2જો જન્મદિવસ

આજે રુહીને 2 વર્ષ પૂરા થયાં. મારો ટાઉ દિકરો હવે મોટો થતો જાય છે. Daddy dearest એ જન્મદિવસની ભેટરૂપે એને tricycle લાવી આપી છે. બસ હવે નવો ધંધો મળી ગયો છે એટલે આખો દિવસ સાયકલ લઇને ઘરમાં અને બહાર આમતેમ ફર્યા કરે છે.

DSC00149          DSC00147

હું બીજા છોકરાઓના મા બાપની જેમ રુહીનો જન્મદિવસ કેક કાપીને કે પાર્ટી રાખીને નથી ઉજવતો. કદાચ એવું કરવું એ મારા વ્યક્તિત્વમાં નથી. આજે રુહીની સાથે મંદિરે ગયા હતા અને રુહીના સારા જીવન માટે પ્રાર્થના કરી હતી. હવે રુહીને પણ જે જે કરતા આવડે છે. આટલા નાના છોકરાઓ આટલી સરસ રીતે જે જે કરે તો ભગવાન તો રાજી રાજી જ થઇ જાય. મંદિરમાં એને તો મઝા પડી ગઇ.

જેમ જેમ રુહી મોટી થતી જાય છે એમ ધમાલ વધતી જાય છે. ટપોરી થતી જાય છે. બૂમાબૂમ કરવી, ગમે ત્યાં ચઢી જવું, આખો દિવસ ધમાલ કરવી એ જ ચાલતું હોય છે. નીચે ટાઉનો હાલમાં લીધેલો એક જક્કાસ ફોટો છે.

DSC00144           DSC00146

રુહીને જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અંતરના આશીર્વાદ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: