શું ઇચ્છા દુ:ખની મા છે?

જ્યારે મેં 2500 રૂપિયામાં શરૂઆત કરી હતી ત્યારે એમ થતું કે જો 5000 રૂપિયા કમાઇએ તો સારું. રવિવારે પૈસાની ચિંતા વગર હરી ફરી શકાય અને બીજા મઝા થઇ શકે. પછી 5000 કમાતા થયા એટલે થયું કે જો 10000 કમાઇએ તો સારું. મોબાઇલ લઇ શકીએ અને ભવિષ્ય માટે થોડું વિચારી શકીએ. પછી 10000 કમાતા થયા તો થતું કે સાલું 20000 જેવું કમાઇએ તો સારું.. ગાડી લઇ લઇએ અને એક સ્ટેટસ બની જાય. આજે પણ એક તબક્કે પહોંચ્યા બાદ પણ મનની ઇચ્છાઓને હું સંતોષી નથી શક્યો કારણ કે એક ઇચ્છાની પૂર્તિ થતાં પહેલાં જ બીજી ઇચ્છાઓ જાગી જાય છે.  જો કે જીવનના વિવિધ તબક્કે થયેલી આ ઇચ્છાઓ મારા માટે પ્રેરકબળ બની અને મને ઉત્તરોત્તર પ્રગતિ કરવામાં મદદ કરી છે.

એમ કહેવાય છે કે ઇચ્છા દુખની મા છે. આ વસ્તુ  આમ તો સાચી છે પણ કદાચ અર્ધસત્ય છે. જો માણસમાં ઇચ્છાઓ નહીં જાગે તો માણસ આગળ ક્યારેય નહીં વધી શકે. જો ઇચ્છાઓ નહી જાગે તો જીંદગી આખી એકધારી નીકળી જશે. જેમ વાહનને આગળ વધવા માટે ઇંધણની જરૂર છે એમ માણસને પણ જીંદગીમાં આગળ વધવા માટે ઇચ્છારૂપી ઇંધણની જરૂર છે. આંખોમાં જો સપના હશે તો તમારા પગમાં જીંદગીની સફરમાં આગળ ડગ માંડવાનું જોમ મળશે. માટે  જ ઇચ્છાઓ અને આંખોમાં રહેલા સપનાનું ખૂબ મહત્ત્વ છે.

આ જ ઇચ્છાઓ દુખનું કારણ ત્યારે બની જાય છે કે જ્યારે ઇચ્છાઓ પૂરી ના થવાના અફસોસો માણસ રાખે. જરૂરી નથી કે તમે કરેલી દરેક ઇચ્છાઓ પૂરી થાય જ. આંખોમાં સપનાં આંજી તેને પૂરા કરવાના પ્રયત્નો કરવા જરૂરી છે પણ જો તે સપનાં પૂરા ના થાય તો દુખી ના થવાનું હોય. એક શેર યાદ આવી જાય છે કે  

बनानेबालेने कमी ना की, अब किसको क्या मिला वो मुकद्दरकी बात है

મતલબ કે માણસને પોતાના ભાગ્યથી વધારે ક્યારેય કશું મળતું નથી. ટૂંકમાં ઇચ્છાઓ રાખો પણ તેને તમારા દુખની મા ના બનવા દો.  હતાશાના સમયમાં તમારી જાતને વધૂ સંઘર્ષ કરવા માટે તૈયાર કરો. કદાચ જીવનના સંઘર્ષોમાં જ જીવનની મઝા છે. પરિશ્રમથી તમારા પ્રારબ્ધને જીતવાની કોશિશ કરતા રહો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: