સિંગાપોર- શાંઘાઇ – ડાલીઆન

જ્યારે ઇન્ડિયામાં હતો ત્યારે ઘણી બિઝનેસ ટ્રીપો કરી કરીને લગભગ આખુ ભારત ફરી વળ્યો હતો. સિંગાપોર આવ્યા બાદ બેગો ભરી ભરીને દોડવાનું બંધ થઇ ગયુ છે અને 8:30થી 5:30ની નોકરીમાં જીંદગી સેટ થઇ ગઇ છે. લગભગ 6 વર્ષ પછી ગયા અઠવાડિયે બિઝનેસ ટ્રીપ પર જવાનું થયું અને આ વખતે સ્થળ હતું ચાઇના. ચાઇના હું પહેલા ક્યારેય ગયો નહોતો એટલે આ ટ્રીપ દરમ્યાન નવા દેશને જોવાની અને ત્યાંના લોકોને સમજવાની મારા માટે એક તક હતી. આ પોસ્ટમાં સિંગાપોરથી ડાલીઆન સુધીની યાત્રા દરમ્યાનના વિચારવાયુને અને અવલોકનોને મૂક્યા છે.

20120727_061135રવિવારે સવારે 10-10 વાગ્યે સિંગાપોરથી શાંઘાઇની ફ્લાઇટનો સમય હતો એટલે સવારે લગભગ 8-15 વાગ્યાની આસપાસ ચાંગી એરપોર્ટ પર પહોંચી ગયો. હોંગકોંગના ખતરનાક અનૂભવ પછી હવે એરપોર્ટ દર વખતે જલ્દી પહોંચી જઉં છું (અંગ્રેજીમાં આના માટે કહેવત છે “once bitten, twice shy” અને ગુજરાતીમાં કહેવત છે કે “દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી કૂંકીને પીએ”) ઇન્ડિયાના એરપોર્ટો પર સમય કંઇ રીતે કાઢવો એ સમસ્યા છે પણ ચાંગી એરપોર્ટ પર એવી કોઇ સમસ્યા નથી. વહેલા પહોંચી કોફી-નાસ્તા પાણી કરો કે પછી window shopping કરો (કારણ કે મને એરપોર્ટ પર શોપીંગ પોષાય એમ નથી :)) અથવા કંઇ ના કરવું હોય તો

Some Sculpture @Changi Airport

હાથમાં રાખેલા ફોનને રમાડો. એરપોર્ટ પર wi-fi connectivity મફતમાં છે એટલે આરામથી સમય પસાર કરી શકો. ઇન્ડિયાના એરપોર્ટો પર આવી સુવિધાઓ ક્યારે આવશે એમ વિચારતા દુખી થઇ જવાય છે. (ડીસેમ્બર 2011 સુધી તો અમદાવાદ અને મુંબઇ એરપોર્ટ પર વ્યવસ્થિત wi-fi connectivity ઉપલબ્ધ નહોતી હવે કદાચ પરિસ્થિતિ બદલાઇ હોય તો ખબર નહીં.) ચાંગી એરપોર્ટને જોઇને કાયમ એજ પ્રશ્ન મને થતો હોય છે કે આપણે ઇન્ડિયામાં ક્યારેય આવા એરપોર્ટો જોઇ શકીશું ખરા? એરપોર્ટ પર સ્વચ્છતા, બધી સામાન્ય સુવિધાઓનો ઉત્તમ રખરખાવ અને યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અપાતી સેવાઓ વગેરે ક્યારેય ઇન્ડિયામાં શક્ય બનશે ખરું? ચાંગી એરપોર્ટ પર જો યાત્રીઓને 0.5 કિમી પણ જો ચાલવાનું હોય કે થોડા દૂરના બોર્ડીંગ ગેટ પર જવાનું હોય તો એના માટે મોનો રેલની  અથવા ટ્રાવેલેટરની વ્યવસ્થા હોય છે જ્યારે આપણે મોનોરેલની દોડાવવાની વાત દૂર રહી એક મોનોરેલનો બ્રીજ પણ બરાબર નથી બનાવી શકતા. બીજી સુવિધાઓની વાત તો જવા દો બાથરૂમના નળમાં વ્યવસ્થિત પાણી આવે એટલું પણ નથી કરી શકતા (બાથરૂમમાં હાથ ધોવા સાબુ હોવો કે સ્વચ્છતા હોવી એ તો બહુ દૂરની વાત છે).  મુંબઇના Interntational Terminalથી Domestic Terminal પર યાત્રીઓને લઇ જવા માટે એક પ્રોફેશનલ બસ સર્વિસ પણ પૂરી નથી પાડી શકતા. આ બધું ઉભું કરવામાં કોઇ Rocket Science સમજવાની જરૂર નથી આ બધી માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં ખાલી સામાન્ય બુધ્ધિ વાપરવાની જરૂર છે અને ભ્રષ્ટાચારને બાજુએ રાખીને ઇચ્છાશક્તિથી કામ કરવાની જરૂર છે પણ કમનસીબે ઇંન્ડિયામાં આ જ વાતનો અભાવ છે. બે વર્ષ પહેલા સુધી અમદાવાદ એરપોર્ટ પર જો બે ફ્લાઇટ એક સાથે આવી ગઇ હોય તો આવેલા પ્રવાસીઓને એક જ છત નીચે ઉભા રાખી શકે એવું બિલ્ડીંગ પણ નહોતું. મુસાફરો ડિસેમ્બરની રાતની કડકડતી ઠંડીમાં ખુલ્લી ગટરોના સંસર્ગમાં લાઇન લગાવીને બહાર ઉભા રહેતા અને જ્યારે વારો આવે ત્યારે અંદર બિલ્ડીંગમાં જઇને ઇમીગ્રેશનની વિધિ પૂરી કરતા. મોદી સાહેબ જાપાની મૂડી રોકાણ વધારવા માટે જાપાન આંટાફેરા મારે છે પણ બે વર્ષ પહેલા મેં મારી સાથે ફ્લાઇટમાં આવેલા જાપાની રોકાણકારોને  ગટરની ખુલ્લી લાઇનો જોઇને મોં બગાડતા જોયા છે. જો એરપોર્ટ પર ઉતર્યા બાદ પહેલી જ impression આવી પડે તો કોઇ રોકાણકારને રોકાણ કરવાનું મન થાય ખરું? હવે નવું એરપોર્ટ બનવાથી અમદાવાદની પરિસ્થિતિ થોડી સુધરી છે પણ મુંબઇ એરપોર્ટનો તો ભગવાન માલિક છે…

20120722_164648સિંગાપોરથી અમારી China Eastern Airlinesની ફ્લાઇટ હતી. ફ્લાઇટ સમયસર ઉપડી ખરી પણ સમયસર પહોંચી નહીં. અમને લગભગ 40 મિનીટ મોડા શાંઘાઇ પહોંચાડ્યા. China Eastern Airlinesની એર હોસ્ટેસો જોઇને પારાવર દુખ થયું. ચાઇનમાં જોઇએ એટલી નમણી નારો મળી રહે તેમ છતાં પણ અમારી ફ્લાઇટની બધી એર હોસ્ટેસો આપણી Air Indiaની એર હોસ્ટેસોને પણ સારી કહેવડાવે એવી હતી. (હશે નસીબ નસીબની વાત:)) જો કે In Flight service સારી હતી. ફ્લાઇટમાં in flight entertainmentની સુવિધા નહોતી. (સિંગાપોર એરલાઇન્સમાં તમે

China Eastern Airlines’ Flight

મુસાફરી કરતા રહેતા હો તો એનો આ ગેરફાયદો… તમારી આદતો બગડી જાય :)) મારી આશાથી વિપરીત વિમાનમાં મને અપાયેલું શાકાહારી ભોજન ઠીક ઠાક હતું. (આપણે આપણી આશાઓ ઓછી કરી નાંખીએ તો જીવનમાં કેટલો સંતોષ વધી જાય નહીં? :)) ફ્લાઇટમાં અમુક ચાઇનીઝોએ એમની coutesyless વર્તણૂંકનો પરચો આપી દીધો પણ એ મારા માટે expected હતું એટલે વધુ નવાઇ ના લાગી. છેવટે લગભગ 4 વાગ્યાની આસપાસ અમે શાંઘાઇ પહોંચ્યા.

20120722_165525શાંઘાઇ એરપોર્ટ પર જેવો એરોબ્રીજમાંથી હું બહાર નીકળ્યો ત્યાં એક માણસને હાથમાં કાગળ લઇને ઉભેલો જોયો એમાં લખ્યું હતું કે યાત્રીઓએ પોતાનો સામાન ક્યા બેલ્ટ પરથી લેવાનો. સિંગાપોરમાં ફ્લાઇટ જ્યારે લેંડ થવાની હોય ત્યારે ફ્લાઇટમાં જ જાહેરાત થઇ જાય કે સામાન ક્યા બેલ્ટ પર આવશે જ્યારે અહીં આવી વિચિત્ર પ્રથા. કદાચ Labor sensitive દેશોમાં આવું જ હશે એમ લાગ્યું. શાંઘાઇ એરપોર્ટ મને બહુ સામાન્ય લાગ્યું. મોટું છે પણ એમાં એક પણ વાત ઉડીને આંખે વળગે એવી ના લાગી. માળખાગત સુવિધાઓના ફરકને નજરઅંદાજ કરીએ તો મુંબઇ અને શાંઘાઇ એરપોર્ટ બન્ને સરખા લાગ્યા. સામાન આગળની યાત્રા માટે સીધો જ ટ્રાન્સફર થવાનો હોવાથી અમે Domestic Terminal તરફ રવાના થયા કારણ કે ત્યાંથી અમારે ડાલીઆન માટે ફ્લાઇટ લેવાની હતી. મેં થોડા એરર્પોર્ટ પર આંટા ફેરા માર્યા પણ

Shanghai Airport at glance

કંઇ ધ્યાનાકર્ષક લાગ્યુ નહીં. જો કે એરપોર્ટ પર આંટાફેરા મારતા એક વાતની મને ખબર પડી ગઇ કે Apple શા માટે આજની તારીખમાં દુનિયાની Most Valued કંપની છે? એરપોર્ટ પર લગભગ દરેક વ્યક્તિના હાથમાં iPhone/iPad હતા.(આ વાતની એરપોર્ટથી બહાર આવ્યા બાદ પણ પુષ્ટિ થઇ) હવે જ્યારે દુનિયાના સૌથી વધૂ વસ્તી ધરાવતા દેશમાં કોઇ કંપનીનો આટલો મોટો market share હોય તો એ કંપની બિલીયન ડોલર્સમાં કમાવાની જ છે ને. શાંઘાઇથી ડાલીઆન માટેની અમારી ફ્લાઇટ સાંજના 6-10 વાગ્યે હતી. બરાબર 6-10 વાગ્યા સુધીમાં બધા યાત્રીઓ વિમાનમાં ગોઠવાઇ ગયા હતા અને 6-15ની આસપાસ વિમાને ટેક ઓફ માટે રન વે પર આગળ વધવાનું શરૂ પણ કર્યું. ટેક ઓફ પહેલા વિમાન અચાનક જ સ્થિર થઇ ગયું અને થોડી વાર પછી વિમાનમાં જાહેરાત થઇ કે વિમાન ખોટા રનવે પર ચઢી ગયું છે એટલે ટેક ઓફ કરતા ટાઇમ લાગશે. બધાં પેસેંજરો બિચારા વિમાનમાં ભરાઇ ગયા. હવે બીજા રનવેથી ટેક ઓફ કરવા માટે જ્યાં સુધી એ રન વે પર લેન્ડ થનારી બીજી ફ્લાઇટો લેન્ડ ના થાય ત્યાં સુધી રાહ જોવી રહી. છેવટે 7-15 વાગ્યે એટલે નિયત સમય કરતા 1 કલાક અને 5 મિનીટ મોડા અમારા વિમાને ઉર્ધવગમન કર્યું. એરપોર્ટના રનવે પર અટવાયેલો હતો ત્યારે મેં બીજી એક વાત નોંધી કે ત્યાં રન વે પર બાકાયદા ટ્રાફિક સિગન્લની સિસ્ટમ હતી. એટલે કે જો કોઇ વિમાન રનવે પર જતું હોય તો બીજા વાહનો માટે લાલ લાઇટ હોય એટલે એ વાહનો ઉભા રહે જ્યાં સુધી વિમાન ના જાય ત્યાં સુધી. આ મને થોડી ખતરાજનક વાત લાગી. ના કરે નારાયણને સાલું કોઇ વાહનચાકલનું મગજ ફટક્યું અને વિમાનમાં વાહન ઘૂસાડી દે તો મારામારી થઇ જાય ને? (ડેનવરમાં “The Dark Knight Raiser”ના સ્ક્રિનીંગ દરમ્યાન ગોળીબારનો કિસ્સો હજુ તાજો જ હતો એટલે આવા વિચારો આવે એ સ્વાભાવિક છે). લગભગ 8:45ની આસપાસ અમે ડાલીઆન પહોંચ્યા. એરપોર્ટ મને શાંઘાઇ કરતા થોડું સારુ લાગ્યું પણ ત્યાની લગેજ માટેના converyor beltની સિસ્ટમ થોડી વિચિત્ર લાગી. સૌ પ્રથમ મેઇન બેલ્ટ પર લગેજ આવતો હતો અને ત્યાંથી એક ઢાળ પરથી સામાન નીચે લગેજ બેલ્ટ પર લપસીને આવતો હતો જેને કેચ કરવા માટે :) એક લેડી ત્યાં ઉભી હતી એટલે સામાન આંચકા સાથે દિવાલ પર અથડાય નહીં અને એ લેડી લગેજને કેચ કરીને લગેજ બેલ્ટ પર બરાબર ગોઠવતી હતી. આવી ગોઠવણ કેમ મને ના સમજાયું.  હવે આ ગોઠવણમાં Fragileના સ્ટીકર લગાવેલા સામાનો પણ આવતા હતા. અમુક ખોખામાં આવેલા સામાનો ફાટેલા પણ મેં જોયા. ટૂંકમાં Fragileનું સ્ટીકર તમે તમારા મનના સંતોષ માટે જ લગાવ્યું હોય એવી વ્યવસ્થા હતી.

એરપોર્ટ પર બહાર નીકળતા જ ચાઇનીઝ તહેઝીબનો અનૂભવ થઇ ગયો. લોકો ટેક્ષીની લાઇનમાં ઉભા ઉભા બીજા લોકોની પરવા કર્યા વિના બિંદાસપણે ધૂમ્રપાનનો આનંદ લઇ રહ્યા હતા. વળી એક બે નહીં પણ 3-4 જણા આ ભગીરથા કાર્યમાં લાગ્યા હતા. આ જોઇને મને મલેશિયાનું એરપોર્ટ યાદ આવી ગયું. ત્યાં પણ આ જ હાલત છે. આ એક બાબતે કદાચ આપણે ભારતીયો કદાચ સારા છીએ. રાત્રે લગભગ 9:30 વાગ્યે અમે હોટેલ પર પહોંચ્યા. એરપોર્ટથી ટેક્ષીમાં હોટલ જવામાં લગભગ 20-25 મિનીટ જેવો સમય લાગ્યો. રસ્તા થોડા ભીના હતા એટલે લાગ્યુ કે થોડા સમય પહેલા વરસાદ પડ્યો હશે. વાતાવરણ એકદમ ઠંડુ હતુ અને ટેક્ષીમાં બેઠા બેઠા ઠંડા પવનના સપાટા ખાવાની મઝા આવી કારણ કે સિંગાપોરમાં આવી હવા ભાગ્યે જ ખાવા મળે. ટૂંકમાં દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું અને એમ થયું કે હોટેલ થોડી દૂર હોય તો સારુ તો થોડી વધૂ ઠંડી હવા ખાવા મળે :).

અમારી હોટેલ હતી “Howard Johnson Parkland Hotel”. હોટલ પર પહોંચ્યા બાદ ચેક ઇન કરી લીધું. ચેક ઇન કાઉંટર પર પણ લોકોને અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હતી. મારી સાથે ઓફિસના બીજા બે સિંગાપોરના ચાઇનીઝો હતા એટલે એમણે બધી વિધિ મારા વતી પતાવી દીધી. હોટેલ પંચતારક હોવાથી બધી જોઇતી સુવિધાઓ રૂમમાં ઉપલબ્ધ હતી. સૌથી સારી વાત એ કે મફતમાં wi-fi સુવિધા પણ હતી પણ સ્પીડ ધીમી હતી. જો કે સ્પીડ કરતા પણ મોટી સમસ્યા એ હતી કે ફેસબુક, ટ્વીટર, વર્ડપ્રેસ, ગુગલ+ બધું blocked હતું (first test of censorship) એટલે ખાલી મેઇલ ચેક કરી શકો અથવા કોઇ ટાઇમ્સ ઓફ ઇંડિયા જેવા સમાચારપત્રો વાંચી શકો. ટીવીમાં અમુક મૂવી ચેનલો અને બીજી ચાઇનીઝ ચેનલો આવતી હતી પણ મને એમાં બહુ રસ ના પડ્યો. આખા દિવસનો મુસાફરીનો થાક હતો એટલે તરત પથારીમાં લંબાવ્યું અને સમાધી લગાવી.

ચાઇના મુસાફરી દરમ્યાન કરેલા બીજા અવલોકનો, વધૂ માહિતી અને ફોટા માટે બીજી પોસ્ટ લખવાનો વિચાર છે. (Time Permitting Smile) …..

About these ads

2 Responses

  1. Waiting for next part – મજા પડી ગયી

  2. Loved your blog post. You should travel and write more!

    I’ve been to Ahmedabad airport in Feb/March 2012 and I was pleasantly surprised. The airport may not be as big or shiny as Toronto airport, but it was clean. Wifi worked great before security gate. The biggest surprise was helpful attitude of the workers. May be I was lucky :)

    About your comments for Apple, yes it is common to see everyone with Apple products. It is even more interesting that the new iPad is only made recently available in China due to some copyright issues and iPhone is still not supported by biggest Chinese carrier – China Mobile!

    Looking forward to part 2 and more!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 149 other followers

%d bloggers like this: