Petronas Twin Tower
મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરનું સૌથી આકર્ષક કહી શકાય એવું સ્થળ હોય તો એ છે પેટ્રોનાસ ટવીન ટાવર.
પેટ્રોનાસ ટવીન ટાવર મૂળે તો એક ઓફિસીયલ કોમ્પલેક્ષ છે જેમાં મલેશિયાની પ્રમુખ તેલ કંપની પેટ્રોનાસની મુખ્ય ઓફિસ છે. ટવીન ટાવરની ઉંચાઇ છે 452 મીટર જેટલી અને એ દુનિયાનો સૌથી ઉંચો ટવીન ટાવર છે. (સૌથી ઉંચા સિંગલ ટાવર તરીક હાલમાં બુર્જ દુબઇનું નામ છે જેની ઉંચાઇ લગભગ 800 મીટર જેટલી છે.)
ટવીન ટાવરના બન્ને ટાવરમાં 84 માળ છે અને 42મા માળે બન્ને ટાવરને સ્કાય બ્રીજથી જોડવામાં આવ્યા છે. વિઝીટરોને અહીં ફક્ત 42 મા માળ સુધી જવા દેવામાં આવે છે જેથી તેઓ સ્કાય બ્રીજ પરથી કુઆલાલમ્પુર શહેરનો ટોપ વ્યુ જોઇ શકે. રાત્રે આ ટાવર જ્યારે રોશનીમાં નહાતા હોય છે ત્યારે એ અદભૂત લાગે છે. નીચે મેં મારા કેમેરાથી ટવીન ટાવરના અને સ્કાય બ્રીજ પરથી લીધેલા અમુક ફોટા મૂકેલ છે.
ટવીન ટાવર બહારની તરફથી
ટવીન ટાવર સૂરિયા કેએલસીસી મોલની પાછળથી
કુઆલાલમ્પુરની સ્કાયલાઇન
સ્કાયબ્રીજ પરથી કુઆલાલમ્પુરના ટ્રાફિકનું દ્રશ્ય
સ્કાયબ્રીજ પરથી કેએલસીસીનો વ્યુ
પેટ્રોનાસ ટવીન ટાવરના સ્કાયબ્રીજની મૂલાકાત લેતા પહેલા દરેક મૂલાકાતીઓને 5-7 મિનીટની એક મૂવી બતાવવામાં આવે છે. આ મૂવી પેટ્રોનાસ ગ્રુપ વિશે ટોમ ટોમ કરવા માટે બતાવવામાં આવે છે. મેં એ મૂવીને મારા કેમેરા વડે શૂટ કરી હતી જે નીચે મૂકી છે. ખાલી એક જ પ્રોબ્લેમ છે કે આ મૂવી 3D છે એટલે લખાણ ડબલ દેખાય છે અને ચિત્ર એકદમ સ્પષ્ટ નથી.
પેટ્રોનાસ ટવીન ટાવર વિશે વધૂ માહિતી વિકી પર છે. મલેશિયા જવાનું થાય તો ટવીન ટાવરની મૂલાકાત લેવી જ રહી.


લોકોના અભિપ્રાયો