Home > રોજનીશી > बेताब दिल की तमन्ना है….

बेताब दिल की तमन्ना है….

સોની ટીવી પર થોડા વખત પહેલા એક નવા આવનારા કાર્યક્રમ "बेताब दिल की तमन्ना है" નો પ્રોમો જોયો. પ્રોમોમાં સિરીયલની નાયિકા કહે છે કે "गरीब पैदा जरूर हुइ हूं, पर गरीब मरूंगी नहीं". આ ડાયલોગ મને થોડો ઇમ્પ્રેસ કરી ગયો. હું વિચારતો થઇ ગયો કે મુંબઇમાં (અને હવે ટીવી અને મિડીયાની અસર હેઠળ કેટલાય નાના શહેરોમાં પણ) કેટલાય લોકો આ જ વિચારને મગજમાં ભરીને જીવી રહ્યા છે. એમાંથી કેટલાકની જીંદગી બને છે જ્યારે કેટલાયની જીંદગી બરબાદ થઇ જાય છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસાની પાછળ ભાગતા ભાગતા માણસ જીંદગી, નૈતિક મૂલ્યો, પરિવાર અને ઘણું બધું દાવ પર લાગી જાય છે. જીંદગીમાં કંઇ કરવા માટે કે બનવા માટે અમુક જુસ્સો જરૂરી છે પણ આ જુસ્સો કેટલો સારો કે ખરાબ છે એ તો દરેક વ્યક્તિ પર આધાર રાખે છે.

આજ કાલ  સોની પર બહુ ત્રાસ ચાલી રહ્યો છે. હું જ્યારે પણ સોની ચેનલ ચાલુ કરુ છું ત્યારે ક્યાં તો CID અથવા दस का दम આ બે પ્રોગ્રામ જ આવતા હોય છે. માણસ કંટાળીને આપઘાત કરી નાંખે એટલી હદે આ બે પ્રોગ્રામોનું પ્રસારણ થાય છે.

  1. November 7, 2009 at 8:05 pm | #1

    આપઘાત માટેનો મસ્ત આઇડિયા આપણી પાસે છે – (કોઇપણ) ન્યુઝ ચેનલ.

  2. November 7, 2009 at 8:08 pm | #2

    રજનીભાઇ,
    CID બંધ કરાવો સોની પર. આજે સવારના 11 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી સોની પર CID જ આવવાનું છે. અહીં સિંગાપોરમાં ત્રણ હિન્દી ચેનલ જ આવે એમાં પણ આખો દિવસ CID જ જોએ રાખવાનું તો માણસ ગાંડો તો થાય જ છે.

  3. November 7, 2009 at 8:11 pm | #3

    ઑકે કૃણાલ તમારો કેસ સોલ્વ કરવાની ભલામણ CID ને કરીશ બસ? ;)

  1. No trackbacks yet.