે બધાં લાલ ટોપી પહેરવા તૈયાર થઇ ગયા.

લગે રહો મુન્નાભાઇ…. ગરીબ અભણ પ્રજાને મામુ બનાવે રાખો…..

Long live munnabhai, long live amar sinh, long live India and long live democracy

Advertisements

5 Responses

 1. સાચુ દોસ્ત,
  આપણી કમનસીબી એજ છે ને કે આવા લોકો પોતાની આવડતનો આવો (ગેર) ઉપયોગ કરે છે અને ભૂતને પીપળો જ નહી પીપળાના જંગલ ને જંગલ મળી રહે છે.

 2. tamari vaat bilkul sachi chhe vote na naame kai pan kare aa loko pan mulla word no use karya vagar lakhyu hot to koi problem na that. muslim ne favour e emna personal swarth mate kare chhe ane mulla pavitra word chhe jeno aaj kaal sari rite durupyog thai rahyo chhe

 3. sadaf bhai,
  જો મુલ્લા શબ્દ વાપરવાથી આપની ધાર્મિક લાગણી દુભાઇ હોય તો માફી ચાહું છું. મારો કોઇ એવો બદઇરાદો નહોતો. પણ આજે ભારતીય મુસલમાનોનો જે રીતે કઠપૂતળી તરીકે રાજકીય નેતાઓ ઉપયોગ કરે છે એ જોઇને દુ:ખ થાય છે.

  મેં પોસ્ટમાંથી મુલ્લા શબ્દ હટાવી લીધો છે.

 4. Thanks for your quick response and thanks for removing that word.

  Politicians no koi dharm nathi ane badha dharm ni lagni o dubhavi rahya chhe. Muslims are like deer in front of headlight of car, shocked and don’t know which way to go. Education is the only solution according to my view.

 5. Sadaf bhai,

  You are bang on. Illiteracy is a root cause of all the evils.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: