तारे जमीन पर

છેલ્લા કેટલાક સમયથી એક ચલચિત્ર ખૂબ જ ચર્ચામાં છે અને એ છે “तारे जमीन पर”. આ ચલચિત્ર આમીર ખાન દ્વારા નિર્મિત છે. આમીર ખાન એ કાંઇક અલગ જ માટીનો કલાકાર છે અને એની કામ કરવાની ઢબ અલગ જ છે. આમીર ખાનના અંગત જીવનમાં ભલે ગમે તેવા લોચા હોય પરંતુ એ બોલીવુડમાં સૌથી અદનો કલાકાર છે.

tzp.jpg 

આ ચલચિત્ર એ આજના સમયના એક ખૂબ જ સળગતા સવાલને વાચા આપી છે અને એ છે નાના બાળકો પાસેથી રાખવામાં આવતી અધધધ આશાની. આજકાલનો જમાનો બહુ સ્પર્ધાનો છે. બળિયાના બે ભાગ અને survival of fittest એ આજના જમાનાની કડવી વાસ્તવિકતા છે. આજકાલ દરેક મા બાપ પોતાના બાળકને ડોક્ટર, ઇજનેર કે અન્ય કોઇ ટેકનિકલ લાઇનમાં નાંખવા માંગતા હોય છે પણ મા બાપ એ ભૂલી જતા હોય છે કે દરેક બાળક ડોકટર કે ઇજનેર ના બની શકે. બાળકોની પણ બૌધ્ધિક કે શારિરીક ક્ષમતા હોય છે જેનાથી એ વધારે ના કરી શકતું હોય. વળી બાળકને રસ હોય કે ના હોય એના પર પોતાના સપનાનો બોજ મા બાપ લાદી દેતા હોય છે.  આ બધા કારણોસર મા બાપ અને છોકરા બન્ને પોતાની સામાન્ય જીંદગી નથી જીવી શકતા. છોકરા બિચારા મા બાપની ઇચ્છાઓનો ભાર ના ઉપાડી શકે અને પોતાના રસ પ્રમાણે ના કરી શકે એટલે કાયમ સૂનમૂન રહે અને મા બાપ પોતાનો છોકરો કેમ Super Human નથી એના લીધે અપસેટ રહ્યા કરે.

આજ કાલ છોકરાઓનું બાળપણ તો ભણતરના બોજ તળે અને co carriular activities ના બોજ તળે દબાઇ ગયું છે. મને ઘણી વખત એ વિચાર આવે છે કે અમે જ્યારે નાના હતા ત્યારે કેટલું નીચે ભાઇબંધો મળીને રમતા હતા. જ્યારે આજ કાલ તો છોકરાઓને રમવાનું શું હોય છે એ ખબર જ નથી. છોકરા સ્કૂલથી આવે એટલે એમને ટ્યુશનમાં જવાનું હોય અને ટ્યુશનથી આવે પછી કોઇ સ્કેટીંગ, સ્વિમીંગ વગેરેના ક્લાસમાં મા બાપ જોતરી દે. અને જો કદાચ આ બધાંમાંથી થોડો ટાઇમ મળે તો પણ કાર્ટૂન જોવા ટીવી સામે ગોઠવાઇ જતા હોય છે. ખૂલ્લી જગ્યામાં જઇને રમતો કંઇ રીતે રમાય અને કુદરતી રીતે આનંદ કઇ રીતે પમાય એ તો આજકાલના છોકરાઓને કદાચ ખબર જ નથી. ધરતીના ખોળે રમવાનું સુખ કદાચ આજકાલના બાળકોના નસીબમાં જ નથી.

“तारे जमीन पर” ચલચિત્રના લીધે ઘણાં માબાપની કદાચ આંખ ઉધડી હશે. કદાચ આ ચલચિત્ર દરેકના જીવનને સ્પર્શે છે એટલે જ કદાચ આ ચલચિત્ર આટલું સફળ થયું છે. મા બાપ પોતાના બાળકની ક્ષમતાને જાણે અને બાળકની ઇચ્છા અને ક્ષમતા મુજબ પોતાના સપના સજાવે તો એ વધુ યોગ્ય રહેશે. “મા…” ગીત જે આ મૂવીમાં છે એ ખરેખર અદભૂત છે. બાળકના દિલનો ચિતાર આ ગીતમાં ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે.

ગઇ કાલે ફિલ્મફેર એવોર્ડમાં પણ આ ચલચિત્ર માટે આમીર ખાનને best director નો એવોર્ડ પણ મળ્યો. આમીર ખાનને ખૂબ ખૂબ અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: