વેલેન્ટાઇન્સ ડે

આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે છે.

Heart

આ દિવસ પ્રેમીઓનો દિવસ છે અને ખાસ કરીને પશ્ચિમી દેશોમાં આ દિવસનો ઉપયોગ લોકો પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે કરે છે. આજે સિંગાપોરમાં pink  & red was a color of the day. લોકોના હાથમાં ગુલાબના ફૂલો કે ગુલદસ્તા જોવા મળતા હતાં. અહીં ફૂલોનો ભાવ આજના દિવસે બહુ વધી જાય છે. 5 સિંગાપોર ડોલરમાં એક નાનું ગુલાબનું ફૂલ અહીં મળે અને જો થોડું શણગારેલું ફૂલ જોઇએ તો પતી ગયું ગજવામાં મોટો ખાડો પડી જાય. સારી હોટલો ડીનર માટે આ દિવસે ખાસ સેટ મીલ રાખતા હોય છે અને કપલના ડીનર માટે 100 – 200 ડોલર પડાવી લેતા હોય છે. પણ અહીંના લોકોને તો આ બધુ પોષાય પણ આપણને તો ના જ પોષાય ને. અહીંના લોકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનૂકરણ કરવામાં ગર્વ લેતા હોય છે આથી વેલેન્ટાઇન ડે ને ઉજવવામાં શા માટે પાછળ રહે? આપણે તો આવા ખાસ દિવસોએ ખાલી શણગારાયેલા મોલ અને લોકોને જોવાના, કોઇ ખાસ ઓફરોનો લાભ લેવાનો, હરવા ફરવાનું અને ખુશ થવાનું.🙂

ભારતમાં તો આ દિવસ હવે પ્રેમીઓ કરતા ગંદા રાજકારણ માટે વધારે સમાચારમાં હોય છે. જાતજાતની સેનાઓ આ દિવસનો ઉપયોગ રાજકીય રીતે પોતાનું નામ કમાવવા કરે છે. શિવસેના હોય કે રામસેના બધાં સરખાં જ છે. મને એ સમજાતું નથી કે સેનાઓને આ દિવસ સાથે શું વિરોધ છે? સ્વતંત્ર રાષ્ટ્રમાં હાથોમાં ફૂલ, ટેડી બિયર કે ફૂગ્ગા લઇને ફરવું એ શું ગુનો છે? ભારતમાં હજી પણ જાહેર જીવનમાં લોકોનો વ્યવ્હાર શિષ્ટ જ હોય છે અને લોકો પશ્ચિમી દેશોની જેમ જાહેરમાં પોતાનો પ્રેમ અભિવ્યક્ત નથી કરતા હોતા. પછી આ કહેવાતી સેનાઓને શું સમસ્યા છે એ મને નથી સમજાતું. હું જ્યારે 1994માં પહેલી વાર મુંબઇ ગયો હતો ત્યારે એ દિવસે વેલેન્ટાઇન ડે જ હતો અને મુંબઇમાં એ મારો પહેલો દિવસ મને કાયમ યાદ રહેશે. એ દિવસોમાં શિવસેનાને આ દિવસનો વાંધો નહોતો અને લોકો મુક્તમને આ દિવસની ઉજવણી કરતા હતા. મને ખરેખર એ દિવસે મુંબઇમાં લાગ્યું હતું કે Love is in the air. અને એ દિવસનો વેલેન્ટાઇન ડે નો માહોલ મારા દિલ દિમાગ પર મુંબઇ વિશે એક અમીટ છાપ છોડી ગયો. હવેના દિવસોમાં આ પ્રકારનો માહોલ મુંબઇમાં જોવા જ નથી મળતો અને મને ખરેખર એ વાતનું દુ:ખ છે. ભારત દેશમાં સમસ્યાઓની કોઇ કમી નથી અને કહેવાતી સેનાઓ વેલેન્ટાઇન ડે ના વિરોધ કરવા સિવાય આ સમસ્યાઓ પર ધ્યાન આપે તો વધારે સારુ. ભારત એક લોકશાહી દેશ છે અને કહેવાતી આ સેનાઓ આ સત્યને સમજે તો સારું.
વેલેન્ટાઇન ડેના સંદર્ભમાં Glen Medeirosનું  મારી પસંદગીનું એક અંગ્રેજી ગીત નીચે છે. આજના દિવસ માટે આ ગીત એકદમ યોગ્ય છે. આ ગીત મારું ખૂબ જ પસંદગીનું રોમાન્ટિક ગીત છે.

સર્વને વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ……

Rose

2 Responses

  1. આ મારું પણ પ્રિય ગીત છે! એટલે કે કોલેજનાં દિવસોનું😛

  2. Reblogged this on મારી રોજનીશી and commented:

    આવતી કાલે વેલેન્ટાઇન્સ ડે છે. પ્રેમની અભિવ્યક્તિનું પર્વ.

    અમુક ગુજરાતી બ્લોગ પર આ દિવસ વિશે એવી અભિવ્યક્તિ થઇ છે કે આ દિવસ ઉજવનારા લોકો મૂર્ખાની જમાતમાં ખપે છે. આ લોકો “અમે રહી ગયા” અથવા તો “દ્રાક્ષ ખાટી છે” વાળા વર્ગમાં આવતા હોય છે જ્યારે જે લોકો ખરેખર “લઇ ગયા” / “લઇ જવાની તૈયારીમાં હોય” એ વર્ગના લોકો તો આ દિવસને કંઇ રીતે ધૂમધામથી ઉજવવો એની તૈયારીમાં પડ્યા હોય છે.

    મારા મતે તો આ દિવસ ઉજવવો કે ના ઉજવવો એ વ્યક્તિગત પસંદગીનો છે. આવતી કાલે જે પણ વ્યક્તિઓ પ્રથમ વખત પ્રેમની અભિવ્યક્તિ કરવાના છે એ બધાંને શુભેચ્છાઓ. જે વ્યક્તિઓ હજી પણ કિંકર્તવ્યમૂઢ બની વિચારી રહ્યા છે કે આગળ વધવું કે ના વધવું એમને મારા તરફથી એક ધક્કો.

    સર્વેને વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: