Archive

Archive for June 1, 2009

Something which caught my attention

June 1, 2009 krunalc 4 comments

મલેશિયામાં જોયેલી અમુક વસ્તુઓ જે મારી આંખોને કંઇક અલગ લાગી.

1> મલેશિયામાં મલય ભાષા બોલાય છે અને એમાં ઘણાં શબ્દો લગભગ અંગ્રેજી ભાષામાંથી અપભ્રષ્ટ થયેલા હોય એમ લાગે. જેમ કે અહીં ટોઇલેટ માટે “TANDAS” શબ્દ વપરાય છે. આપણને અલગ એટલા માટે લાગે કે આપણે T ના બદલે S વાપરતા હોઇએ છે.

DSCF0407 

2> પોલીસ માટે POLICE ના બદલે POLIS લખાય છે.

DSCF0378

3> અહીં KL Tower, Menara Kuala lumpur તરીકે ઓળખાય છે. આપણે ટાવરને મિનાર કહીએ જ્યારે અહીં મેનારા (Menara) તરીકે બોલાય છે. 

DSCF0376 

4> મેનારા કુઆલાલમ્પુરની રચના તો સુંદર છે જ પણ એની ટિકીટ સાથે અમને પાણીની એક નાની બોટલ પણ આપી હતી. એ બોટલની ડિઝાઇન મને ખરેખર ગમી ગઇ. આ બોટલની ડિઝાઇન પણ મેનારા કુઆલાલમ્પુરની જેમ જ છે.

DSCF0504

5> છેલ્લે એક ફોટો જે ખરેખર મારી કલ્પના શક્તિ બહારની કલા છે. નીચેનો ફોટો જોઇને હું એટલો હસ્યો છું કે જે ક્રિયા માટે હું ગયો હતો એ કરવાનો મેં ભરપૂર આનંદ લીધો. DSCF0501
આ તસ્વીર છે પુત્રજાયાના એક ટોઇલેટ બાઉલની. દેડકાભાઇને શૂટ કરવાની ચેલેન્જ આપી છે. અને મેં એ ચેલેન્જ ઉપાડીને બરાબર વોટર ગનથી દેડકાને શૂટ કર્યો. [:)]

આજનો દિવસ

June 1, 2009 krunalc Leave a comment

આજે મમ્મીનો જન્મદિવસ છે. કાલે રાત્રે 12 વાગ્યે અમે બધાં મલેશિયામાં ઇમીગ્રેશન કાઉન્ટર પર હતા  ત્યારે એમ્બાર્કેશન કાર્ડ ભરતી વખતે મને ધ્યાનમાં આવ્યું. અત્યારે અમે બધા એવા થાકેલા છીએ કે પોતાનો જન્મદિવસ પણ યાદ ના રહે. હું ઓફિસમાં બેઠો છું પણ ક્યારે 5:30 વાગે અને ઘરે ભાગી થોડો આરામ કરુ એમ રાહ જોઉ છું.

આજના દિવસનો બીજો પણ એક માઇલ સ્ટોન છે. આજે સિંગાપોર આવીને યોકોગાવામાં નોકરી ચાલુ કરી એને ત્રણ વર્ષ પૂરા થયા.