Archive

Archive for June 30, 2009

Money n Loyality

June 30, 2009 krunalc 6 comments

આજે મારા જૂના ઇમેઇલ મેસેજોમાં ખાંખા ખોળા કરતા મને એક મેઇલમાંથી નીચેનું કાર્ટૂન મળ્યું.

untitled

આ કાર્ટૂન આજથી 2-3 વર્ષ પહેલા તેજીના જમાનામાં ખૂબ સૂચક હતું. આપણા બાપ દાદાના જમાનામાં જ્યારે પેઢીઓ ચાલતી હતી એ જમાનામાં Loyality એટલે કે વફાદારી શબ્દની બહુ કિંમત હતી. જે પેઢીમાં નોકરી ચાલુ કરી હોય એ જ પેઢીમાંથી લોકો નિવૃત્ત પણ થતા હતા. પણ હવે જમાનો બદલાઇ ગયો છે. આજે નથી પેઢીઓ રહી કે નથી વફાદારી રહી. આજના જમાના પ્રમાણે મની સેન્ટ્રિક થવામાં જ સારપ છે કારણ કે વફાદારી આજકાલ કોઇ નથી જોતું.

હું અહીં સિંગાપોરમાં જાપાનીઝ કંપનીમાં કામ કરું છું અને જાપાનીઝ કલ્ચરમાં લોયાલિટી પૈસા કરતા વધારે અગત્યની છે. અહીં  મેં જેટલા પણ જાપાનીઝ લોકો સાથે કામ કર્યું એ બધાં લગભગ ગ્રેજ્યુએટ થઇને કંપનીમાં જોડાયેલા છે અને 15-20-25 વર્ષથી આ જ કંપનીમાં લાગેલા છે. જાપાનીઝ કલ્ચરમાં નોકરી બદલવી એ સારુ નથી ગણાતુ. મને એમ થાય કે એક જ કંપનીમાં 20 – 25 વર્ષ કઇ રીતે નિકાળી શકાય? મને તો કોઇ પણ કંપનીમાં 2-3 વર્ષ થાય એટલે ચળ ઉપડવા લાગે છે. મારી હાલની નોકરીમાં મને 3 વર્ષ ઉપર થઇ ગયા અને જોબ બદલવાની તીવ્ર ખુજલી ઉપડી છે પણ આ મંદીના જમાનામાં નોકરીઓ ક્યાં છે? એટલે ઘરે બેસવા કરતા ઓફિસે બેસવાનું યોગ્ય સમજીને દિવસો કાપી રહ્યો છું.

જાપાનમાં લગભગ લોકો નોકરીઓ નથી બદલતા એ જાણીને મને વિચાર આવે છે કે ત્યાં કોઇ જોબ કન્સલ્ટન્ટનો ધંધો હશે જ નહીં?

કોઇક વખત એમ વિચાર થાય કે આ કાર્ટૂનનું પ્રિન્ટ આઉટ લઇને ડેસ્ક પર બોસને દેખાય એ રીતે લગાઉં. પણ આ વિચારનો અમલ આ મંદીના જમાનામાં કરવો ભારે પડે એમ છે.