ઇન્ડિયા ડાયરી – શ્રધ્ધાનો વિષય છે…..

શ્રધ્ધાનો વિષય છે,પૂરાવાની ક્યા જરૂર છે. કુરાનમાં તો પયગમ્બરની સહી નથી……

આ પંક્તિઓ કોની છે એ તો ખ્યાલ નથી પણ આપણા ભારતીયોના સંદર્ભમાં એકદમ યોગ્ય છે. આપણા ઇન્ડિયામાં અંધશ્રધ્ધા એટલી છે કે પથ્થર એટલા દેવ પૂજાય છે. ભગવાન પર શ્રધ્ધા રાખવી એ ખૂબ જરૂરી છે પણ અંધશ્રધ્ધા ખોટી વસ્તુ છે. આવા જ કેટલાક અનૂભવો મને મારી ઇન્ડિયાની મૂલાકાત વખતે થયા.

અમે લોકો કૂળદેવીમાતાના દર્શન કરવા માટે ચોટીલા ગયા હતા. ચોટીલા માતાના દર્શન કરવા માટે દાદરા ચઢીને પર્વત પર દર્શન કરવા જવું પડે છે. હવે બન્યું એવું કે દાદરા જ્યાંથી શરૂ થાય છે ત્યાં એક ગાય આવી ગઇ અને લોકો આ ગાયને દેવીમાતા સાથે જોડીને પૂજવા લાગ્યા. આપણા દેશમાં ગાય માતા તરીકે પૂજાય છે એ વાત બરાબર પણ આ જ ગાય જો બીજી કોઇ જગ્યાએ ઉભી હોત તો લોકોએ એને મારીને ક્યારની ભગાવી દીધી હોત. પણ ગાય મંદિરના દાદરા પાસે હતી એટલે પૂજાવા લાગી.

બીજી એક જગ્યાએ મેં એક હવન કુંડ જોયો. આપણા દેશમાં બધાં હવન કુંડની રાખને હવન બાદ લેતા હોય છે અને માથા અને કપાળ પર લગાવતા હોય છે. અહીં પણ બધાં લોકો હવનકુંડની રાખને પોતાના માથા પર અને કપાળ પર લગાવતા હતા. પણ મેં જોયું કે એ કોઇ હવન પછીની રાખ નહોતી. એ હવન કુંડમાં તો મેં જોયું કે મંદિરના માણસો અગરબત્તીના ખાલી પેકેટો અને બીજો કચરો સળગાવતા હતા. આપણી પ્રજા આ બધું નજર સામે જોવા છતાં પણ રાખ તો લગાવતા જ હતાં. હવે આને શું કહેવું?

ઘણી બધી વસ્તુઓ આપણે (જેમાં હું પણ આવી ગયો) શ્રધ્ધાથી કરતા હોય છે પરંતુ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે જે આપણે સમજવી જોઇએ.

Advertisements

4 Responses

  1. ભાઈ શ્રી, આપનો આ વિચાર હુ મારા બ્લોગ ઉપર મુકુ તો ચાલશે ને? મને ખુગ ગમ્યુ.

  2. રાજેશભાઇૢ,
    તમે લિંક સાથે આ વાતને પ્રસ્તુત કરી શકો છો.

  3. શ્રધ્ધાનો વિષય છે,પૂરાવાની ક્યા જરૂર છે. કુરાનમાં તો પયગમ્બરની સહી નથી……

    પહેલા તો આ પંક્તિ ‘જલન માતરી’ની છે.અને દિનેશ પંચાલનો બીજો શેર પણ યાદ આવ્યો..

    અંધશ્રદ્ધાનો જો વિશય હોય તો પૂરાવાની જરુર પળેપળ છે,
    ઝાંઝવાથી પ્યાસ ન બુઝાય તો સિદ માનીયે કે જળ છે.?

    -તમારો લેખ એટલે કડવુ સત્ય.ગાય ઘરે આવે ત્યારે રોટલી આપીને ભગાડી દે છે.પછી શ્રાવણ મહિનામાં ગૌ પૂજન કરવાનું હોય ત્યાંરે ગાયને ઘસેડીને-બાંધીને તેની પૂજા કરે છે. 🙂

  4. ROFL..

    એ ભેદ્ રેખાની લોકોને જાણ હોવા છતાં સ્વીકારતાં જીવ કચવાતો હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: