Home > અમદાવાદ > जनमार्ग

जनमार्ग

છેલ્લા કેટલાક વખતથી અમદાવાદના લોકોને બૂમાબૂમ કરતા મેં સાંભળ્યા છે કે આખું અમદાવાદ ખોદાયેલું છે. એવું કહેવાય છે કે

यहां खूदा है, वहां खूदा है,

जहां आज नहीं खूदा है, वहां कल खूदेगा.

સામાન્ય પ્રજાને જો કે બહુ ખબર નથી હોતી કે આ ખોદકામ શેના ચાલતા હોય છે એટલે એમની ધીરજ ખૂટી જાય છે. પણ વાસ્તવિકતા એ છે કે અત્યારે અમદાવાદમાં ઘણાં બધાં પ્રોજેક્ટ એકસાથે ચાલી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે. જેમાં મુખ્યત્વે બીઆરટીએસ કોરીડોર, ફ્લાય ઓવર, રસ્તાને પહોળા બનાવવા વગેરે જેવા કામ સામેલ છે.

આ બધાં કામોમાં મુખ્ય યોજના છે બીઆરટીએસની જેનું નામ છે "जनमार्ग". આ યોજના પર પ્રકાશ નાંખતી (ટોમ ટોમ કરતી) એક વિડીયો યુ ટ્યુબ પર છે.

 

આ વિડીયો થકી સામાન્ય માણસને હથેળીમાં ચાંદ બતાવાયો છે પણ જોવાનું એ છે કે સામાન્ય માણસ આમાંથી કેટલું મેળવે છે અને આ યોજના ક્યારે કાર્યરત થાય છે? આશા રાખું કે જે પ્રમાણે આ વિડીયોમાં બતાવાયું છે એ જ પ્રમાણે યોજનાનો અમલ પણ થાય.

અમદાવાદ બીઆરટીએસની વધૂ માહિતી વિકી પર પણ છે. જૂન 2009 સુધીમાં આ સેવા ચાલુ થવાની હતી પણ મને ખબર નથી કે આ સેવા હજી સુધી ચાલુ થઇ કે નહીં?

  1. June 20, 2009 at 4:54 pm | #1

    ના. brts હજી ચાલુ નથી થઇ. પણ, તેનું કામ જોર-શોરથી ચાલે છે..

  2. June 20, 2009 at 4:57 pm | #2

    I really wish such a gem of Infra project gets implemented ASAP.
    Any idea when BRTS will be operational?

  3. June 25, 2009 at 10:52 pm | #3

    અત્યારે તો જોવાની અને સાંભળવાની મજા પડી ગઈ.

  1. No trackbacks yet.