સિંગાપોર બજેટ – 2009

આજે  સિંગાપોરના નાણામંત્રી થર્મન ષણમુગરત્નમે વર્ષ 2009 – 2010 માટેનું અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કર્યું. આજકાલના વૈશ્વિક મંદીના જમાનામાં દરેકને સરકાર પાસેથી કંઇક મદદની આશા હોય એ વ્યાજબી છે. જો કે અહીંના લોકોને કાયમ સરકાર પાસેથી જ બધી આશાઓ હોય છે. નાની મોટી દરેક મૂશ્કેલીઓમાં મદદ માટે અહીંના લોકોનું સરકાર પર અવલંબન ઘણું બધું છે. હું એ સમજી નથી શકતો કે આ અવલંબન યોગ્ય છે કે અયોગ્ય પણ સરકાર જો પ્રજાનું ધ્યાન રાખે તો એ આમ તો સારુ જ કહેવાય. સિંગાપોર હાલમાં બરાબર મંદીની ચપેટમાં છે. ક્રેડિટ સ્યુઝના અહેવાલ મુજબ અહીં લાખો લોકો રોજગારી ગુમાવે એવી શક્યાતા છે અને આ લોકો સિંગાપોર છોડીને જતા રહે એવી શક્યતા છે.આથી મંદીને ધ્યાનમાં રાખીને જ આ વર્ષે સરકારે અંદાજપત્રમાં અમુક રજૂઆતો કરી છે. આમાની અમુક રજૂઆતો નીચે મુજબ છે અને (સિંગાપોર બજેટ) સાઇટ પર જોઇ શકાય છે.

  • CPF માં યોગદાન કરનાર દરેક employee માટે દર મહિને સરકાર તરફથી 300 s$ની કેશ સહાય employer માટે. (આ એક ખૂબ જ અગત્યની જાહેરાત છે અને આ જાહેરાત થકી સરકાર લગભગ 10% જેટલો employeeનો પગાર આપવાની બાંહેધરી લે છે આથી employer માટે આ સીધીરોકડ સહાય છે. આમ કરવા પાછળનો હેતુ લોકોની નોકરીઓને બચાવવાનો છે. અત્યારે દરેક employer cost cutting માટે પોતાના કર્મચારીઓને છૂટા કરવાનું વિચારે છે. આ રોકડ સહાય થકી કદાચ થોડી નોકરીઓને બચાવી શકાય. )
  • 20% છૂટ પર્સનલ ઇન્કમ ટેક્ષમાં
  • કોર્પોરેટ ટેક્ષમાં 1% નો ઘટાડો (18% થી ઘટાડીને 17%)
  • જે લોકોએ વર્ષ 2008માં નોકરી ગુમાવી છે એ લોકોને પોતાનો ઇન્કમ ટેક્ષ આગલા 24 મહિનામાં ભરવા માટે અપાયેલી મુદ્ત
  • પ્રોપર્ટી ટેક્ષમાં 40% જેટલી છૂટ
  • GST Offset package grant અને senior citizen bonus ની રક્મ બમણી કરાઇ

પણ નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી રાહતની મોટા ભાગની દરખાસ્તો માત્ર અને માત્ર સિંગાપોરના નાગરિકો માટે જ લાગુ પડે છે. અહીંના રહેવાસીઓ એટલે કે permanent residents માટે કોઇ ખાસ રાહત નથી. મને એ ખબર નથી પડતી કે સરકાર આવું કેમ રાખે છે. સિંગાપોરનું આખું અર્થતંત્ર એ બહારથી આવેલા લોકો પર નભે છે. સરકાર આ લોકો પર જ ટેક્ષ નાંખીને સિટીઝનો માટે સગવડો આપે છે. જો આવું જ રહેશે તો કોણ સિંગાપોરમાં કામ કરવા અને રહેવા માટે આવશે? અહીંની સરકારને બહારથી આવીને કામ કરતા લોકોના ટેક્ષની, CPFના ડોલરની અને સ્કિલની જરૂરિયાત છે પણ આ જ બહારથી આવેલા લોકોને કોઇ ફાયદા નહીં આપવાના. સગવડો બધી સિટીઝનોને આપવાની અને જ્યારે કોઇ એમ પૂછે કે આવું કેમ તો સરકાર એમ કહે કે લઇ લો રેડ પાસપોર્ટ તો તમને પણ બધાં લાભ મળશે. છે ને મસ્ત જવાબ.

આ સંદર્ભમાં મને મારો એક અનુભવ યાદ આવે છે.

હું જ્યારે સિંગાપોર આવ્યો ત્યારે મકાનનાં ભાડા કંઇ બહુ હતા નહીં અને એ વખતે સિંગાપોરની ઇકોનોમી પિક અપ કરી રહી હતી. મારા આવ્યાના 6 મહિનાની અંદર તો ભાડા લગભગ ડબલ થવા લાગ્યા. આવા વખતે અમારા બ્લોકમાં અમારા વિસ્તારના MP રહીશોની મૂલાકાતે નીકળ્યા હતા. મારા ઘરે તેઓ આવ્યા ત્યારે એમણે મને ફોર્માલિટી ખાતર પૂછ્યું કે સિંગાપોર કેવું લાગે છે? આગળ શું પ્લાનિંગ છે? વગેરે વગેરે… ત્યારે મેં કહ્યું કે આમ તો બધું બરોબર છે પણ ભાડા વધતા જાય છે એના લીધે બચત ઘટતી જાય છે. તો MP સાહેબે તો ખૂબ ઠંડા કલેજે કહી દીધું કે ભાડું ના આપવું હોય તો લઇ લો રેસિડેન્ટશીપ અને ખરીદી લો મકાન. બોલો હવે શું કહેવું? રેન્ટલ માર્કેટને કાબૂમાં રાખવા સરકારે કશો પ્રયત્ન નથી કર્યો પણ પ્રોપર્ટીના રેટને ઘટતા અટકાવવા સરકાર બધું કરે છે.  અહીં સરકાર દરેક નાની મોટી બાબતોમાં પોતાનો જાપ્તો રાખીને બેઠી હોય છે અને લોકો પાસેથી પૈસા કઢાવવાના પેંતરા કરતી હોય છે. ગુડ્ઝ અને સર્વિસ ટેક્ષ 5% થી વધારીને 7% કરી નાંખ્યો અને એના બદલે સિટીઝનોને ઓફસેટ પેકેજ રૂપે વાર્ષિક 200-500 ડોલરની આર્થિક સહાય ત્રણ વર્ષ માટે આપવાનું નક્કી કર્યું પણ રેસિડન્ટ લોકો માટે કોઇ રાહત નહીં. અહીંની લગભગ 5 મિલીયનની વસ્તીમાંથી લગભગ અડધી વસ્તી બહારથી આવીને વસેલી છે અને મહદઅંશે આ બહારના લોકો દ્વારા અપાતા ટેક્ષમાંથી અને CPFના ડોલરમાંથી જ સરકાર કમાય છે તેમ છતાં આ લોકો તરફ ઓરમાયું વર્તન કરવાનું.બસ એક જ નીતિ કે બહારથી આવેલા લોકોને વટલાવવા (એટલે કે રેસિડેન્ટશીપ કે સિટીઝનશીપ લેવા મજબૂર કરી દેવા) અને એમના ગજવામાંથી ડોલર સેરવી લેવા.

Advertisements

One Response

  1. સિંગાપોર સરકાર ને વસ્તી વધારવી છે એના માટે કંઈક તો કરવું જ પડે ને? જો પીઆર અને સિંગાપોરીઅનને સરખી સુવિધાઓ આપે તો સિંગાપોરનાં નાગરીક કોણ બને? સિંગાપોરનાં નાગરીક બની જાઓ – કંઈ ગુમાવવાનું નથી – હવે તો ભારત સરકાર OCI આપે છે એટલે સિંગાપોરનાં નાગરીક હો તો પણ જેટલા વર્ષ ભારતમાં રહેવું હોય / કામ કરવું હોય તો પણ કરી શકાય – હા ત્રણ વાત ન કરી શકાય (1) ચૂંટણીમાં મતદાન (2) ચૂંટણીમાં ઉમેદવારી અને (3) સરકારી નોકરી – પણ એના સિવાય બીજી બધી રીત તમે ભારતનાં નાગરીક હો કે NRI તરીકે OCI હોય તો કંઈ ફરક નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: