ગઇ કાલે સાંજે રુહીએ મને સલામ મારીને કહ્યું "जय हिंद". હું વિચારમાં પડી ગયો કે આને વળી "जय हिंद" ક્યાંથી આવડી ગયું. મેં એને પૂછ્યું કે કોણે શીખવાડ્યું "जय हिंद" કરતા તો મને કહે કે એની સ્કૂલમાં એના ટીચરે શીખવાડ્યું. એણે એમ પણ કહ્યું કે એણે ઇન્ડિયાનું રાષ્ટ્રીય ગીત પણ ગાયું હતું. મેં એને પૂછ્યું કે ક્યું ગીત ગાયું તો કહે जय हे… जय हे…. એમ ગાવાનું
(પહેલી વાર કદાચ એણે ઇન્ડિયાનું રાષ્ટ્રગીત ગાયું કે સાંભળ્યું હશે) . અત્યાર સુધી રુહીને Majulah Singapura (i.e. “Onward Singapore”) જે સિંગાપોરનું રાષ્ટ્રીય ગીત છે એ જ ગાતા સાંભળી છે એટલે મને તો રુહીને जय हे… जय हे…. ગાતા જોઇને આનંદ થયો
.
26મી જાન્યુઆરીએ રુહીએ સ્કૂલમાં રાષ્ટ્રધ્વજમાં કલર પણ કર્યો હતો. નીચે એની તસ્વીર છે.
આ વખતે રુહીને સિંગાપોરની લોકલ સ્કૂલના બદલે ઇન્ડિયન મોન્ટેસરી સ્કૂલમાં મૂકી છે. ઇન્ડિયા પાછું જો આવવું હોય તો ઇન્ડિયાના સ્તર પ્રમાણે રુહીને તૈયાર કરવી જરૂરી હતી. સ્કૂલ થોડી મોંઘી પડે છે પણ એ વાતનો સંતોષ છે કે સ્કૂલમાં સારુ એ શીખી રહી છે. વળી ઇન્ડિયાનો માહોલ મળી રહે છે એ પણ પ્લસ પોઇંટ જ કહેવાય. સિંગાપોરની લોકલ સ્કૂલ કરતા ભણવાનો બોજ થોડો વધારે છે પણ મને લાગે છે કે એની ઉંમર પ્રમાણે હવે થોડો બોજ આપવો જરૂરી પણ છે. હવે હિંદી પણ લખવાનું એ શીખી રહી છે. લાગે છે એકાદ વર્ષમાં એ અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ત્રણે ભાષાઓ પર પ્રભૂત્વ મેળવી લેશે.
Filed under: રુહી, રોજનીશી Tagged: | जय हिंद, जय हे, રાષ્ટ્રગીત, હિંદી


