Archive

Archive for June 17, 2009

રાજા અને રજવાડા

June 17, 2009 krunalc 2 comments

ગઇકાલે મેં વાંચ્યું કે હવે કોંગ્રેસ પાર્ટીમાં યુવરાજ, મહારાજ, કુંવર, બેગમ જેવા નવાબી કે રજવાડી શબ્દો કોંગ્રેસી નેતાઓ માટે નહીં વપરાય.

Cong cracks down on royalty, abolishes titles

એટલે હવે રાહુલ ગાંધીને હવે કોઇએ યુવરાજ કે પ્રિન્સ નહીં કહેવાનું અને બીજા રજવાડી ખાનદાનના બચ્ચાઓને પણ શ્રીમાન કે શ્રીમતી કહીને જ સંબોધન કરવાનું. કોંગ્રેસ પાર્ટી અને એમાં પણ સવિશેષ ગાંધી પરિવાર કે જે સમગ્ર ભારતને પોતાનું રજવાડું માને છે અને ભારત પર રાજ કરવું એને પોતાનો અધિકાર માને છે એ આવી નાની સરખી પણ પહેલ કરે એ બહુ આવકારવા લાયક છે. રાજા ગયાં અને રજવાડા રહ્યા એવું ક્યાં સુધી ચલાવે રાખવાનું? કહેવાતા રજવાડી વંશજો આજકાલ કોઇ કામના નથી પણ એમના નવાબી ઠસ્સા હજી પણ એમના મગજમાંથી નીકળતા નથી.

ગઇકાલે આ બાબતના જ સમાચાર હું ટીવી પર જોઇ રહ્યો હતો. એમાં માધવરાવ સિંધિયાના બેટા જ્યોતિરાદિત્ય સિંધિયાની એક ક્લીપ બતાવેલી . ( સિંધિયા એ ગ્વાલિયરના મહારાજાઓનું ખાનદાન છે. એનો ઇતિહાસ અહીંથી વાચી શકાય છે.) આ ક્લીપમાં જ્યોતિરાદિત્ય સિંધિયા મસ્ત ગોગલ્સ પહેરીને નવાબી અંદાજમાં ચાલી રહ્યા હતા અને આજુ બાજુના લોકો પીપી (એટલે કે પૈરી પૌના) કરી રહ્યા હતા મને ના સમજાયું કે લોકો કેમ એમના ચરણોની રજ લેવા આટલા વ્યાકુળ હતા? જ્યોતિરાદિત્ય પણ પોતાનો નવાબી ઠાઠ જોઇને ખુશ હતા અને પગે પડનારને હાથ મૂકી મૂકીને આશીર્વાદ આપતા હતા. ક્લીપમાં મેં એક લગભગ 75 -80 વર્ષના માજીને પણ પગે પડતા જોયા અને રાજા સાહેબ માજીને પગે પડતા અટકાવવાના બદલે આશીર્વાદીત કરી રહ્યા હતા.

મને સમજાઇ ગયું કે કોંગ્રેસ કેમ વર્ષો થી આપણા પર રાજ કરતી આવી છે અને હજી પણ કેમ વર્ષો સુધી રાજ કરતી રહેશે.

Long live Kings and their Kingdoms……