NPA

આજકાલ મારી પાસે NPA (i.e. Non Performing Assets) વધતી જાય છે. સરળ ગુજરાતી ભાષામાં કહીએ તો નુકસાન અને ખોટા ખર્ચા વધતા જાય છે.

1. ગઇકાલે ટેબલ ફેનની બ્લેડ તૂટી ગઇ તરત જ નવો પંખો લાવવો પડ્યો. સસ્તામાં સસ્તો ફેન પણ 30 ડોલરમાં પડ્યો.

2. મારી ટાઇટનની કાંડા ઘડિયાળ આજ કાલ સમયનું માન નથી રાખતી અને એની મરજી પ્રમાણે ચાલે રાખે છે. કાલે સેલ નવો નંખાવવા માટે ગયો હતો તો ઘડિયાળી કહે કે સેલ બરાબર છે એટલે બીજો કોઇ પ્રોબ્લેમ છે. હવે અહીં સિંગાપોરમાં ટાઇટનનો શો રૂમ વાળો ખાલી ઘડિયાળને હાથમાં લેવાના 50 ડોલર માંગે છે અને પછી જે પણ રિપેરીંગ કરે એના અલગથી. 50+ ડોલરનો ખર્ચો જૂની ઘડિયાળ પર કરવો કંઇ રીતે પોષાય એટલે નવી ઘડિયાળ લેવી પડશે અને આ ઘડિયાળ જ્યારેઇન્ડિયા આવીશ ત્યારે દુરસ્ત કરાવીશ.

3. મારા મોબાઇલ ફોન HTC ના ઇઅર પીસમાંથી એક બાજુનું કનેક્શન બહાર આવી ગયું છે. નવું ઇઅરપીસ આવે છે 33 ડોલરમાં. ક્યાંથી પોષાય? થોડા દિવસોથી ઓફિસે જતા સંગીત સાંભળવાનું સાવ બંધ જ થઇ ગયું છે.

4. ઘર માટેનો મોબાઇલ ફોન નોકિયા 6300 એ પણ જવાબ આપી દીધો છે. ખબર નહીં શું મનદુ:ખ થઇ ગયું છે ફોનને કે ચાલુ જ નથી થતો. અત્યારે તો ઘરના લેન્ડલાઇન ફોનના સહારે ગાડુ ગબડે રાખે છે પણ નજીકના ભવિષ્યમાં નવો ફોન તો લેવો જ પડશે.

 

આની સાથે સાથે મારે અમુક બીજા પણ ખરાબ સમાચારો જીરવવા માટે મારી જાતને માનસિક રીતે તૈયાર કરવી પડશે.

1. કાલે અહીંના ટેબ્લોઇડમાં વાંચ્યું કે MAS સિંગાપોર ડોલરને થોડો નબળો બનાવવાનું વિચારે છે. આનો મતલબ મારા જેવા એનઆરઆઇ માણૂસ માટે એ થયો કે હવે ડોલરમાંથી રૂપિયામાં કનવર્ટ કરતા ઓછા રૂપિયા મળશે. હમણા થોડા સમયથી એક ડોલરના 33.3 રૂપિયા મળતા હતાં જે હવે 32.50 રૂપિયાની આસપાસ થઇ જશે.

2. આ વખતે બોનસ કે ભાવવધારો કંઇ આવે એવું લાગતું નથી. બોનસ ના આવે એ આર્થિક રીતે બહુ મોટો ફટાકો છે. અહીં ખાલી સેલેરીમાં પૂરું કરવું મૂશ્કેલ છે.

3. આવતા મહિનાથી સીપીએફમાં પણ 10% વધારે કપાશે. હાથમાં જે આવતા હતા એનાથી પણ ઓછા હવે આવશે.

 

વિચારું છું મૂજ ગરીબનું શું થાશે….. (હું કદાચ અતિશયોક્તિ તો નથી કરી રહ્યો ને? 🙂 )

Advertisements

12 Responses

 1. ના. જરા પણ અતિશયોક્તિ નથી. અહીં મારી પણ NPA વધતી જાય છે – જુઓને ગરીબીના જમાનામાં હું ચોપડીઓ લખવાનું વિચારું છું!

  મારી સાથે શું થયુ?
  ૧. મારો કેમેરા બગડેલો છે. કેમેરા વગર જીરવાતું નથીને તે માટે બચાવેલ પૈસા ક્યાં જતા રહ્યા તે ખબર નથી પડી.
  ૨. ગરમી ભયંકર વધી રહી છે – કવિનને રાત્રે ઉંઘ નથી આવતી તો કુલર લાવવાનું વિચારીએ છીએ પછી મોટું લાઇટ બિલનો ડર સતાવે છે!!
  ૩. બીજા એક ઓપનસોર્સ પ્રોજેક્ટમાં કામ કરું છું ત્યાંથી પેમેન્ટ આવવાના કોઇ ઠેકાણા નથી 😦 અને વૈશ્વિક મંદી જોતા ચોક્કસ પણે પગાર વધારાની આશા ન રાખી શકાય!

 2. અને હા, મારો નોકિઆ 6600 તો ભયંકર હાલતમાં છે – ચાલે છે ત્યાં સુધી ચલાઉં છું.. પછી કોઇ સારો સસ્તો ફોન જ લાવવો છે!

 3. अच्छी ब्लॉग हे / आप की लेखनी पड़कर बहुत खुश हुवा / आप गुजराती मे टाइप करने केलिए कौनसी टाइपिंग टूल यूज़ करते हे ?

  रीसेंट्ली मैने यूज़र फ्रेंड्ली इंडियन लॅंग्वेज टाइपिंग टूल केलिए सर्च कर रहा ता, तो मूज़े मिला… ” क्विलपॅड “… आप भी ‘क्विलपॅड’ http://www.quillpad.in को यूज़ करते हे क्या…?

 4. संतोष,

  ब्लोग की मूलाकात लेने और मेरी लेखनी पर अपना अभिप्राय देने के लिये धन्यवाद.
  मैं भारतीय भाषाओ में टाइप करने के लिये “भाषा इन्डिया” के आइएमइ का उपयोग करता हू. क्विलपॆड का उपयोग मैंने तो आज तक नहीं किया है.

 5. કાર્તિક,

  ચોપડી લખવાનો વિચાર ખરેખર સારો છે. એને આવકના સાધન તરીકે ન જોઇને ખાલી ક્રિએટીવલી જોઇએ તો પણ સારુ જ છે.

  કેમેરા માટે મેં હમણાં જ મારા એક મિત્રને અહીંથી કેનનનો એ480 પાવરશોટ કેમેરો અપાવ્યો. ખાલી 209 ડોલર એટલે લગભગ 6500 રૂપિયાનો. નવું જ મોડેલ છે કેનનનું અને મને સારો લાગ્યો. ઇન્ડિયામાં ચેક કરી જોજો.
  http://site-in.canon-asia.com/index.cfm?fuseaction=digitalcamera&prod_type=powershota480

  ઇબેય પર એની કિંમત લગભગ 7500 રૂપિયા જેવી બતાવે છે. આ રેન્જમાં મારા ખ્યાલથી સૌથી સારો કેમેરા મને લાગ્યો.

 6. dosto tamara blogs regularly vanchu chhu pan busy schedule hovane lidhe comment nathi kari sakto. kartik no blog vanchvani maja pade chhe…kharcha o ni vaat chale chhe to thoduk hu pan umeru kem ke aaj kaal bahu mota mota fatka pade chhe…

  Tax ma $9500 bharvana aavya..last year to refund malyu hatu
  Stock market loss by my brother and i paid $6000
  Car ma kharcho $1400
  Insurance fo two car $1600
  Trafic ticket $380

  aa badhu last 2 month ma…:( …bija nana mota parchuran kharcha to bahu j thaya…

  kartik if you planning to buy digital camera then go only for digital SLR.

 7. sadaf ભાઇ, મારી નાખવો છે? હું ૭૦૦૦ નો કેમેરો લાવી શકતો નથી અને તમે ૩૦૦૦૦ રૂપિયાનો કેમેરો લાવવાની વાત કરો છો!! 🙂

 8. vaat sachi chhe kartikbhai, pan picture quality ma paisa vasul thai jase. Atyare badget na hoy to future wishilist ma rakho.

 9. કુણાલભાઈ

  પેટછુટી વાત કરવામાં કંઇ અતિશયોક્તિનથી, કાર્તિક મિસ્ત્રીની માફક હું પણ 6600થી જ કામ ચલાઉ છું. અને હા બીજા બે મોબાઈલ રમકડા તરીકે કસકને રમવા આપી દીધા, (વેચવા જઈએ તો એ બન્ને મળીને 1000 પણ ન આવે એટલે)

  કાર્તિકભાઈ

  સદાફભાઈ જેવી જ સલાહ આપુ કે કુલર ન લેતા, એના કરતા એ.સી. જ લેવાય બીલ તો આવશે પણ એનું વળતર આખા ઘરને સારી નીંદરથી મળી રહેશે, એ.સી. આ વખતે ન લઈ શકાય તો આવતા વરસે પરંતુ કુલર તો ન લેવાય એવું મારું માનવું છે.

 10. રજનીભાઇ,
  એસીમાં મારફાડ બિલ આવે. જો રોજ 2-3 કલાક માટે ગણો તો પણ 1000 – 1500 રૂપિયાથી ઓછું બિલ તો ના જ થાય એસીનું. એટલે થોડું વિચારવું પડે. અહીં સિંગાપોરના મારા ઘરમાં દરેક રૂમમાં એસી ફીટ થયેલા છે પણ અમે લોકો ભાગ્યે એનો ઉપયોગ કરીએ છીએ કારણ કે ડોલરમાં બીલ તોડી નાંખે એવું આવે.

  કાર્તિક,
  કેનન એ480 ચેક કરી જુઓ. કવિનના બચપણના અમૂલ્ય પળોને કેમેરામાં કેદ કરવાનું ચૂકવા કરતા ડિજીટલ કેમેરા સાથે સમાધાન કરી લેવું સારુ. બાકી સેમી એસ એલ આર કેમેરા પણ આજ કાલ માર્કેટમાં મળે છે. મારો હમણાં જ ખરીદેલો ફ્યુજીનો સેમી એસએલાઅર કેમેરા પણ સારો છે ઇન્ડિયામાં એની પ્રાઇઝ કદાચ 20 હજાર આસપાસ હોવી જોઇએ.

 11. સાચું , અમારે જનરલી 1200ની આસપાસ બીલ આવે છે અને ગરમીના દિવસો દરમ્યાન એ 2500 થી 3000 થઈ જાય છે પરંતુ ચૈન કી નિંદ માટે આ માનસીક અને આર્થિક તૈયારી રાખીએ છીએ, અને આમેય ક્યાં બારેય મહીના વાપરવાનું હોય?

  જો કે વપરાશમાં સતર્કતા રાખવી જોઈએ અમારા અન્ય પડોશીઓ ને 5000 થી ઉપર જ બીલ આવે છે. આપણે ત્યાં લોકો એ.સી. ચાલુ કરીને બ્લેન્કેટ ઓઢતા હોય છે, આનો શું મતલબ?

 12. 😀
  અહિં તો હમદર્દ ને હમજુબાં મળી ગયાં !!

  ખર્ચાઓ વિશે તો વિચાર આવે ને જ પરસેવો વળી જાય છે… છેલ્લાં ૧ વર્ષ ઉપરથી અપ્રેઈઝલ થયું નથી… ! ઉપરથી મંદીના લીધે હીરા ઉદ્યોગમાં પડેલાં ખાડાના લીધે પપ્પાની નોકરીની જાન ખતરામાં છે !! 🙂

  હૈદરાબાદમાં બાઈક વગર એક વર્ષ તો ચલાવ્યું પણ જુલાઈમાં જો અપેઈઝલ આવે તો અને તો જ બાઈક લઈ શકાશે !! અહિંયા બાઈક વગર તો ખરી માથાકુટ પડે છે… !

  અને,
  કાર્તિકભાઈ,
  જો એ.સી. ન લેવાય તોય કુલર તો લઈ જ લો .. આપણે તો ઓફીસમાં એ.સી.માં બેસતાં હોઈએ પણ ઘરે તો સખત ગરમીમાં હાલત ખરાબ થતી હોય …. વીકએન્ડમાં જયારે અહિંયા ઘરે રહેવાનું આવે ત્યારે ખબર પડે છે કે ટોપ ફ્લોર પર રૂમ હોય ત્યારે ભર બપોરે કેવો તપે ! રાતે પથારી પણ ગરમ ગરમ હોય છે રોજ .. !! 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: