સિંગાપોર ફ્લાયર

જેમ લંડનમાં London Eye છે એ જ રીતે સિંગાપોરમાં પણ સિંગાપોર ફ્લાયર છે. આપણી દેશી ભાષામાં કહીએ તો મોટું ચકડોળ. 🙂 જો કે સિંગાપોર ફ્લાયર લગભગ સૌથી વધારે ઉંચાઇ ધરાવતું giant wheel છે. એની ઉંચાઇ લગભગ 165 મીટર છે જે લંડન આઇ કરતા 30 મીટર વધારે છે. ફ્લાયરમાં 28 વાતાનૂકુલિત ચેમ્બર છે અને ફ્લાયરને પૂરુ એક ચક્કર લગાવતા 30 મિનીટ જેટલો સમય લાગે છે. સિંગાપોર ફ્લાયરની વધૂ માહિતી (http://en.wikipedia.org/wiki/Singapore_Flyer) પર જોઇ શકાય છે.

સિંગાપોરના અર્થતંત્રનો મુખ્ય આધાર અહીં આવનારા વિદેશી પર્યટકો પર છે. પણ વૈશ્વિક મંદીના વાતાવરણમાં પર્યટન ઉદ્યોગ પર અહીં ખૂબ મોટો ફટકો પડ્યો છે. એથી ફેબ્રુઆરી મહિનામાં અહીંની સરકારે દર વીક એન્ડમાં 2009 સિંગાપોર ફ્લાયરની મફતમાં ટિકીટો આપવાનું નક્કી કર્યું. આમ કરવાથી વિદેશી પર્યટકો ફ્લાયરના સ્થળ પર આવે અને આજુબાજુ આવેલી ખાણીપીણી અને શોપિંગ મોલમાં પણ થોડી ઘરાકી વધે. વહેલા તે પહેલાના ધોરણે દરેક વ્યક્તિદીઠ 4 ટિકીટ મફત અપાતી હતી. આમ સિંગાપોર ફ્લાયરની એક ટિકીટના 30 સિંગાપોર ડોલર (1000 રૂપિયા) છે એટલે બહુ સસ્તુ તો ના જ કહેવાય  અને 4 મફત ટિકીટ ગણો તો 120 સિંગાપોર ડોલર (4000 રૂપિયા) થાય. એટલે પબ્લિક વીકએન્ડમાં આગલી રાત્રે જ ડેરા તંબુ નાંખીને ફ્રી ટિકીટ માટે બેસી જતી હતી. એવું માનવાને કોઇ જ કારણ નથી કે ઇન્ડિયાની પ્રજા જ ખાલી મફતિયું શોધતી હોય છે. અહીંની પ્રજા પણ મફત મળે તો પહેલા પહોંચી જાય એમ છે. હું પણ એક વીકએન્ડમાં મારા એક મિત્ર સાથે નાઇટ આઉટ કરીને 4 ટિકીટો લઇ આવ્યો. હું પણ સહ પરિવાર ફ્લાયરની રાઇડ કરી આવ્યો. ફ્લાયરની રાઇડનો અનૂભવ આમ તો સારો જ રહ્યો. સિંગાપોરની સ્કાયલાઇન આમ પણ અદ્દ્ભૂત છે અને એને આટલી ઉંચાઇથી જોવાનો લ્હાવો અદ્દ્ભૂત છે. નીચે અમુક ફોટા છે ફ્લાયરના.

DSC00242 

DSC00276

બીજા ફોટા માટે અહીં ક્લિક કરો.

Advertisements

One Response

  1. સરસ …

    ખરેખર તમે કહ્યું એવું જ છે… સિડની હતો ત્યારે પણ મારો ભ્રમ તૂટ્યો હતો … ક્રિસમસ ના સેલમાં વિલ્સના મોલમાં કાંઇક સ્કિમ હતી … કદાચ પ્રથમ ૩૦ મિનિટ કે અમુક-તમુક સમય સુધી ખરીદો તે મફત એવું કાંઇક … તો આ જ રીતે લોકો આગલા દિવસે બપોરથી ત્યાં પિકનીક મનાવવા પહોંચી ગયેલા .. હું અને મારી સાથેની એકાદ-બે પબ્લિક બધાં કોડીંગ અને બગફિક્સિંગમાં એવાં ફસાયેલા હતાં કે આ પ્રકારની લ્હાણીમાં ભાગ લેવાનું સૌભાગ્ય મેળવી ન શકેલાં !! 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: