Money n Loyality
આજે મારા જૂના ઇમેઇલ મેસેજોમાં ખાંખા ખોળા કરતા મને એક મેઇલમાંથી નીચેનું કાર્ટૂન મળ્યું.
આ કાર્ટૂન આજથી 2-3 વર્ષ પહેલા તેજીના જમાનામાં ખૂબ સૂચક હતું. આપણા બાપ દાદાના જમાનામાં જ્યારે પેઢીઓ ચાલતી હતી એ જમાનામાં Loyality એટલે કે વફાદારી શબ્દની બહુ કિંમત હતી. જે પેઢીમાં નોકરી ચાલુ કરી હોય એ જ પેઢીમાંથી લોકો નિવૃત્ત પણ થતા હતા. પણ હવે જમાનો બદલાઇ ગયો છે. આજે નથી પેઢીઓ રહી કે નથી વફાદારી રહી. આજના જમાના પ્રમાણે મની સેન્ટ્રિક થવામાં જ સારપ છે કારણ કે વફાદારી આજકાલ કોઇ નથી જોતું.
હું અહીં સિંગાપોરમાં જાપાનીઝ કંપનીમાં કામ કરું છું અને જાપાનીઝ કલ્ચરમાં લોયાલિટી પૈસા કરતા વધારે અગત્યની છે. અહીં મેં જેટલા પણ જાપાનીઝ લોકો સાથે કામ કર્યું એ બધાં લગભગ ગ્રેજ્યુએટ થઇને કંપનીમાં જોડાયેલા છે અને 15-20-25 વર્ષથી આ જ કંપનીમાં લાગેલા છે. જાપાનીઝ કલ્ચરમાં નોકરી બદલવી એ સારુ નથી ગણાતુ. મને એમ થાય કે એક જ કંપનીમાં 20 – 25 વર્ષ કઇ રીતે નિકાળી શકાય? મને તો કોઇ પણ કંપનીમાં 2-3 વર્ષ થાય એટલે ચળ ઉપડવા લાગે છે. મારી હાલની નોકરીમાં મને 3 વર્ષ ઉપર થઇ ગયા અને જોબ બદલવાની તીવ્ર ખુજલી ઉપડી છે પણ આ મંદીના જમાનામાં નોકરીઓ ક્યાં છે? એટલે ઘરે બેસવા કરતા ઓફિસે બેસવાનું યોગ્ય સમજીને દિવસો કાપી રહ્યો છું.
જાપાનમાં લગભગ લોકો નોકરીઓ નથી બદલતા એ જાણીને મને વિચાર આવે છે કે ત્યાં કોઇ જોબ કન્સલ્ટન્ટનો ધંધો હશે જ નહીં?
કોઇક વખત એમ વિચાર થાય કે આ કાર્ટૂનનું પ્રિન્ટ આઉટ લઇને ડેસ્ક પર બોસને દેખાય એ રીતે લગાઉં. પણ આ વિચારનો અમલ આ મંદીના જમાનામાં કરવો ભારે પડે એમ છે.


absolutely correct !
આજકાલ લોયાલિટી ભારે પડે તેમ છે! અને મને તો ભારે પડી ગઇ પણ છે
લોયાલિટી કરતા પૈસાને વધુ મહત્વ આપે એ ઇ ન્ડિયન હોવો જોઇએ! હા હા હા..
જો કે જવાનીમાં નોકરી અને છોકરી બદલતી રહેવી જોઇએ
આજકાલના જમાનામાં ઇમોશનની કોઇ કિંમત નથી. ફક્ત પૈસો બોલે છે. હું પણ આ સત્ય ઠોકરો ખાધા પછી સમજ્યો. બધે જ પોતાની લીટી મોટી કરવા માટે બધાં બીજાની લીટી નાની કરતા હોય છે અને આ સત્ય ભારતમાં કામ કરીએ કે ભારત બહાર કામ કરીએ બધે સરખી રીતે જ લાગુ પડે છે.
કંપની સાથે ….
કેમ બંધાતો નથી સંબધ એવો
કે પટોળા પર પડેલી ભાત જેવો!
કંપની છોડવાનો વિચાર આવે ત્યારે …..
જિંદગી માંગી રહી છે રંગ નોખો
મૂંઝવે છે પ્રશ્ન, કેવો રંગ દેવો?
મારી વફાદારી તો હવે ત્રણેક વર્ષો પછી નિવૃત થઈ જશે પણ મારો ચિરંજીવી પણ આજકાલ આવી જ મૂંઝવણ નો સામનો કરી રહ્યો છે.
અમારી પાસે દીકરાઓ તમારી સમસ્યાનો એક જ ઉકેલ છે: તમને ઠીક લાગે એમ કરો!!!!!!!!
આ સંજોગોમાં Follow Your Intuition જ ઉકેલ છે..