મેટ્રો અને મુંબઇ

આજ ઘણા સમય પછી બ્લોગ પર મન ખોલીને લખવાનો અવસર મળ્યો છે.. કહેવાય છે ને કે “मौका भी है, दस्तूर भी है”. मौका એટલા માટે કે છેલ્લા કેટલાક સમયથી ઓફિસથી મોડું ઘરે આવવાનું થતું હતું અને સમયના અભાવે કઇ લખી નહોતું શકાતું. થોડી તબિયત ખરાબ હોવાથી શુક્રવારે રજા લીધી હતી અને 3 દિવસનો લાંબો વીકએન્ડ મળી ગયો. આ 3 દિવસમાં આરામ કરવાનો જ વિચાર હતો. વળી ઘણા સમયથી કોઇ જ મૂવી નહોતી જોઇ એટલે શુક્રવારે VCD લઇ આવ્યો.

મૂવીની બાબતમાં મારુ એવું છે કે મૂવી રિલીઝ થાય એ પહેલા એના પ્રોમો પરથી જ હું નક્કી કરી લઉ છું કે મૂવી જોવું કે નહીં. જો જોવાનું નક્કી કર્યું હોય તો મૂવી પછી ગમે એટલો ખરાબ રીવ્યુ કેમ ના હોય તો પણ જોઇને જ રહું છું. હવે બહુ ચીલાચાલુ મૂવી જોવાનું મન નથી થતું. ક્યાં તો કોઇ હાર્ડ હીટીંગ મૂવી હોવી જોઇએ અથવા કોમેડી મૂવી હોવી જોઇએ તો જ મઝા આવે છે.

આ વખતે “હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમીટેડ”, “ફૂલ એન્ડ ફાઇનલ”, “મેટ્રો” અને “નિ:શબ્દ” આ ચાર મૂવી જોઇ. સૌથી વધારે મઝા જો કે મેટ્રો મૂવીમાં આવી. મહાનગરમાં રહેતા લોકોની જીંદગીના તાણાવાણાને દર્શાવતી આ મૂવી છે. આ ટાઇપની મૂવીની આમ તો મધુર ભંડારકર જેવા સર્જક પાસેથી જ આશા રાખી શકાય કારણ કે મધુરની દરેક મૂવીમાં એ જીંદગીના જુદાજુદા પહેલુની વધુ ને વધુ નજીક જઇને લોકો સમક્ષ મૂકે છે. અંગ્રેજીમાં એને કહેવાય કે representing the darker side of life.

 

મેટ્રોમાં મહાનગર મુંબઇમાં રહેતા કેટલાક લોકોની જીંદગીનો ચિતાર આપવાનો પ્રયત્ન કર્યો છે. આજકાલ લોકો પોતાના સપના અને રૂપિયા પાછળ જ ભાગતા રહે છે અને અંતે જીંદગીના આ રેટ રેસમાં ભાગી ભાગીને જ્યારે માણસ થાકી જાય છે અને क्या खोया क्या पाया નો હિસાબ માંડે છે ત્યારે ખબર પડે છે કે મેળવ્યા કરતા ગુમાવ્યું વધારે છે. માણસને જીવવા માટે રૂપિયા નહી (રૂપિયા પણ આમ તો જરૂરી જ છે  🙂 )પરંતુ લાગણી અને હૂફની જરૂર હોય છે. જો આ પ્રેમ અને હૂફ તેને યોગ્ય રીતે ના મળે તો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે માણસ આ પ્રેમ અને હૂંફ શોધી લે છે. પછી એ શરાબના નશામાં હોય કે ગર્લફ્રેન્ડની બાહોમાં હોય કે પછી પરણેત્તર સંબંધો દ્રારા. આવા સંજોગોમાં વાંક ક્યા કોનો કેટલો છે એ નક્કી કરવું ખૂબ અઘરું હોય છે. દરેક માણસની પોતાને એક પ્રાઇવેટ જીંદગી હોય છે. દરેક માણસની પોતાની emotional જરૂરિયાત હોય છે. બસ આ થીમ પર જ મેટ્રો મૂવી છે.

મેટ્રો મને એટલા માટે પણ વધારે ગમી કે એને જોઇને મારો મુંબઇ પ્રત્યેનો પ્રેમ  એ ફરી દિલમાં અંગડાઇ લઇને બેઠો થઇ ગયો. 12મા ધોરણમાં હતો ત્યારે હુ પહેલી વાર મુંબઇ ગયો હતો. અને ત્યાર બાદ મુંબઇની દરેક વિઝીટથી મારો મુંબઇ પ્રત્યેનો પ્રેમ વધુ ને વધુ જવાન થતો ગયો છે. અમદાવાદમાં જ્યારે નોકરી કરતો ત્યારે પણ મુંબઇ તો લગભગ 2-3 મહીને એક વખત ટ્રીપ થઇ જ જતી હતી. દરેક વિઝીટમાં મુંબઇને વધારે અને વધારે નજીકથી ઓળખતો થઇ ગયો. પછી તો કાયમી મુંબઇમાં જ જોબ લઇ લીધી. લગભગ જેને પણ કહુ એને મારો મુંબઇ પ્રત્યેનો આ લગાવ અજુગતો જ લાગે છે. પણ જો એ માણસ પણ 2 વર્ષ મુંબઇમાં રહી લે તો એનાથી પણ મુંબઇ છૂટતુ નથી. મુંબઇની છોકરીઓને લગ્ન માટે પણ મુંબઇનો જ છોકરો જોઇતો હોય છે કારણ કે મુંબઇની લાઇફસ્ટાઇલ જ એવી છે કે એક વાર એ લાઇફસ્ટાઇલમાં સેટ થઇ જાઓ તો પછી બીજે ક્યાયની લાઇફ સ્ટાઇલ તમને સેટ ના થાય. ભલે ધર નાના હોય, ભલે લોકલ ટ્રેનોમાં જગ્યા ના હોય, ભલે તમારા 50 લાખના ઘરની સામે ઝૂપડપટ્ટી હોય, ભલે રોજ તમે મુંબઇના ટ્રાફિકને ગાળો આપતા હો પણ મુંબઇ કોઇનાથી છૂટતું નથી. મહીને લાખ રૂપિયા કમાનાર માણસ પણ સવારના પહોરમાં ગળામાં ટાઇનો પટ્ટો બાંધીને અડધી બોટલ પરફ્યૂમની મારી (બાકીની અડધી બોટલ ટ્રેનમાંથી ઉતરીને ખલાસ કરવાની) ટ્રેનમાં લટકતો લટકતો જતો હોય છે. પણ દરેકને એમ થાય કે આટલી હાડમારી છતા માણસ શા માટે મુંબઇમાં રહે છે (અથવા તો સહે છે).. કારણ ક્દાચ એ જ છે કે મુંબઇ બધાને રોટલી આપી રહે છે. બિહારથી ખાલી લુંગી ને બંડી પહેરીને આવેલો માણસ પણ પોતાની મહેનતના દમ પર કમાઇ લે છે અને 500-1000 જેવા એના ગામમાં પણ પોતાના પરિવાર માટે મોકલાવી શકે છે. આજ માણસ પોતાના વતનમાં ભૂખે મરતો હોય છે. Mumbai is a sea of opportunities (same like Singapore is city of Possibilities). જે માણસ મુંબઇમાં પેટીયું ના રળી શકે એ મારા મતે કદાચ બહુ ખરાબ કિસ્મતવાળો હશે અથવા તો એ ભાઇમાં કઇ કરવાની ત્રેવડ જ નહી હોય. એટલે જે માણસોને જીવવા માટે સંઘર્ષ કરવાનો હોય છે એ માણસો આ કારણોસર મુંબઇને વળગીને રહે છે.

બીજુ એ છે કે મુંબઇની લાઇફમાં એક buzz છે. મારા ખ્યાલથી Mumbai breathes the air of difference. જેવા તમે મુંબઇના સ્ટેશન પર પગ મૂકો તમારા પગ આપોઆપ દોડવા મંડશે. દરેક માણસની પોતાની એક આગવી જીંદગી જીવવાની રીત હોય છે. અહીં માણસ પોતાના સપનાને આકાર આપી શકે છે. જે વિચાર બીજી કોઇ જગ્યાએ માણસને ગાંડામાં ખપાવે એ જ વિચાર માણસને મુંબઇમાં સફળતાના શિખરો સર કરાવે છે. માણસ જેટલી ઉંચાઇ સુધી જોવાની હિમત કરે મુંબઇ એને એટલી ઉંચાઇ સુધી પહોંચાડી શકે છે. તક માણસને અહીંયા ભરપૂર મળે છે. જો કે આજકાલ બીજા નાના સિટીમાં પણ તક મળી રહે છે પણ જો તમારા વિચારો થોડા હટ કે હોય તો પછી મુંબઇ પહોંચી જાઓ.

મેટ્રો મૂવીના અમુક સંવાદો મને ખૂબ ગમ્યા જેમ કે,

तलाश कभी खत्म नही होती लेकिन आदमी का समय जरूर खत्म हो जाता है…

घर बनाने के लिये लोन तो ले ली, पर हमारी जिंदगीया हमने गिरवी रख दी… 2 रूम वाला मकान तो बना दिया लेकिन उसको घर नही बना सके…

मैं यहा रेस जितने के लिये दौड रहा हू, कोइ मोर्निंग वोक करने के लिये नही आया हू…

ये शहर जितना देता है, उससे कही ज्यादा ले लेता है …… (જો કે હુ આ વાતથી બિલકુલ સહમત નથી)

આ મૂવી જોઇને એક સવાલ કદાચ દરેકને થાય કે શુ દરેકને પોતાની જીંદગી પોતાની રીતે જીવવાનો અધિકાર છે કે પછી માણસ આખી જીંદગી પોતાની જાતને જવાબદારીના બોજ તળે દબાવીને સાચા અને ખોટાનો અને જવાબદારીઓનો વિચાર કરતા કરતા રિબાયા કરે… બહુ અઘરો સવાલ છે. મારી પાસે તો જવાબ નથી આ ઘડીએ.

છેલ્લે છેલ્લે મ્યુઝીક પણ મૂવીનું ખૂબ સરસ છે. દરેક ગીત મૂવીમાં પ્રસંગોચિત્ત છે.

Advertisements

One Response

  1. […] At home also I spent some good time. I saw few movies which are quiet close to my heart. To name a few, I saw DDLJ, Life in Metro, Kabhi haan kabhi naa, Aashiqui, Phir teri kahani yaad aayi, etc. (All these movies are my fav and I can write at least one post for each movie except DDLJ coz on that I can write a book . Infect, one post is already there on my blog on “Life in Metro”). […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: