MJ’s Ghost
25 જૂનના દિવસે કિંગ ઓફ પોપ માઇકલ જેક્સનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. મૃત્યુનું કારણ તો સાફ છે પણ ક્યા સંજોગો કિંગ ઓફ પોપને મૃત્યુ તરફ લઇ ગયા એ હજી પણ રહસ્ય છે. રોજ અખબારોમાં આ વિશે જાતજાતની વાતો વાંચવા મળે છે. જેકોનું જીવન જેટલું વિવાદાસ્પદ રહ્યું એટલું જ વિવાદાસ્પદ એનું મૃત્યુ પણ છે. જેકોના વારસદાર કોણ, છોકરાઓ કોની સાથે રહેશે, જેકોની સંપત્તિ કોને મળવી જોઇએ આ માટે તો હવે લાંબી કોર્ટની લડાઇઓ ચાલશે એમ લાગે છે.
પરંતુ આ બધા વચ્ચે આજકાલ માઇકલ જેક્સનનું ભૂત દેખાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેકોના મૃત્યુ બાદ એના ભાઇના એક ટીવી ઇન્ટરવ્યુ દરમ્યાન જેકોના પહેલાના વૈભવી નિવાસસ્થાન Neverland Ranch ની અંદરનો વ્યુ કેવો છે એ બતાવતો એક વિડીયો રજૂ કરાયો હતો. આ વિડીયોમાં કોરીડોર જ્યારે બતાવાય છે ત્યારે કોરીડોરમાંથી કોઇ પડછાયો જતો હોય એમ લાગે છે. બધાં એને માઇકલ જેક્સનનું ભૂત માને છે. યુ ટ્યુબ પરથી મળેલ આ વિડીયો મેં નીચે મૂક્યો છે.
એમાં કોઇ પડછાયો જતો સાફ દેખાય છે પણ એ જેકોનું ભૂત છે એ કહેવું કેટલુ વ્યાજબી છે ખબર નહીં? Any comments?


લોકોના અભિપ્રાયો