મારે મત આપવો છે….

આજે આ કબૂલાત કરતા હું શરમ અનુભવું છું કે મારી 31 વર્ષની જીંદગીમાં મેં હજી સુધી ક્યારેય ભારતના નાગરિક તરીકે મતદાન નથી કર્યું. મતાધિકાર મેળવ્યા બાદ કેટલીક લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ ગઇ પણ આજ સુધી ક્યારેય મતદાન નથી કરી શક્યો. મતદાન ન કરી શકવા પાછળ મારે બેદરકારી કે આળસ નહીં પણ સંજોગો જવાબદાર છે. મારા પગે તો મેં જ્યારથી નોકરી ચાલુ કરી ત્યારથી પૈડા જ લાગેલા છે એટલે ફરતો જ રહ્યો છું. એવું ક્યારેય નથી બન્યું કે હું ચૂંટણી દરમ્યાન અમદાવાદમાં હોઉ અને મારી આળસ કે કામની વ્યસ્તતાને લીધે મેં મતદાન ના કર્યું હોય. મોટા ભાગનો સમય હું બહાર જ રહેતો હતો અને અમુક વખત પ્રમાણિક પ્રયત્નો કરવા છતાં પણ હું મત આપવા માટેની મારી પ્રાથમિક ફરજ પૂરી નથી કરી શક્યો. હવે તો હું ઇન્ડિયામાં છું નહીં એટલે ક્દાચ આ સપનું પૂરું થશે કે નહીં ખબર નહીં.

મારા જેવા જો કે ઘણાં લોકો હશે જે એક યા બીજા કારણોસર અને સંજોગોના લીધે મતદાન નહીં કરી શક્યા હોય. આવા જ એક વ્યક્તિ છે શશી થરૂર. શશી થરૂર વર્ષોથી ભારતનું પ્રતિનિધિત્વ સંયુક્ત રાષ્ટ્રસંધમાં કરતા આવ્યા છે. હાલમાં તેઓ કેરાલામાં તિરૂવનન્તપુરમ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.તેઓએ ગઇકાલે યોજાયેલા પહેલા તબક્કાના મતદાનમાં પહેલી વાર ભારતના નાગરિક તરીક મતદાન કર્યું હતું. આ માહિતી શશી થરૂરે ખૂદ પત્રકારોને મતદાન કર્યા બાદ આપી હતી. એમના કહ્યા મુજબ તેઓ 21 વર્ષના હતા ત્યારથી જ ભારતની બહાર હતા એટલે ક્યારેય ચૂંટણીમાં મત નહોતા આપી શક્યા. ( આ નિવેદન મેં આજે સવારે ઝી ન્યુઝ પર જોયું હતું એટલે સાચું ખોટું તો શશી થરૂર અથવા તો ઝી ન્યુઝ જ જાણે).

શશી થરૂરે તો ભારતીય નાગરિક તરીકેની પોતાની મૂળભૂત ફરજ પૂરી કરી દીધી પણ મારા જેવા કેટલાય લોકો કે જે વિદેશમાં છે અને હજી વાદળી પાસપોર્ટ જ રાખે છે એ લોકો ક્યારેય મત આપી શકશે કે નહીં એ ખબર નથી. હવે સમય આવી ગયો છે કે ભારત સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન. આર. આઇ પ્રજા માટે પણ ઓનલાઇન મતદાનની સુવિધા આપે.અમેરિકાની સરકાર દુનિયા ભરમાં વસેલા પોતાના નાગરિકોને આ દેશની બહાર રહીને પણ મતદાનની સુવિધા આપે છે તો ભારત સરકાર શા માટે નહીં. જો એન. આર. આઇને પણ મતદાનનો અધિકાર મળે તો મારા ખ્યાલથી ચૂંટણીના પરિણામ અને પરિમાણ બન્ને બદલાઇ જાય. એન. આર. આઇ. ભારતીયો જાતિવાદને બાજુમાં મૂકીને વિકાસશીલ ઉમેદવારને જ મત આપે અને આમ થાય તો લાલુ, મુલ્લા અમરસિંહ, પાસવાન, પવાર, રાજ ઠાકરે જેવા ઘણાં તકસાધુઓની દુકાન બંધ થઇ જાય.

ગઇકાલના ચૂંટણીના પ્રથમ તબક્કામાં એવરેજ 60% જેવું મતદાન થયું. ખૂબ જ સારું કહેવાય મારા મતે. હિંસા અને ગુંડાગીરી તો થઇ જ પણ લોકોએ આળસ ખંખેરી દેશ અને પોતાના ભવિષ્ય ઘડવા માટે પોતાનો સમય આપ્યો એ જોઇ આનંદ થયો.

Advertisements

2 Responses

  1. હવે ભારત સરકારે વિદેશમાં રહેતા મતદારો માટે ઓનલાઈને વોટીંગ સિસ્ટમ વસાવી જરૂરી છે, મોટાભાગના જુવાનીયાઓ હવે પરદેશમાં ભણવાના/નોકરી કરવાના બહાને ભારતથી બહાર રહે છે.

    પણ સાથે સાથે ભારત-પાકીસ્તાનના ટાબરીયા હેકરથી આ વોટીંગ સિસ્ટમ સલામત રહી શકે તે માટે પણ વિચાર કરવો જરૂરી છે.

  2. મરવાના ડરથી જેમ જીવવાનું ના છોડી દેવાય એમ ઇ મતદાનની શરૂઆત પણ ક્યારેક તો કરવી જ પડશે ને ? 1982માં જ્યારે પ્રથમ વખત કેરાલામાં ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન વાપરવાની શરૂઆત કરાઇ હતી ત્યારે પણ પ્રશ્નો અને સમસ્યાઓ તો ઘણી હશે જ પણ હવે ઇલેક્ટ્રોનીક મશીન વગર ચૂંટણીની કલ્પના કરવી મૂશ્કેલ છે.
    આવા વિચારો થકી જ કદાચ પરિવર્તન આવી શકે અને આ ખૂબ જ આવકારવા દાયક પરિવર્તન છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: