સિંગાપોર આઇટી શો

આજથી સિંગાપોરમાં આઇટી શો ચાલુ થયો છે.4 દિવસ સુધી ચાલનાર આ શો સિંગાપોરનો ઇલેક્ટ્રોનિક અને આઇટી પ્રોડક્ટ માટેનું સૌથી મોટું સેલ છે. આ શો નું આયોજન દર વર્ષે લગભગ બે વખત થાય છે અને આખું સિંગાપોર આ શો દરમ્યાન ઇલેક્ટ્રોનિક ચીજો ખરીદવા માટે પડાપડી કરી મૂકે છે. ગમે એટલી મોટી જગ્યા રાખો પણ પબ્લિક એટલી ગાંડાની જેમ આવે છે કે જગ્યા ઓછી જ પડે. અહીંના લોકોની એવી માનસિકતા છે કે કોઇ પણ વસ્તુ સેલનું પાટિયું મૂકીને વેચો એટલે તો લોકો પડાપડી કરી મૂકે. અહીં સેલનો મતલબ મહદઅંશે સેલ જ થતો હોય છે ઇન્ડિયા જેવું નહીં કે 10 વધારીને 5 ઓછા કરવાના. જો કે ભાવમાં ફરક ના રાખો તો પણ એક વખત સેલનું પાટિયું મારી દો એટલે પબ્લિક અહીં ગાંડાની જેમ મોટા ભાગે ખરીદવા મંડી પડતી હોય છે.

ગઇકાલે હું પણ આ શોની મૂલાકાત લઇ આવ્યો. પબ્લિક એટલી હતી કે એને ખસેડીને આગળ જવામાં જ થાકી જવાય. ગઇ કાલે આ શો માંથી એક મિડીયા હાર્ડડીસ્ક લીધી. આમ તો એ સામાન્ય યુએસબી પોર્ટવાળી હાર્ડડીસ્ક જ છે પણ ખાસ વાત હાર્ડ ડીસ્કના કેસિંગમાં છે. આ હાર્ડ ડીસ્કને સીધી ટીવી સાથી જોડીને હાર્ડ ડીસ્કમાં રહેલા મિડીયા ક્ન્ટેન્ટને જોઇ શકાય છે. એટલે હવે મૂવી જોવા માટે સીડી કે ડીવીડી બર્ન કરવાની જરૂર નહીં રહે. 115 ડોલરમાં (લગભગ 3700 રૂપિયા) 250 જીબીની મિડીયા હાર્ડ ડીસ્ક મને લાગે છે કે મોંઘું ના કહેવાય.

IMAG0043

આ ડીસ્ક આમ તો પોર્ટેબલ મિડીયા પ્લેયર જ છે કારણ કે આ ડીસ્ક સાથે રીમોટ કંટ્રોલ ડિવાઇઝ પણ છે. એટલે ફોરવર્ડ/બેકવર્ડ, સર્ચ વગેરે સરળતાથી થઇ શકે છે. સાદી યુએસબી કનેક્શનવાળી ડીસ્ક લેવી એના કરતા થોડા પૈસા વધારે ખર્ચી આ ડીસ્ક લેવી વધારે સુવિધાજનક મને લાગે છે.

હવે તો માર્કેટમાં નેટવર્ક અને વાયરલેશ કનેક્શનવાળી પણ હાર્ડડીસ્ક આવી ગઇ છે. વાયરલેસ હાર્ડ ડીસ્ક લઇએ તો ઘરમાં ટીવી સાથે કનેક્ટ કરી કાયમી ધોરણે કોઇ જગ્યાએ  લગાવી દેવાની અને વારે ઘડીએ ડેટા ટ્રાન્સફર માટે હાર્ડ ડીસ્કને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવાની જરૂર નહીં. જો કે આ ટાઇપની ડીસ્ક માટે 3.5" ની હાર્ડ ડીસ્ક જોઇએ એટલે કેસિંગ સાથે હાર્ડ ડીસ્કને જોડે બેગમાં રાખીને ફરવું થોડું ભારે પડે. આ પ્રકારની ડીસ્ક થોડી મોંઘી પણ છે. 345 ડોલર (11000 + રૂપિયા) 500 જીબી માટે. જો કે થોડો સમય જતા આ સુવિધાજનક ઓપ્શન પણ સસ્તો થઇ જશે. અત્યારે તો જો કે મારી જરૂરિયાત મુજબ મેં ખરીદેલી હાર્ડ ડીસ્ક મને એકદમ યોગ્ય લાગે છે અને ગજવાને પણ પોષાય … 🙂

Advertisements

3 Responses

  1. વાયરલેસ હાર્ડડિસ્કનો આઇડ્યા મસ્ત છે. તમે મને તેની કંપની અને મોડેલ નંબર આપી શકો? મારે આ પ્રકારનાં બેકઅપની જ જરૂર છે. કવિન આગળ હવે નવું કોઇ ઇલેકટ્રોનિક્સ લઇ જતાં બહુ જ ડર લાગે છે (જો કે આ ડર તમારા પોસ્ટમાં લખેલ પ્રમાણેનો ડર નથી ;))

    સરસ પોસ્ટ. તમારું SQL વાંચન કેવું ચાલે છે?

  2. thats cool… i also need one

    • આ હાર્ડ ડીસ્કમાં મુખ્ય તો હાર્ડ ડીસ્કનું કેસિંગ છે જે અહીંની લોકલ કમ્પનીઓ (તાઇવાન, મલેશિયા કે સિંગાપોરની કમ્પનીઓ) દ્વારા બનાવવામાં આવે છે. તો આ પ્રકારના કેસિંગ ઇન્ડિયામાં મળે છે કે નહીં તેનો મને ખ્યાલ નથી. જો કોઇ સિંગાપોરમાં ઓળખીતું હોય તો એમના દ્વારા મંગાવી શકો છો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: