આ માણસોને શું કહેવું હવે……

આપણા મુખ્યમંત્રી મોદી સાહેબ બહુ બહાદુર. જેવી આઇપીએલ બહાર રમાડવાની વાત જાહેર થઇ તરત જ મોદી સાહેબને એક તક મળી ગઇ યુપીએ સરકારને ભાંડવા માટે અને એલાન કરીદીધું કે આઇપીએલ દેશ બહાર રમાડવી એ તો શરમજનક કહેવાય. સાથે સાથે એમ પણ કહી દીધું કે ગુજરાતમાં સંપૂર્ણ સુરક્ષા વચ્ચે આઇપીએલની બધી મેચો રમાડવા માટે ગુજરાત તૈયાર છે. એક વખત તો આપણા મોદી સાહેબ માટે માન થઇ જાય. જો તક મળી હોત તો મારુ દ્રઢ રીતે માનવું છે કે મોદીએ ચૂંટ્ણીની સાથે સાથે આઇપીએલ રમાડીને પણ બતાવી દીધી હોત. જો કે દેશનું દુર્ભાગ્ય છે કે બધાં બાયલા રાજકારણીઓની જમાત દેશ પર રાજ કરે છે અને આગલી ચૂંટણીમાં પણ આજ બાયલા લોકો ફરીથી 5 વર્ષ માટે રાજ કરવા માટે પ્રજાની મંજૂરી લઇ આવશે.

જો કે આના કરતા પણ વધૂ દુ:ખ અને આઘાત મને આ નિવેદન વાંચીને થયું. ચિદમ્બરમ સાહેબ આપણા માનનીય ગૃહપ્રધાન સાહેબ એમ માને છે કે આઇપીએલ બહાર યોજવી એ કોઇ શરમજનક નથી પણ ગુજરાતના તોફાનો શરમજનક છે. આ જાડી ચામડીના માણસને હવે શું કહેવું? આખી વાતમાં ગુજરાતના તોફાનો ક્યાં આવ્યા? જ્યારે મોદીના સવાલોનો જવાબ ના આપી શકો એટલે ગુજરાતના તોફાનોનું ગાણું ગાવાનું ચાલુ કરી દેવાનું. મને ખરેખર દુ:ખ થાય છે કે આવા નિર્લજ્જ, નાગા અને જાડી ચામડીના લોકો દેશ પર રાજ કરી રહ્યા છે. કોઇ accountability જેવું હોય જ નહીં? પોતાની લીટી મોટી નહીં કરવાની પણ બીજાની લીટી નાની કરીને મોટા થવાનું.

આજે આઇપીએલ બહાર રમાશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે શું ફરક રહી જશે? પાકિસ્તાનમાં પણ સુરક્ષાના કારણોસર ક્રિકેટ નથી રમાતું એમ ઇન્ડિયામાં પણ સરકારની રેઢિયાળ વૃત્તિના લીધે હવે ક્રિકેટ નહીં રમાય. મને જેટલો ગુસ્સો ચિદમ્બરમ પર આવે છે એટલો જ ગુસ્સો લલિત મોદી, શરદ પવાર અને BCCI ની  પૈસાભૂખી ટોળકી પર પણ આવે છે. સાલાઓ પૈસા માટે થઇને દેશની આબરૂના ધજાગરા કરવા નીકળ્યા છે.

Advertisements

7 Responses

 1. બધાં પૈસા કે સત્તાનાં ભુખ્યા લોકો છે. કોઈને દેશની કે દેશાભીમાનની પડી નથી. આપણે ખાલી હૈયાઉકાળો જ વેઠવાનો…

 2. આવા માણસોને કંઇ ન કહેવાય, પ્રિયંકા ગાંધી/વાઢેરા હવે એ લોકોને પણ સલાહ આપશે કે ગીતા વાંચો..

  જય હો

 3. જેમ મુંબઈ મેરી જાન ફીલ્મમાં પરેશ રાવલ નો સાથી કાર્યકર ગંદી નીતિઓ અને ભ્રષ્ટાચાર જોઈને રડમસ થઈ જાય છે ત્યારે પરેશ રાવલ એને કહે છે ને કે, “રોના આયે તો પિશાબ કરો ! સબ પાની બાહર … !! ” .. એમ આપણી પાસે પણ હવે ગુસ્સો આવે તો પિશાબ કરીને બેસી રહેવા સિવાય કોઈ રસ્તો નથી… કદાચ !!

  શરમ આવે, ગુસ્સો આવે .. પણ ……… શું થઈ શકે !

 4. એક વસ્તુ તો થઇ જ શકે જ્યારે ચૂંટણી આવે ત્યારે યોગ્ય ઉમેદવારને વોટ આપીને પ્રતિનિધી તરીકે ચૂંટવામાં આપણો ફાળો આપી શકીએ.

 5. યોગ્ય ઉમેદવાર હોવો પણ જોઈએ ને !

  હા, એટલું ચોક્કસ થઈ શકે કે સૌથી ઓછો અયોગ્ય ઉમેદવાર શોધીને એને ચઢાવી શકાય ..

  પણ જોવા જેવું એ કે ચૂંટાઈ ગયા પછી એ જ જે સૌથી ઓછો અયોગ્ય હતો એ તરત જ સૌથી વધૂ અયોગ્યને ઓછો અયોગ્ય દેખાડવામાં સફળતા હાંસલ કરી લે છે .. !!

 6. अंधोमें काना राजा એ ન્યાયે જે સૌથી ઓછો કલંકિત વ્યક્તિ હોય એને સહકાર આપવા સિવાય બીજું શું કરી શકાય.
  જો હું ખોટો ના હોઉ તો કદાચ એવી વ્યવસ્થા પણ છે કે તમારે જો કોઇ પણ ઉમેદવારને મત ના આપવો હોય તો “ABSTAIN” બટન મતદાન માટેના મશીન પર દબાવી અનિચ્છા દર્શાવી શકો.

 7. Abstain ની કોઇ વ્યવસ્થા આપણી ચૂંટણી વ્યવસ્થામાં નહોતી – નહી તો કોઇને મત મળતો ના હોત!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: