Archive

Archive for June 4, 2009

बनना था PM, और बन गये AM…

June 4, 2009 krunalc 2 comments

એનસીપીના શરદ પવાર ભાઉએ ચૂંટણી પહેલા બહુ ગોળ ગોળ વાતો કરી. ક્યારેક કહે કે મારે પ્રધાનમંત્રી બનવું છે તો ક્યારેક કહે કે નથી બનવું. બધા મોર્ચાઓ સાથે ભાઇચારો રાખ્યો. લેફ્ટ, કોંગ્રેસ, લાલુ, મુલાયમ બધાં સાથે સારાસારી રાખી કારણ કે એમને એક વખત પ્રધાનમંત્રી બનવાનો ચસ્કો હતો  પણ લોકસભાની ચૂંટણીના પરિણામો આવતા પવાર ભાઉની પિપૂડી વાગી ગઇ. ગણીને 10 સીટો પણ પવાર ભાઉને ના મળી અને પવાર ભાઉનું પ્રધાનમંત્રી બનવાનું સપનું એ સપનું જ રહી ગયું. પવાર ભાઉના પક્ષ એનસીપીનું ચૂંટણી ચિહ્ન ઘડિયાળ છે અને લાગે છે અત્યારે તો આ ઘડિયાળ બગડી ગઇ છે. આ સંદર્ભમાં એક વ્યંગ ચિત્ર મને મેઇલમાં મળ્યું જે ખરેખર ખૂબ જ સૂચક છે. આ વ્યંગ ચિત્રમાં સોનિયા મેડમ  પવાર ભાઉને પૂછે કે કે શું થયું તમારી ઘડિયાળને તો પવાર ભાઉ કહે છે કે ખબર નથી પડતી. મેં ઘડિયાળ ગોઠવી હતી PM માટે (પ્રાઇમ મિનિસ્ટર બનવા માટે)  પણ બતાવે છે  AM (એગ્રીકલ્ચર મિનિસ્ટર). પવાર ભાઉ બિચારા PM બનવાના સપના જોતા હતા પણ એમને અત્યારે તો AM બનીને જ સંતોષ માનવો પડશે.

 1166550735

ભારતનું નસીબ હજી એટલું ખરાબ પણ નથી કે પવાર, લાલુ, મુલાયમ, માયાવતી જેવા લોકો એના પર રાજ કરી શકે.