Archive

Archive for June 25, 2009

Unique Identification Authority of India (UIAI)

June 25, 2009 krunalc Leave a comment

આ પોસ્ટ લખતી વખતે મને ખૂબ આનંદની લાગણી થઇ રહી છે. મેં આજે આ સમાચાર વાંચ્યા.

Nilekani made govt programme chief, gets Cabinet rank

નંદન નિલકેની ઇન્ફોસીસ છોડીને ભારત સરકારના એક ખૂબ જ અગત્યના પ્રોજેક્ટ Unique Identification Authority of India (UIAI) માં પ્રોજેક્ટ હેડ તરીકે જોડાઇ રહ્યા છે. એમને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.

થોડા સમય પહેલા મેં મારા સ્માર્ટ કાર્ડ વિશેની પોસ્ટમાં ભારતમાં પણ દરેક વ્યક્તિને સ્માર્ટ કાર્ડ આપવામાં આવે એવી તરફેણ કરી હતી. સ્માર્ટ કાર્ડ ભારતની ઘણી મૂળભૂત અને પાયાની સમસ્યાઓનો અંત લાવી શકે એમ છે. મને એ જાણીને પણ બહુ જ આનંદ થયો કે કેન્દ્ર સરકાર આ કાર્યને ગંભીરતાથી લઇ રહી છે અને એ માટે એમણે એકદમ યોગ્ય વ્યક્તિને નિયુક્ત પણ કર્યા છે. નંદન નિલકેનીને ઇન્ફોસીસ છોડીને સરકારી કામકાજ કરવા સમજાવવા એ ખરેખર સરાહનીય છે. સાથે સાથે ઇન્ફોસીસે પણ નિલકેનીને છોડવાની તૈયારી બતાવીને પોતાની સોશિયલ રિસ્પોન્સીબિલીટી અદા કરી છે.

નંદન નિલકેનીની કાર્યક્ષમતા માટે કોઇ પ્રશ્ન હોઇ જ ના શકે પરંતુ મને લાગે છે કે આ પ્રોજેક્ટ અત્યારસુધીની એમની જીંદગીનો સૌથી અઘરો પ્રોજેક્ટ બની રહેશે. સરકારમાં રહીને કામ કરવું એ કોઇ સરળ વાત નથી અને આ પ્રોજેક્ટ 100 કરોડથી વધૂ જીંદગીને સ્પર્શતો પ્રોજેક્ટ છે. ગામડાના અભણ માણસોથી લઇને એનઆરઆઇ પ્રજાને કેવી રીતે આવરી લેવા આ પ્રોજેક્ટમાં એ એક બહુ મોટી ટાસ્ક છે. 

નંદન નિલકેનીને આ પ્રોજેક્ટમાં સફળ થાય એ માટે અંતરના ઉંડાણમાંથી શુભેચ્છાઓ. કોંગ્રેસ સરકારને પણ આ કાર્યને ગંભીરતાથી લેવા બદલ શાબાશી.