There is no free meal in the world

વ્યવહારમાં આપણે ઘણી વખત આ અંગ્રેજી વાક્ય "There is no free meal in the world”નો ઉપયોગ કરતા હોઇએ છીએ. એનો મતલબ છે કે દુનિયામાં દરેક વસ્તુની કિંમત હોય છે અને મફતિયું કશું નથી મળતું. નીચે મૂકેલ વિડીયોને આ વાક્ય એકદમ બરાબર લાગુ પડે છે.

 

Feeding Jaguar in Singapore Zoo

આ વિડીયો મેં સિંગાપોર ઝૂની મૂલાકાત દરમ્યાન લીધો હતો. આપણી માન્યતા મોટા ભાગે એમ જ હોય છે કે ઝૂમાં પ્રાણીઓ ખાઇ પીને બસ પડ્યા રહેતા હોય છે. જો કે સિંગાપોર ઝૂની બાબતે આ વાત અર્ધસત્ય જેવી છે. ઉપરનો વિડીયો જૈગુઆરને સિંગાપોર ઝૂમાં કઇ રીતે ખોરાક અપાય છે એનો છે. જૈગુઆર એક બંધ છતા વિશાળ અને પ્રાકૃતિક વાતાવરણ પૂરુ પાડતી જગ્યામાં અહીં રખાયા છે. એને ખોરાક આપવાનો સમય થાય એટલે ઝૂના કર્મચારીઓ ઉપરથી એક મોટો માંસનો ટૂકડો લટકાવે એટલે એ માંસના ટૂકડાને જોઇને જૈગુઆર આવે. કર્મચારીઓ માંસના ટૂકડાને જૈગુઆરની પહોંચથી થોડે દૂર રાખે અને પછી શરૂ થાય એ માંસના ટૂકડાને પામવા માટેનો જૈગુઆરનો જંગ. જો જૈગુઆર કૂદકો મારીને માંસનો ટૂકડો પકડી પણ લે અને મોંમાં દબાવી પણ લે તો ઉપર બે માણસો કે જેમણે આ માંસનો ટૂકડો લટકાવ્યો છે એને પૂરુ જોર કરીને જૈગુઆરના જડબામાંથી છોડાવી લેવાનો પ્રયત્ન કરે. એ વખતે ભૂખ્યો જૈગુઆર બમણા જોરથી એ માંસના ટૂકડાને પકડી રાખવાનો પ્રયત્ન કરે. આ જંગ ઝૂના કર્મચારીઓ થોડો સમય ચલાવે. આ સમય દરમ્યાન જૈગુઆરની બરાબર કસરત થઇ જાય અને જોનારા (મારા જેવા) લોકોને જૈગુઆરનો ગુસ્સો અને એની તાકાતને કેમેરામાં કેદ કરવાની તક મળે.

બહુ વર્ષો પહેલા મેં વાંચ્યુ હતું કે અમદાવાદ ઝૂના અમુક સાવજોને લકવાની અસર થઇ હતી અને એના લીધે એમની ચાલવાની શક્તિ ઓછી થઇ ગઇ હતી. આ બિમારીનું કારણ એ અપાયું હતું કે સાવજ પાંજરામાં હોય એટલે એનું હલનચલન એકદમ મર્યાદિત થઇ જતું હોય છે અને આ કારણે સમય જતા લકવાની અસર સાવજોને થઇ જતી હોય છે. જો આ કારણ સાચુ હોય તો આપણા અમદાવાદના ઝૂમાં પણ સાવજો (જો બચ્યા હોય તો ખબર નહીં બચ્યા છે કે નહીં) પાસે ખોરાક આપતી વખતે આવી કસરત કરાવવી જોઇએ. (What an idea sir jee!!)

ખાલી એક વાતનું ધ્યાન રાખવું રહ્યું કે ભૂલે ચૂકેય કર્મચારી પાંજરામાં ભમ ના થઇ જાય 🙂

What’s so special about this photo?

થોડા સમય પહેલા જ્યારે સિંગાપોરમાં ઝૂ જોવા ગયા હતા ત્યારે નીચેનો ફોટો લીધો હતો. આમ તો ફોટો સામાન્ય જ છે પણ અગત્યની વાત જે છે એ આ ફોટો લેવાનું ટાઇમીંગ છે. એકદમ યોગ્ય સમયે ક્લિક કરી છે. આજે ઘણા બધાં ફોટા કેમેરામાંથી SD કાર્ડ કાઢીને ડાઉનલોડ કર્યા છે. સમયની અનૂકુળતા પ્રમાણે અમુક ફોટા અપલોડ પણ કરીશ.

The White Tiger

Above photo was taken during my last visit to Singapore Zoo. I think the photo is just ordinary but what is special about this photo is it’s timing. Somehow I clicked at the perfect time. Today I downloaded loads of photos from camera’s SD card. Will load few more photos online as time permits.