Racial Harmony Celebration

આજે સાંજે અમે લોકો અન્નલક્ષમી ડીનર માટે જઇ રહ્યા હતા.(અહીં “Eat as you wish, pay as you wish” કોન્સેપ્ટ છે. No Fix menu and no price list. શુધ્ધ શાકાહારી જમણ અને જમ્યા બાદ જેટલા ડોલર આપવાનું મન થાય એટલા આપો.)  પણ અમારો પ્રોગ્રામ આખરે બદલાઇ ગયો. MRT પાસે પહોંચ્યા તો ત્યાં “Racial Harmony Celebration” નો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો.

IMAG0082

સિંગાપોરમાં દરેક રેસની પ્રજા છે. ચાઇનીઝ, મલેશિયન, ઇન્ડિયન, ગોરી પ્રજા, અને લગભગ દુનિયાના દરેક દેશોની પ્રજા અહીં છે. જો કે મલ્ટી કલ્ચરલ સોશિયલ ફેબ્રિક હોવા છતાં સિંગાપોરમાં કોઇ પણ રેસ માઇનોર કે મેજર નથી. ઇન્ડિયામાં જેમ Minority appeasement અને વોટબેંક રાજકારણ ચાલતું હોય છે એવું અહીં નથી. આટલી પચરંગી પ્રજાના શંભુમેળાને જોડે રાખવો સહેલો નથી અને એટલે જ અહીંની સરકાર રેસિયલ હાર્મની જાળવી રાખવા માટે બહુ પ્રયત્નશીલ હોય છે અને આવા કાર્યક્રમો રીજીઅનલ કમિટીઓ (RC) દ્વારા સમયાંતરે થતા રહેતા હોય છે.

આ પ્રોગ્રામમાં દરેક રેસના લોકો કલ્ચરલ પ્રોગ્રામ કરતા હોય છે. જેમાં મુખ્યત્વે ચાઇનીઝ, મલય અને ઇન્ડિયન કલ્ચરલ પ્રોગ્રામ મુખ્ય હોય છે. પાછલી વખતના પ્રોગ્રામમાં રશિયન ડાન્સ પણ રજૂ કરાયો હતો. આ વખતે wu shu (ચાઇનીઝ માર્શલ આર્ટ) નો ખરેખર ખૂબ સુંદર કાર્યક્રમ રજૂ થયો હતો.

અહીં ઇન્ડિયામાં ફન ફેરમાં જેમ હોય છે એમ રમવા માટે ગેમ સ્ટોલ, ખાવા પીવાની સગવડ અને શોપિંગ માટેના સ્ટોલ હોય છે. પણ અહીં બધા સ્ટોલ પર ગેમ મફત રમાડાય છે અને નાની મોટી ગિફ્ટ પણ અપાય છે એટલે પબ્લિક સારી એવી સંખ્યામાં આવતી હોય છે.

નાના છોકરાઓને તો અહીં બહુ મઝા આવે. ટાઉને તો આજે કૂદાકૂદ કરવાની મજા જ આવી ગઇ. ટાઉને સાંજે રડાવીને ઘરે લઇ જવી પડી કારણ કે આટલી બધી ઘમાલ કરવા મળતી હોય તો ઘરે આવવું કોને ગમે?

 

હવે અન્નલક્ષમી જવાનો પ્રોગ્રામ ફરી ક્યારેક બનાવવો પડશે.

  1. July 6, 2009 at 1:34 pm | #1

    saras .. !

  1. No trackbacks yet.