Singapore library

ગયા અઠવાડિયે મેં સિંગાપોર નેશનલ લાયબ્રેરીમાં મેમ્બરશીપ લીધી. લાયબ્રેરી હું જ્યાં રહુ છું ત્યાંથી બહુ દૂર નથી એટલે સારુ છું. લાયબ્રેરી ખૂબ જ સારી છે અહીંની અને દરેક વિષય ઉપર ઢગલો પુસ્તકો છે. મેગેઝીનો વિશે હજી એટલી તપાસ નથી કરી એટલે ખબર નથી પણ આશા રાખું કે કદાચ ઇન્ડિયાના અમુક મેગેઝીનો અહીં મળી રહે.

અહીં લાયબ્રેરીનો ઉપયોગ કાયમી રહેવાસીઓ અને નાગરિકો માટે લગભગ મફત જ છે. મેં ખાલી 10.5 સિંગાપોર ડોલર આપ્યા જેમાં મને આજીવન લાયબ્રેરીનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે. બીજો કોઇ જાતનો ચાર્જ લાયબ્રેરીનો ઉપયોગ કરવા માટે આપવો પડતો નથી. દરેક મેમ્બર લાયબ્રેરીમાંથી કુલ 4 પુસ્તક અથવા મેગેઝિન લઇ શકે છે. અહીં લાયબ્રેરીમાં ઢગલો પુસ્તકો છે અને આટલા મેમ્બરો હોવા છતાં દરેક વિષય પર પૂરતા પુસ્તકો ગમે ત્યારે લગભગ મળી રહેતા હોય છે. અહીં સીડી, વ્હીસીડી અને ડીવીડી પણ મળે છે પણ એના ઉપયોગ માટે પ્રિમીયમ મેમ્બરશીપ લેવી પડે છે જેના 21 ડોલર વધૂ ચૂકવવા પડે છે. છતાં પણ મને લાગે છે કે 21 ડોલર ખર્ચી શકાય કારણ કે દરેક વિષય પર ઓડિયો/વિઝ્યુઅલ મટીરિયલ અહીં મળી રહે છે. સેલ્ફ ડેવલેપમેન્ટ હોય કે છોકરાને એ,બી,સી, ડી શિખવાડવી હોય દરેક વિષય પર ઓડિયો/વિઝ્યુઅલ મટીરિયલ લાયબ્રેરીમાં હાજર છે.

અહીંની લાયબ્રેરીની સિસ્ટમ પણ ખૂબ સરસ છે. અહીં બુક ઇસ્યુ કરાવવા માટે બુક લઇને લાયબ્રેરીના સ્ટાફ પાસે નથી જવાનું હોતુ. દરેક જગ્યાએ સેલ્ફ સર્વિસ કીઓસ્ક હોય છે જેનાથી તમારે તમારા પુસ્તકો ઇસ્યુ તમે જાતે જ કરી શકો છો. મશીનમાં આપેલા પેડ પર બુક મૂકો અને તમારું NRIC કાર્ડ  મશીનમાં નાંખો એટલે તમારી બુક ઇસ્યુ થઇ જાય. વળી તમે જે લાયબ્રેરીમાંથી બુક લીધી હોય એ જ લાયબ્રેરીમાં બુક પાછી આપવી એ જરૂરી નથી. જેમ કે મેં ટેમ્પિનીસ લાયબ્રેરીમાંથી બુક લીધી હોય તો હું બેડોક લાયબ્રેરીમાં પણ બુક પાછી આપી શકું છું. વળી બુક પાછી આપવા માટે દરેક લાયબ્રેરીમાં 24 કલાક માટે એક બારી ખૂલ્લી હોય છે જેમાં બુક મૂકી દેવાની એટલે એ તમારું કામ પતી જાય. કેટલી સુવિધા કહેવાય આ.

અત્યારે મેં SQL ની બુક લઇને વાંચવાનું ચાલુ કર્યું છે. ભવિષ્યમાં આશા રાખું કે હું આ સુવિધાનો વધૂ અને વધૂ ઉપયોગ કરી શકું.

Advertisements

5 Responses

 1. આજે જ આ બ્લોગની ખબર પડી …. અને લાયબ્રેરીની વાત સાંભળીને લખવા માટે મન લલચાઈ ગયું. મારો ડેરો એટલાંટા મુકામે છે. અહીં લાઈબ્રેરીઓનું સૌથી મોટુ સુખ છે. કોઈ જાતની ફી નથી એ તો ખરું પણ કેટલી ચોપડીઓ, સીડીઓ કે ડીવીડીઓ ‘ચેક આઉટ’ કરી શકો એની પણ કોઈ લિમિટ નથી ! બંદાના નામે હંમેશા ચાલીસ પચાસ ચોપડીઓ તો બોલતી જ હોય છે 🙂 પોતાની પાસે ન હોય તો અમેરિકાની ગમે તે લાઈબ્રેરીમાંથી શોધીને મંગાવી આપે એ અલગ.

  લાઈબ્રેરીના પ્રેમીઓને માટે આ સ્વર્ગ છે. અહીંના લાઈબ્રેરીયનને હું સુરતની લાઈબ્રેરી વિષે એક દિવસ સમજાવવા બેઠો કે અમે એક સાથે એક જ ચોપડી ‘ઈસ્યુ’ કરી શકતા અને ઈન્ડેક્ષ જેવી તો કોઈ વાત જ ન હતી. બે ચોપડી ગમી ગઈ હોય તો એક ઈસ્યુ કરાવવાની અને એક લાઈબ્રેરીમાં જ (મોટા થોથાઓની વચ્ચે) સંતાડી દેવાની જેથી પાછળથી ઈસ્યુ કરાવી શકાય ! આ સાંભળીને એ બિચારો મોંમાં આંગળા જ નાખી ગયો 🙂

 2. ધવલભાઇ,

  એટલાંટાની લાયબ્રેરીની ફ્રી સગવડો વિશે સાંભળીને થોડી અદેખાઇ આવે છે. અહીં સિંગાપોરમાં લાયબ્રેરીની સગવડો ફ્રી માં જ છે પણ એક સાથે ફક્ત 4 જ બુક/મેગેઝીન ઇસ્યુ કરાવી શકાય. જો સીડી/ડીવીડી લેવી હોય તો દર વર્ષે કંઇક 21 ડોલર જેવો ચાર્જ છે. બાકી અહીં પણ ગમે તે લાયબ્રેરીમાંથી ચોપડી મંગાવી શકાય કે જમા કરાવી શકાય છે. જો કે મને જેટલો સમય મળે છે એના પ્રમાણે મળતી સેવાઓ હાલ પૂરતી તો પર્યાપ્ત છે. આટલું વાંચવાનો પણ સમય નથી મળતો.
  બાકી મારા બ્લોગની મૂલાકાત લેતા રહેજો અને યોગ્ય લાગે તો કમેન્ટ આપતા રહેજો.

 3. ધવલભાઈની વાત સાંભળીને ખરેખર ઈર્ષ્યા આવી !! 🙂

  sql વાંચી રહ્યા હોવ અને જો MS SQL Server યુઝ કરતાં હોવ તો એક ગુજરાતી ભાઈનો બ્લોગ સરસ છે… પિનલ દવે ભાઈનો બ્લોગ છે… લિંક આ રહી – http://blog.sqlauthority.com/

 4. કૃણાલ,
  SQL શીખવું તો છે પણ એના માટે જરૂરી વાંચન હજી જોઇએ એવું ચાલુ નથી થયું. બ્લોગની લિંક બદલ આભાર.

  આજે તો મારા બ્લોગની મૂલાકાત લઇને ઢગલો પ્રતિભાવો અલગ અલગ પોસ્ટ પર આપ્યા છે. આમ જ બ્લોગની મૂલાકાત લેતા રહેશો અને અભિપ્રાયો આપતા રહેજો.

 5. ચોક્કસ… આ બ્લોગને મે ‘રીડર’ના ચાકડે ચડાવી જ દીધો છે. મારે SQLની હજુ જરૂર પડી નથી. વર્ડપ્રેસને કારણે થોડું php શીખી ગયો છું એટલું જ ઘણું છે 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: