સિંગાપોર આઇટી શો – છેલ્લો દિવસ

કાલે સિંગાપોર આઇટી શોનો છેલ્લો દિવસ હતો. વૈશ્વિક મંદીના માહોલમાં પણ આ વખતના સિંગાપોર આઇટી શોને અદ્દ્ભૂત સફળતા મળી. અહીંના લોકલ ડેઇલીમાં અપાયેલ માહિતી મુજબ આ વખતે લગભગ 7.5 લાખ લોકોએ આઇટી શોની મૂલાકાત લીધી. અંદાજે 59 મિલીયન સિંગાપોર ડોલર એટલે કે 190 કરોડ રૂપિયાની ખરીદી લોકોએ કરી. જે ખરેખર આજ કાલ મંદીના સમયમાં જ્વલંત સફળતા જ કહેવાય. 4 દિવસમાં 7.5 લાખ લોકો એટલે સરેરાશ ગણો તો રોજના આશરે 1.75 લાખ લોકો અને 50 કરોડનું રોજનું વેચાણ…. છેલ્લા દિવસે તો પબ્લિક ગાંડાની જેમ ઉમટી પડી હતી. આઇટી શોમાં થોડા સમય માટે દરવાજા બંધ કરવા પડ્યા હતા અને ઘણા લોકો અન્ડર ગ્રાઉન્ડ સિટી લિંક મોલ કે જે સનટેક સિટીને સીટી હોલ એમાઅરટી સ્ટેશન સાથે જોડે છે એમાં જ અટવાઇ ગયા હતા. અહીંના લોકોને મુંબઇના લોકલ ટ્રેનમાં સફર કરવા જેવો અનૂભવ ના હોય એટલે ગભરાઇ જાય. ભીડભાડની વધૂ માહિતી માટે અહીં ક્લિક કરો અને નીચે ભીડના ફોટા છે જે મેં મારા ફોનનો ઉપયોગ કરીને લીધા છે.

IMAG0044  IMAG0045

સામાન્યત: આઇટી શોના છેલ્લા દિવસે થોડું ઘણું ડિસ્કાઉન્ટ કે ફ્રી ગિફ્ટ વધી જતા હોય છે. સૌથી વધારે મને લાગે છે કે સોની એ આઇટી શોમાં કમાણી કરી હશે. હું કાલે 3 વાગ્યે જ્યારે સોનીના કાઉન્ટર પર પહોંચ્યો ત્યારે એના મોટા ભાગના ડિજીટલ કેમેરા વેચાઇ ગયા હતા. ખાલી મોંઘા કેમેરા બાકી હતા જેમ કે T77, T500, h50 અને અમુક વાઇડ એંગલ કેમેરા. મેં મારી પસંદગી T77 પર ઉતારી હતી. એની કિંમત હતી 499 સિંગાપોર ડોલર એટલે કે 16000 રૂપિયા સાથે ફ્રી ગિફ્ટમાં હતું ફોટો પ્રિન્ટર, 16 જીબીના મેમરી સ્ટીક કાર્ડ અને બીજી કેમેરા એસેસરીઝ. આમ તો મોંઘું કહેવાય જો કે આમ પણ સોની કાયમ મોંઘું જ હોય છે. મારા ઘરમાં આજ સુધી કેમેરામાં કાયમ સોનીના જ કેમેરા કે હેન્ડીકેમ આવ્યા છે કારણ કે સોની આગળ ડિજીટલ કેમેરાની રેન્જમાં કેનન કે નિકોન કે બીજા કોઇ મને નથી લાગતું કે ટક્કરમાં છે. T77 એકદમ સ્લિમ અને સેક્સી છે (દેખાવમાં પણ સોનીની પ્રોડક્ટ બીજા હરીફોને પાછળ પાડી દે છે)  અને ટચ સ્ક્રીન પણ છે. આમ તો કેમેરામાં ટચ સ્ક્રીનની જરૂર નથી પણ “Good to have” ફીચર કહી શકાય. હું લાઇનમાં પેમેન્ટ કરવા માટે (પેમેન્ટ કરવા માટે પણ લાંબી લાઇનો લાગી હતી સોનીમાં) હું ઉભો જ હતો ત્યાં મારા મિત્ર જેંની સાથે હું ગયો હતો એણે મને ફુજીના કેમેરા વિશે કીધું એટલે અમે બન્ને ગયા ફ્યુજીના સ્ટોલ પર. ત્યાંથી મેં પછી FinePix S2000HD કેમેરા ખરીદ્યો. પહેલીવાર સોની સિવાયનો કેમેરા ખરીદવાની હિંમત કરી છે. જોઇએ કેવો અનુભવ થાય છે. હજી સુધી કેમેરો વર્જીન જ છે કારણ કે હજી સુધી એની સાથે રમવાનો સમય નથી મળ્યો. આ કેમેરા ખરીદવા પાછળનું એક કારણ હતું કે મને ઓછી કિંમતમાં SLR ની શરૂઆતની રેન્જનો કેમેરા મળતો હતો. મને ફોટોગ્રાફીનો એટલો પણ શોખ નથી કે હું ઉડતા પક્ષીની પાંખો ગણી લઉં પણ SLR ટાઇપનો કેમેરા ટ્રાય કરવાનો ચસ્કો તો હતો જ. જો કે SLR કેમેરા 1000 – 1500 સિંગાપોર ડોલરના એટલે કે 35 – 50 હજાર રૂપિયાના થાય જે આપણને ના પોષાય એટલે પછી આનાથી મન મનાવી લીધું. જોઇએ આ કેમેરા HD video પણ શૂટ કરી શકે છે. એટલે વિડીયો શૂટ કરીને જોવું છે કે મારા HD ટીવી પર કેવું દેખાય છે. આ કેમેરા મે 469 સિંગાપોર ડોલરમાં લીધો પણ એની સાથે મને ઘણી બધી ફ્રી ગિફ્ટ મળી જેમ કે 8 જીબી મેમરી કાર્ડ, ટ્રાઇપોડ, કેરી કરવા માટે કેસ, સ્ક્રીન પ્રોટેક્ટર, HD કીટ, રીમોટ અને સાથે સાથે ઇન્ટરનેશનલ વોરંટી (સામાન્યત: સિંગાપોરની લોકર વોરંટી હોય છે.) આ બધી ફ્રી ગિફ્ટ ગણો તો પણ લગભગ 100 સિંગાપોર ડોલર તો થઇ જ જાય. એટલે રૂપિયાની રીતે જોઇએ તો ખોટો સોદો નથી લાગતો. અત્યારે તો એમ લાગે છે કે જંગ જીત્યો રે મારો કાણિયો પણ વહૂ ચલે તબ જાણિયો ના થાય તો સારુ 🙂

Advertisements

2 Responses

  1. મજા આવી વાંચીને કૃણાલભાઈ…
    મારા મિત્રોના ફુજી કેમેરા સાથેના અનુભવો પરથી તો કહી શકું કે “…વહૂ ચલે તબ જાણિયો” નહી થાય … પણ મેં મારા મિત્રનો નિકોન નો એક SLR યુઝ કરેલો તો એ મને ઘણો સારો લાગેલો… હું મોડેલ નંબર ભૂલી ગયો છું પણ ઘણો સરસ હતો… !!! સોની યુઝ કરીએ તો બરાબર સરખામણી કરી શકાય …

  2. This is one of the best prosumer camera..Good choice man.
    And fuji has some really good cameras which are anyday better then SONY ..

    SONY offers only good slim cameras but when it comes to serious photography (Prosumer/DSLR/DSLR like)only few SONY can stand in front of canikon..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: