મારા વિશે

મારા વિશે શું લખું? My Self નો નિબંધ તો ના લખાય પણ ચલો ટૂંકમાં લખી નાંખું છું.

નામ મારુ કૃણાલ ચાવડા. મેં અત્યાર સુધીમાં 32 દિવાળી જોઇ છે. આમ તો અમદાવાદી છું પણ મુંબઇ પ્રત્યે પણ મને અપાર પ્રેમ છે. હાલમાં સિંગાપોરમાં કાર્યરત છું છેલ્લા 3.5 વર્ષથી. અત્યારે તો સોફ્ટવેર એન્જીનીયર તરીકે રોજી રોટી કમાઇ રહ્યો છું પણ ધંધો કરવાના અભરખા બહુ છે મને કારણ કે મને લાગે છે કે આખી જીંદગી મારાથી નોકરી નહીં થઇ શકે. પરિવારમાં wify અને ટાઉ (રુહી) છે હાલમાં તો.

આ બ્લોગ મારા વિચારોની અભિવ્યક્તિ છે. સાથે સાથે મારા જીવનની અંતરંગ ઘટનાઓને પણ શબ્દોનું સ્વરૂપ આપું છું. સમય જતા બ્લોગ પર મૂકેલી પોસ્ટ મારા માટે યાદોનો ખજાનો બની જશે અને કોને ખબર રુહી પણ મોટી થઇને પોતાના “પા”ના વિચારો વાંચશે.

આ બ્લોગ પર હું મોટા ભાગે ગુજરાતી એટલે કે માતૃભાષામાં જ લખવાનો પ્રયત્ન કરું છું પણ કોઇ વાર વિષય વસ્તુ કે મૂડને આધારીત હિન્દી કે અંગ્રેજીમાં પણ ઠપકારું છું.

36 Responses

  1. કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

  2. ઘણાં દિવસ પછી તમારા બ્લોગની મુલાકાત લીધી. એકદમ તાજગી અનુભવી – થેન્કસ!

  3. મઝાનો બ્લોગ છે.

  4. ખુબ ફ્રેન્ક અભિવ્યક્તિ છે તાજગી સભર સરસ બ્લોગ છે..ઠપકારતા રહેજો…જાની !!!

  5. Enjoy your blog while surfing~~~~~~~~~~~

  6. ખૂબ સરસ,
    અહી તમે પોતા ને ટૂંક માં વર્ણન કરી ને ઘણું બધું લખી દીધું છે…

    બોસ આપણ ને ગમ્યો તમારો બ્લોગ હો !!! ;)

  7. liked the changed version of mara vishe ! :)

  8. Very Nice Blog. ચલો તમારા સિંગાપુરના અનુભવો વિશે વાંચવા મળશે. તમારા વિશે ટૂંકુ પણ સરસ..

  9. very nice ! i am motivated now to write blog.

  10. What is mining of pa?

  11. ભજમનભાઇ,

    આપની ટકોરને ધ્યાનમાં રાખીને ઉપર મારા પરિચયમાં જ મારું નામ આપી દીધું છે. આપની મારા બ્લોગની મુલાકાત લેવા બદલ અને ટકોર કરવા બદલ આભાર.

  12. ભાઈ કૃણાલ,
    તમે હવે કદાચ “પા” જોઈ લીધી હશે. જોઈ હોય તો જરૂર લખો કે કેવી લાગી. મેં હજી જોઈ નથી. હા. મિડિયા સહિત ઘણાંએ વખાણી છે. એક સપ્તાહ ગયું અને હવે બચ્ચનજી પર ટીકાઓનો મારો ચાલુ ન થાય તો જ નવાઈ! મને તો એ માણસ જે રીતે આ બધાંનો સામનો કરે છે એ જ એક રસપ્રદ ફિલ્મ જેવું લાગે છે.
    આશા રાખું છું કે તમને આ ફિલ્મ ગમશે જ!

    • યશવંતભાઇ,
      “પા” હજી સુધી જોઇ શકાઇ નથી અને હવે કદાચ થિયેટરમાં જોઇ પણ નહીં શકાય. પણ મારા ખ્યાલથી મૂવી સારી હોવી જોઇએ. હું હમણાં નહીં તો થોડા સમયમાં “પા” જોઇ જ લઇશ.

  13. good to b here

    Lata Hirani

  14. રુહી તેના પા ના વિચારો જરૂર વાંચશે…. કુણાલભાઇ..

    • નીલમબેન,

      બ્લોગની મૂલાકાત લેવા બદલ આભાર. જ્યારથી મારો ગુજરાતી બ્લોગ જગતથી પરિચય થયો છે ત્યારથી હું “પરમ સમીપે” નિયમિત રીતે વાંચતો આવ્યો છું. મારા એક પોસ્ટમાં મેં આપના બ્લોગ વિશે વિચારો પણ રજૂ કર્યા છે જેની લિંક નીચે છે :
      http://bit.ly/8A12xw

      ભાવવિશ્વ, ચપટી ઉજાસ, એક સાસુની ડાયરી વગેરે આપના ઉત્તમ સર્જનો છે. આપ આવા જ ઉત્તમ સાહિત્યનું સર્જન કરતા રહો એવી શુભેચ્છા.

  15. કુણાલભાઈ
    આપનો બ્લોગ ગ્મ્યોં. પહેલીજ વાર મૂલાકાત લઈ રહી છું. બ્લોગ્ની સાદગી વધારે સ્પર્શી ગઈ.તમારા લખાણો ધીમે ધીમે વાચીશ.એક સૂચન કરીશ .મેં પણ હાલમાં બ્લોગ બનાવેલ છે.તો જરુર મૂલાકાત લેશો.
    http://kirtidaparikh.wordpress.com
    kirtida dubai

  16. Nice Blog !
    Welcome to Gujarati WebJagat ! All the Best !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to my Blog Chandrapukar…Hoping to see you soon !

  17. Hi…. Krunal…. How r u….? i m anand dave…. i m from gujarat bhvanagar…. i m in singapore… so, if u r in singapore then i want help from ur side…. i send u frtend req by facebook…. jst add me… thanx

  18. hi
    tamaro blog vanchi ne anad thayo,
    pan mare 1 vat kevi chhe,
    tame manso haveto rajnikant pan tamaro blog niyamit vanche chhe ane tamaro fan chhe

  19. krunal 1 jokc kahu

    1 kaka ne kutaru kardyu
    kaka hasya
    bahu hasya
    hasihasi ne bevada vali gya

    kem?

    kem k kutaru boku hatu

  20. પ્રિયંકભાઇ
    બ્લોગની મૂલાકાત લેવા બદલ આભાર પણ મારા બ્લોગ અને રજનીકાંત વચ્ચેનું કનેક્શન ના સમજાયું.

  21. કુણાલભાઈ તમારા વિષે જાની ને આનંદ થયો. હું પણ sengkang માં જ રહું છું. તમે exactly ક્યાં રહો છો?
    રોનક

  22. આખો દાડો તમારા બ્લોગ હું RSS Feed માં વાંચતો હોઉં છુ. મઝા આવે છે વાચવાની બાકી તો કોઈ વાર હું કામ કરી લઉં છુ.

  23. tamaro blog saras che ho!!

  24. Jigarbhai,
    thanks for visiting the blog and appreciation. Keep visiting n expressing urself through ur comments…

  25. આદરણીયશ્રી. કૃણાલભાઈ સાહેબ

    આપે ખુબજ સરસ મજાનો રસદાર બ્લોગ સજાવેલ છે.

    ખુબજ ખજાનો આપેલ છે. સાહેબ આમ જ ગુજરાતી સમાજની

    સેવા કરતા રહો, ફળ આપવાવાળો હજારો હાથોવાળો ઉપર બેઠો છે.

    ડૉ.કિશોરભાઈ પટેલ

    • કિશોરભાઇ,
      બ્લોગની મૂલાકાત લેવા બદલ અને પ્રોત્સાહન બદલ આભાર.

  26. શ્રી કૃણાલભાઈ તમારી અભીવ્યક્તી મને તો ગમી.. તમારી દીકરી રુહીને પણ ગમશે જ. ખુબ જ સરસ બ્લોગ.. અભીનંદન..

    • ચંદ્રકાંતભાઇ,
      બ્લોગની મૂલાકાત લેવા બદલ અને પ્રોત્સાહન બદલ આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 89 other followers