આખરે લગભગ ત્રણ મહિના રાહ જોયા બાદ મારા પનોતા મોબાઇલ ફોન સેમસંગ ગેલેક્ષી નોટ માટે કહેવાતી Premium Suite update (including “Icecream Sandwich (Android 4.0.3)”) મળી. એટલે હવે Gingerband માંથી IceCream Sandwich વાળા થઇ ગયા.
આ અપડેટની આમ તો મને બહુ આતુરતા નહોતી ફક્ત એટલું જોવાનું હતું કે આ નવી અપડેટ આવ્યા બાદ ફોન પર ગુજરાતી વાંચી શકાય છે કે નહીં? Gingerbandમાં બધા ગુજરાતી અક્ષરો સરસ ચોકઠા દેખાતા હતા. ગુજરાતી ના વાંચી શકવાના લીધે ફોન જાણે કે બહુ ઉપયોગી નથી એવું લાગતું હતું. આ અપડેટ પછી જ્યારે જોયું કે ગુજરાતી વાંચી શકાય છે ત્યારે મોટી રાહત થઇ. એમ લાગ્યું કે જાણે ફોનના ખર્ચેલા ડોલર હવે વસુલ થશે. ગુજરાતી એકદમ પરફેક્ટ નથી દેખાતું પણ ના મામા કરતા કાણા મામાને વધાવી લેવામાં મને જરા પણ વાંધો નથી.
અમુક જગ્યાએ ગુજરાતી જોડણીમાં બહુ લોચા દેખાય છે જ્યારે અમુક જગ્યાએ એકદમ સરસ ગુજરાતી વાંચી શકાય છે. નીચે બે ઉદાહરણરૂપ ફોટા છે. (જો કે આટલુ વાંચી શકાય છે એ પૂરતુ છે
)
અપડેટ પછી ફોનનો Display એકદમ ચમકદાર થઇ ગયો છે. ફોન્ટ એકદમ sharp અને વધૂ ચોખ્ખા દેખાતા હોય એવું લાગે છે. વાંચવાની એકંદરે મજા આવે છે અને આંખોને ઓછો શ્રમ પડે છે. (જો કે PDF વાંચવામાં કોઇ ફરક નથી પડ્યો). Displayમાં જે icon વગેરે પહેલા મોટા મોટા દેખાતા હતા icon હવે નાના અને વધૂ sharp બનાવી દેવામાં આવ્યા છે.
બીજી એક સારી સુવિધા ઉમેરાઇ છે કે જેટલી પણ application ચાલી રહી હોય એને એકસાથે જોઇ શકાય છે અને જે applicationમાં switch કરવું હોય એમાં સરળતાથી થઇ શકાય છે. આ માટે “Home” keyને દબાવી રાખવાથી ફોટામાં જોઇ શકાય છે એ રીતે બધી ચાલી રહેલી applications દેખાય છે અને પછી જે applicationમાં switch થવું હોય એમાં થઇ શકાય છે. જો બધી ચાલી રહેલી application બંધ કરવી હોય તો “Task Manager”માં જઇને બધી application બંધ પણ કરી શકાય છે.
ફોનને unlock કરવા માટે “Face Detection”ની સુવિધા ઉમેરાઇ છે પણ એમાં બહુ મઝા આવે એવું નથી અને ટાઇમ વધારે બગડે એમ છે. એના કરતા pattern કે password સારો. વળી તમે ફોટો બતાવીને પણ ફોન unlock કરી શકો એટલે એ સુરક્ષાની દૃષ્ટિએ સારુ ના કહેવાય.
બીજી એક સરસ સુવિધા ઉમેરાઇ છે clipboard accessની. આ સુવિધા થકી તમે જેટલું પણ ભૂતકાળમાં “copy” કર્યું હોય એ બધું જોઇ શકાય છે. એનો મતલબ કે તમે એકથી વધૂ copy કરેલ લખાણ (કે જે પણ હોય તેને) સંગ્રહી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તમે અલગ અલગ વખતે copy કરેલ માહિતી paste કરી શકો છો. સરસ સુવિધા છે આ.
હવે Data Usage માટે પણ વ્યવસ્થિત warning મળે છે. આજે સવારે જ મને warning મળી કે મેં છેલ્લા અઠવાડિયામાં 2 GB ડેટાનો વપરાશ કરી લીધો છે. મારે ડેટા વપરાશની કોઇ ચિંતા નથી એટલે વાંધો નથી પણ જે લોકોને limited data packageમાં પૂરું કરવાનું હોય એમના માટે આ સારી સુવિધા છે.
આ ઉપરાંત સેમસંગે પોતાની “S Note” applicationમાં પણ નવી સુવિધાઓ ઉમેરી છે પણ હું કોઇ દિવસ એ વાપરતો નથી એટલે શું નવું છે એમાં એ જોવાની હજી તસ્દી નથી લીધી.
જો કે આટલુ આપ્યા પછી પણ ખાટલે મોટી ખોટ એક સારા “Spell Checker”ની છે કે જે મારી speelingની ભૂલોને હું મેઇલ/મેસેજ કરું એ પહેલા શોધી કાઢે અને એને સુધારવા માટે વિકલ્પો આપે. આ બબાલ કદાચ સેમસંગના ફોનમાં જ છે કારણ કે સેમસંગના ફોનમાં એમની predective XT9ની સુવિધા (જે મને દુવિધા વધુ લાગે છે
) છે. જો કોઇને સેમસંગ માટે સારા “Spell Checker”ની માહિતી હોય તો જણાવજો.
ફોન અપડેટ કર્યા પછી મેં ગોઠવેલી બધી screen અને બનાવેલા foldersનો કચ્ચરઘાણ વળી ગયો છે એટલે ફરીથી અત્યારે ફોનને મારી ટેવો મુજબ સેટ કરી રહ્યો છું.
Filed under: ગેઝેટ, રોજનીશી Tagged: | Android, ગુજરાતી, ગેલેક્ષી નોટ, જોડણી, સેમસંગ, Clipboard, Face detection. Spell Checker, Galaxy Note, Icecream Sandwich, ICS4.0.3, SAMSUNG, XT9



Unicode support આવી ગયો એ જાણી ને આનંદ થયો ,હું પણ મારા ગેલેક્સી એસ – ૨ માટે અપડેટ આવાની રાહ જોઉં છું. આ ફોન્ટ ICS સાથે આવ્યા કે તમે નાખ્યા છે?
There is no ‘rendering’ support yet, which is where we can view/write correct Jodakshars. It’ll take time (Say: ages!)
કાર્તિક,
ગુજરાતી વંચાય છે એ અગત્યનું છે. ગુજરાતી વાંચી શકવાના કારણે ફોનની થોડી ઉપયોગીતા વધી હોય એમ લાગે છે.
બાકી એકદમ પરફેક્ટ તો આઇ ફોનમાં પણ નહોતું દેખાતું. હવે આઇ ફોન અને એન્ડ્રોઇડ બન્ને આ બાબતે સરખા થઇ ગયા.
સાક્ષર,
ICS જ અપડેટ કરી છે બીજું કશું નહીં.
data usage જાણવા માટે માર્કેટ મા “Phone Usage” (data as well as calls and messages) and “3G watchdog” જેવા ઘણા ઉપયોગી apps છે.. (android ના lower versions માટે તો ખાસ..)
યશેસભાઇ,
મારે ડેટાની કોઇ ચિંતા છે જ નહીં. 12 જીબીનો ભરપૂર ડેટા છે મારા પ્લાનમાં.
Thanks for sharing. Try Swype that comes inbuilt with Samsung phones http://www.lmgtfy.com?q=how to activate swype
મનીષ,
“Swype” વાપરી જોયું પણ પછી એના કરતા ટાઇપીંગ કરવાનું કામ સરળ લાગ્યું એટલે Swype નથી વાપરતો હમણાં. જોઇએ ફરી ક્યારેક એ વાપરવાનું શરૂ કરીશ.