હોળી

માણસના જીવનમાં તહેવારો કેટલા મહત્વના છે જો એ જાણવું હોય તો ભારતની બહાર પરદેશમાં રહો એટલે આપોઆપ સમજાઇ જાય. બહારના દેશોમાં બહુ ઓછા તહેવારો હોય છે અને નાતાલ, ઇદ અને બીજા અમુક ડે(થેંક્સ ગિવીંગ ડે વગેરે) સિવાય ખાસ કઇ તહેવારો હોતા નથી. પણ આપણા ભારતમાં આનાથી વિપરીત પરિસ્થિતિ છે અને લગભગ દર મહિને બે મહિને કોઇ ને કોઇ તહેવારો ઉજવાતા રહેતા હોય છે. કદાચ આ તહેવારો જ ભારતને સાંસ્કૃતિક રીતે આખી દુનિયાના બીજા દેશોથી અલગ પાડે છે.

જ્યારે ભારતની બહાર રહો એટલે હોળી હોય કે ઉત્તરાયણ હોય બધું સરખું જ કહેવાય. એ જ સવારે થેલો ઉપાડીને જવાનું અને સાંજ પડે ઘરે આવીને હાલા કરી જવાની. જો કે કોઇ કોઇ તહેવારોની ઉજવણી તહેવાર પછીના વીક એન્ડમાં થતી હોય છે તો પણ જોઇએ એવી મજા ના આવે. જ્યારે હું ઇન્ડિયામાં હતો ત્યારે મારા મન દિવાળી એટલે અઠવાડિયાની રજાથી વિશેષ કંઇ નહોતું પણ હવે આખો વર્ષ દિવાળીની રાહ જોતો હોઉ છું કારણ કે દિવાળીમાં જ ઇન્ડિયા આવવા મળે છે અને બધાં સાથે રહેવાની તક મળે છે.

ગયા અઠવાડિયે હોળીનો તહેવાર હતો. હોળીના દિવસે હોળી પ્રગટાવીને એના દર્શન કરવામાં આવે છે. જો કે છેલ્લા 3 વર્ષથી સિંગાપોરમાં રહીને મેં ક્યારેય હોળીના દર્શન કર્યા નહોતા. આ વખતે જો કે ઇસ્ટ કોસ્ટ રોડ પાસે આવેલા એક સાઉથ ઇન્ડિયન મંદિરમાં હોળી પ્રગટાવવાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ કોઇ ગુજરાતી દ્વારા રાખવામાં આવ્યો હતો અને ઘણી મોટી સંખ્યામાં ગુજરાતી અને હિંદીભાષી લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હું પહેલી જ વખત આ મંદિરે ગયો હતો અને મંદિર પણ ખરેખર બહુ સરસ હતું. જો કે વધારે સારુ મને ચાલુ દિવસે પણ સમય કાઢીને ત્યાં આવેલા લોકોને જોઇને લાગ્યું. પુરૂષો ઝભ્ભા લેંધામાં અને સ્ત્રીઓ ભારે સાડીઓમાં ખરેખર જ ઉત્સવની ઉજવણી કરતા હોય એમ લાગતું હતું. એકબીજા પર લોકો ગુલાલ પણ લગાવતા હતાં. દરેક પાસે હોળીની અગ્નિમાં હોમવા માટે ધાણી, દાળિયા, ખજૂર અને શ્રીફળ વગેરે હતું. જો કે મુંબઇની સરખામણીમાં અહીંની હોળી ખૂબ જ નાની હતી. મુંબઇમાં તો પ્રગટાવેલી હોળીની જ્વાળાઓ 2-3 માળની ઉંચાઇ સુધી જતી હોય અને સાથે ઢોલ, નગારા અને તાંસાના અવાજ સાથે એક અદભૂત વાતાવરણ સર્જાતું હોય છે. જે વસ્તુ સિંગાપોરમાં તો કદાચ શક્ય નથી. પણ તેમ છતા something is better than nothing સમજીને મન મનાવી લેવાનું. કાર્યક્રમ પછી જમવાની પણ વ્યવસ્થા હતી. એકંદરે પ્રોગ્રામ સારો હતો. નીચે કેટલાક ફોટા છે.

IMAG0037 IMAG0038 IMAG0040 IMAG0039 IMAG0041

હું વિચારતો હતો કે કેવો સમય આવી ગયો છે આવી નાની અમથી હોળીની ઉજવણી પણ મનને પ્રસન્ન કરી દે છે અને ફોટારૂપે આ ક્ષણોને કેદ કરવા મજબૂર કરી દે છે. ઇન્ડિયામાં હોઇએ તો આવવા વિચારો ના આવે. હું પણ હોળી વિશેનો આ પોસ્ટ વીકએન્ડમાં જ લખી રહ્યો છું કારણ કે ચાલુ દિવસે ટાઇમ ક્યાં છે?

ડોલરિયા દેવની જય……

Advertisements

One Response

  1. ખુબ સાચી વાત છે કૃણાલભાઈ … મારી આવી જ હાલત હું સિડનીમાં હતો ત્યારે દિવાળી, નવું વર્ષ, અને ઉત્તરાયણ બધું જ મીસ કરેલું …

    પણ નવા વર્ષના દિવસે એક ગુજરાતી ભાઈના ઘરે લંચ માટે આમંત્રણ મળેલું એનો લાભ પૂરેપૂરો લીધેલો !! ઉંધીયું અને ખિચડી … !! 🙂

    ઉત્તરાયણના દિવસે એક પોસ્ટ લખેલી.. બળાપો કાઢવા … !! 😀 … પતંગ ઉડાવવાને બદલે હું રાતે ૨-૩ વાગે બગ્સ ફીક્સ કરી રહ્યો હતો અને ત્યારે ભારતમાં લોકો સાંજે પતંગ સાથે ફાનસ ચઢાવવાની તૈયારી કરતાં હતાં !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: