શરદપૂનમ

શરદપૂનમની આમ તો કોઇ ખાસ યાદો છે નહીં. મુંબઇમાં લોકો શરદપૂનમ રાત્રે ધાબા પર ભેગા થઇ ઉજાણી કરતા, દૂધ-પૌઆ ખાતા અને થોડી રમતો રમતાં. અમદાવાદમાં ગરબા રમતા અને વીતેલી નવરાત્રિની રાતોને યાદ કરી લેતાં. પરંતુ શરદપૂનમ ક્યારેય એટલો મહત્વનો દીવસ તો હતો જ નહીં. સિંગાપોર આવ્યા પછી શરદપૂનમ જેવું ભૂલી જ જવાનું હોય. પણ આ વખતે સિંગાપોરમાં ઉજવેલી શરદપૂનમ કાયમ યાદ રહેશે.
આ વખતે ટેમ્પીનીસમાં જ શરદપૂનમના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કદાચ 3-4  વષૅ  મન મૂકીને રાસ રમ્યો. પ્રોગ્રામ ખૂબ જ સુંદર રીતે આયોજિત હતો. ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લઇને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો. સિંગાપોરમાં આટલા ગુજરાતીઓ વસે છે એ હવે ખબર પડી.

Advertisements

One Response

  1. મેં ગઈકાલે મારો બ્લોગ ગુજરાતીમાં બનાવ્યો (http://vartalaap.wordpress.com). મને એમ કે સિંગાપોરથી ગુજરાતીમાં બ્લોગ લખનાર હું સૌ પ્રથમ છું – પણ એ શ્રેયતો તમને છે. સરસ બ્લોગ છે તમારો. તમે ટેમ્પીનીસમાં રહો છો એટલે અમારા લગભગ પડોશી છો!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: