ટાઉને છે મૌજા હી મૌજા…

નાના છોકરાઓને ખરેખર મજા હોય છે. આખો દિવસ હરવું, ફરવું, ખાવું, પીવું, મોજ મજા કરવી અને મમ્મી પપ્પા જોડે લાડ કરવાના. ટાઉનો પણ આ જ સમય ચાલી રહ્યો છે. હવે અમે લોકો નિયમિત રીતે દર અઠવાડિયે લાયબ્રેરીમાં જઇએ છીએ. એટલે ટાઉ પણ અમારી સાથે જ હોય. એને જો કે લાયબ્રેરીમાં બહુ જ મઝા આવે છે. કદાચ સ્વર્ગનો આનંદ મળે છે લાયબ્રેરીમાં એને.

IMAG0046 

IMAG0047

લાયબ્રેરીમાં નાના છોકરાઓ માટે બે ડબ્બાવાળી નાનકડી ટ્રેન છે. છોકરાઓ ટ્રેનમાં બેસીને ચોપડીઓ વાંચે. ટાઉ પણ મોટા થોથા લઇને ટ્રેનમાં બેસીને વાંચે છે.

IMAG0048

લાયબ્રેરીમાં નાના ખુરશી ટેબલ પણ છે જેના પર બેસીને નાના છોકરાઓ વાંચી શકે. મારું સ્કોલર ટાઉ પણ ગોઠવાઇ ગયું છે.

આજે કોમ્યુનિટી ડેવલેપમેન્ટ સેન્ટર દ્વારા ફેસ્ટીવલ પાર્કમાં હોળીનો પ્રોગ્રામ રાખ્યો હતો. ટાઉને તો બહુ મજા પડી ગઇ આટલા બધાં છોકરાઓ સાથે પાણીમાં રમવાની મજા અહીં ક્યાંથી મળે?

IMAG0049

IMAG0050

IMAG0051

એને હોળી રમવાની એટલી મજા આવતી હતી કે કેટલીય વખત એને કેમેરા સામે જોવા માટે બૂમો પાડવા છતાં પણ મારી સામે જોવાની ફૂરસદ નહોતી. એને આટલા આનંદમાં જોઇને મને કેટલો આનંદ થયો એ અહીં શબ્દોમાં વર્ણવવો અશક્ય છે.

Advertisements

One Response

  1. અતિ સુંદર. બાળ ગોપાળોને કિલ્લોલ કરતાં જોઈને અમને સૌને પણ ખૂબ જ આનંદ થયો. ટાઉને અમારા વતી ખૂબ ખૂબ પ્યાર કરશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: