Outing @ECP & Chill out

આજકાલ ચાઇનીઝ લોકોના નવા વર્ષની (Lunar New Year) રજાઓ છે એટલે રખડપટ્ટી ચાલી રહી છે. ગઇકાલે લીટલ ઇન્ડિયા ગયા હતા. બહુ ઘરની વસ્તુઓની ખરીદી કરી અને નવી ખૂલેલી શુધ્ધ શાકાહારી હોટલમાં જમીને V Dayની ઉજવણી કરી.

આજે East Coast Park જઇ બીચ પર રખડપટ્ટી કરી. સૌ પ્રથમ bowling કરી. બહુ વખત પછી bowlingની મઝા માણી. વિભાએ તો પહેલી વખત આ રમતની મઝા માણી. મેં બે વખત સ્ટ્રાઇક સાથે 10 પ્રયત્નોમાં 114 પોઇંટનો સ્કોર કર્યો. (Well Done man!! :) ) વિભાનો સ્કોર સૌથી ઓછો રહ્યો અને બહુ પ્રેકટિસ કરવાની જરૂર છે. :) Bowling પછી રુહીને ત્યાં આવેલી રાઇડોમાં બેસાડીને મઝા કરાવી. ચૂ ચૂ ટ્રેનમાં બેસવાની એને બહુ મઝા આવે છે. પછી મિત્ર સાથે બોર્ડ ગેમ રમીને પ્રાઇઝ મેળવવાની રમત રમી. એમાં એક રોબોટનું રમકડું અને રમકડાની તલવારોનો સેટ જીત્યા. ત્યાર બાદ દરિયા કિનારે જઇને બેઠા અને થોડા નાસ્તા પાણી કર્યા. થોડી રખડપટ્ટી કરીને પછી Komala’sમાં જમવા ગયા. મને Komala’s ના ફૂડમાં બહુ મઝા નથી આવતી પણ બીજા કોઇ શાકાહારી ભોજનના વિકલ્પના અભાવે Komala’s માં જમીને કામ ચલાવવું પડ્યું. ડીનર પછી Brazilian Salsa ના કાર્યક્રમનો આનંદ માણ્યો. Salsa નૃત્યકારો અને એમણે રજૂ કરેલો પ્રોગ્રામ મને એટલો અદ્દ્ભૂત ન લાગ્યો પણ હું બ્રાઝિલમાં નહીં પણ સિંગાપોરમાં છું એ વાસ્તવિક્તાને ધ્યાનમાં રાખીને મન મનાવી લીધું. પછી ઘરે પાછા. મઝા આવી ગઇ. રીચાર્જ થઇ ગયો થોડો.

આવતી કાલે પણ રજા છે. કાલે મ્યુઝિયમ જવાનો કાર્યક્રમ બનાવ્યો છે. મુધલ સમયના ઘરેણાઓની થીમ પર ગેલેરી ઉભી કરવામાં આવી છે એટલે મારી અંદર રહેલા historianને થયું કે ચલો એક આંટો મારતા આવીએ. સાથે સાથે સિંગાપોરમાં મને સૌથી વધારે ગમતી જગ્યાની મૂલાકાત પણ થઇ જશે.

Just Chill… Chill…

About these ads

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 148 other followers

%d bloggers like this: