લગભગ બે મહિનાના અજ્ઞાતવાસ બાદ બ્લોગ પર કંઇક લખી રહ્યો છું. છેલ્લા બે મહિનામાં કામ કાજ બહુ વધી ગયું હતું એટલે બ્લોગ પર લખવું શક્ય નહોતું. કામ કાજના લીધે બ્લોગ ના લખી શકવા ઉપરાંતની બીજી પણ આડાસરો થઇ જેમ કે,
- બે મહિનામાં ક્યારેય નવરાશની પળો ના મળી
- પરિવાર સાથે સમય વિતાવવાનો સમય ના મળ્યો
- બહાર જવા આવવાનું બહુ મર્યાદિત થઇ ગયુ
- મૂવી કે ટીવી જોવાનું તો લગભગ છૂટી જ ગયુ
- ઉંઘ અને આરામ બન્ને ઓછા થઇ ગયા
વગેરે… વગેરે….
હવે બધાં કામ કાજ પતાવી દીધા છે અને સમયની અનૂકુળતા છે એટલે જે કામો પર રોક લગાવી હતી એને ફરી શરૂ કરવાના છે.
- રોજનીશીમાં હવે નિયમિત રીતે રોજીંદા જીવનની ઘટમાળ અને વિચારવમળો વિશેના પાના ઉમેરવા છે. સાથે સાથે આ વખતે મારા ટેકનીકલ બ્લોગને પણ ધમધમતો કરવાનો છે.
- કામ કામ કામ કરીને થાક્યો એટલે હવે ફરી વેકેશનનું આયોજન કરવું છે. સ્થળ તો લગભગ નક્કી છે પણ બજેટને સેટ કરવાનું છે.
- ઇન્ડિયાની ટ્રીપનું પણ આયોજન કરવાનું છે. આ વખતે થોડી દ્વિધામાં છું કે દિવાળી વખતે જવું કે ડિસેમ્બરમાં જવું. લગભગ આ મહિનાના અંત સુધીમાં વેકેશન અને ઇન્ડિયા ટ્રીપ વિશેનું બધું નક્કી થઇ જશે એવું લાગે છે.
- ઘણાં બધા મૂવી જોવાના નક્કી કરી રાખ્યા છે જે સમયની અનૂકુળતા મુજબ જોવાના છે. (આ બે દિવસમાં “बिन तेरे लादेन” અને “Once upon a time in Mumbai” આ બે મૂવી જોયા)
- કામકાજ વિશે પણ હવે નવો અભિગમ વિચારવો છે.
- લાઇબ્રેરીના અમુક પુસ્તકો અને મેગેઝીન સાથે પણ ન્યાય કરવાનો છે.
- ફ્રેંચ ભાષા શીખવાનું કામ પણ સદંતર બંધ થઇ ગયું છે અને હવે લગભગ શીખેલું બધું ભૂલી પણ ગયો છું એમ લાગે છે એટલે હવે ફરીથી સમયની અનૂકુળતા પ્રમાણે ફ્રેંચ શીખવાનું ચાલુ કરવું છે.
હાલ પૂરતા તો આટલા અભિયાનો પૂરતા છે. આટલા કામમાં પણ “રાત થોડીને વેશ છે ઝાઝા” એના જેવું લાગે છે.


