Archive

Archive for May, 2009

Malaysia sini kita datang

May 28, 2009 krunalc 1 comment

સોમવારે મલેશિયન એમ્બેસીમાં જઇને મમ્મીનો વિઝીટર વિઝા મેળવી લીધો. મારી મલેશિયન એમ્બેસીની મૂલાકાત દરમ્યાનનો મારો અનુભવ મારી આશાથી વિપરીત રહ્યો. મને એમ હતું કે કોઇ મારું સાંભળશે નહીં અને “बडे बेआबरू होकर तेरे कूचे से हम निकले”ના ભાવ સાથે હું પાછો આવીશ. પણ એમ્બેસીમાં એમણે મારી વાત સાંભળી અને સિંગાપોરના કાયમી રહેવાસી તરીકે મારી પાસેથી ખાતરી લીધા બાદ એમણે સાંજ સુધીમાં વિઝા પણ આપી દીધો.

 
મલેશિયન એમ્બેસીનું બિલ્ડીંગ સારુ છે. મને ફોટો લેવાનું  મન થયું પણ પછી એમ વિચાર્યું કે જો ફોટા લેવાનું પ્રતિબંધિત હશે અને લઇશ અને જો કોઇ જોઇ જશે તો મારી સાથે અલ કાયદાના સભ્ય કરતા પણ ખરાબ વર્તન થશે એટલે પછી વિચાર માંડી વાળ્યો. જો કે ઇન્ડિયાના સરકારી કાર્યાલયોની જેમ અહીં પણ લાલિયાવાડી જેવું જ ખાતું છે થોડું. સવારે હું ગયો ત્યારે જો કે બધાં બરાબર કામ કરતા હતા પણ સાંજે જ્યારે પાસપોર્ટ લેવા ગયો ત્યારે બધાં વેકેશન મૂડમાં લાગતા હતા. મને 4 વાગ્યે બોલાવ્યો હતો અને હું પહોંચ્યો 4:15એ. તો બહાર ચોકીદાર સાહેબે જ મને લીધો પહેલા કે તમે 4:30 વાગ્યે એમ્બેસી બંધ થવાના સમયે આવો છો. આવું ના ચાલે. મેં ચોકીદાર સાહેબને સમયનું ભાન કરાવ્યું કે હજી 4:15 થયા છે 4:30 નથી વાગ્યા તો મને કહે 4 વાગ્યા પછી કોઇને અંદર નથી જવા દેતા. થઇને આ ઇન્ડિયાના સરકારી કાર્યાલય જેવી વાત. ચોકીદાર સાહેબનું નાનુ વિધ્ન વટાવી અંદર ગયો તો અંદર બધી બારીઓ પાસે CLOSED ના પાટીયા ઝૂલતા થઇ ગયા હતા. મેં ઘડિયાળમાં જોયું તો હજી 4:30 તો નહોતા જ વાગ્યા. પછી એક બારી પરથી મેં પાસપોર્ટ કલેક્ટ કર્યો. વિઝામાં જોયું તો એમાં નામના સ્પેલિંગમાં ભૂલ હતી. મેં એ વિશે ધ્યાન દોર્યું તો જાણે મેં બહુ મોટો અપરાધ કરી નાંખ્યો હોય એવી નજરે મને ત્યાં બેઠેલી મહિલા કર્મચારીએ જોયો. આખરે મારુ આ સ્પેલિંગ સુધારવાનું ભગીરથ કાર્ય એ કર્મચારીએ હાથમાં તો લીધું પણ ખબર નહીં કેમ પણ એ ભગીરથ કાર્ય પાર પાડવા માટે 10 મિનીટનો સમય લાગ્યો એ કર્મચારીને. બીજા ખૂણામાં એક સજ્જન મોબાઇલ પર વાત કરતા હતા. એ વાત અલગ છે કે એ ભાઇ જ્યાં ઉભા હતા એની બાજુની દિવાલ પર જ સુવાચ્ય અક્ષરોમાં મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ છે એ દર્શાવતી સૂચના હતી. કેશ કાઉન્ટર પર એક આશિક મિજાજી ઇન્ડિયન ભાઇ મહિલા કેશિયર જોડે લાગેલા હતા. બન્ને જે રીતે વાતો કરતા હતા એ પરથી લાગતુ હતું કે આ ભાઇ મહિલા કર્મચારી સાથે રોજ આ રીતે જ ખપાવતા હશે. ટૂંકમાં બધે રજાનો મૂડ વર્તાતો હતો. આખરે આ બધા ઓબ્ઝર્વેશનોને મગજમાં રાખી “જંગ જીત્યો રે મારો કાણિયો”ના ભાવ સાથે મેં એમ્બેસીથી પ્રયાણ કર્યું.

હવે આવતીકાલે જઇએ છીએ મલેશિયા. ત્રણ દિવસ એટલે શુક્ર, શનિ અને રવિવાર.  14 સીટરના પર્સનલ વ્હીકલમાં જવાનું છે એટલે આમ તો બહુ વાંધો ના આવવો જોઇએ. મલેશિયામાં આ વખતે હોટલના બદલે એપાર્ટમેન્ટ સુટમાં રહેવાનું નક્કી કર્યું છે. આ એપાર્ટમેન્ટ પેટ્રોનાસ ટાવર્સની એકદમ પાસે છે એટલે ટાવરને રાત્રે  નજીકથી જોવાનો આ વખતે લ્હાવો મળશે. વળી એપાર્ટમેન્ટ સિટી સેન્ટરમાં જ હોવાથી આ વખતે કુઆલાલમ્પુરની નાઇટ લાઇફ પણ થોડી માણવી છે. ગેન્ટીંગમાં કેસીનોમાં પણ જવું છે. ગઇ વખતે કેસીનોમાં નહોતું જઇ શકાયું. આ વખતે મલાકા, કુઆલાલમ્પુર અને ગેન્ટીંગ ત્રણ સ્થળોએ જવાનું છે. જોઇએ કહેવું રહે છે આ વખતે.

so, Malaysia, here we come. (Malaysia sini kita datang)

Categories: રોજનીશી

મલેશિયાના વિઝાની રામાયણ

May 24, 2009 krunalc Leave a comment

મલેશિયાના વિઝા મેળવવાની માથાકૂટ મારા કેસમાં ખાલી આ પોસ્ટમાં લખેલી તકલીફો સુધી સિમીત ના રહી. ફેમિલીના 6 માણસો માટે વિઝા એપ્લાય કરેલો એમાં 5 પાસપોર્ટને વિઝા આપ્યા અને મમ્મીનો વિઝા મલેશિયન એમ્બેસીએ રીજેક્ટ કરી દીધો કારણ એમ્બેસી જ જાણે. વિઝા રીજેક્ટ થાય તો કારણ પણ નહીં આપવાનું અને રીજેક્ટ થયા પછી 3 વીક સુધી એજન્ટ ફરીથી એપ્લાય પણ ના કરવા દે. કેવી કરુણતા કે કેવી લાચારી. મલેશિયા લાગે છે કોઇ રીતે પોતાને અમેરિકાથી ઉતરતું નથી સમજતું.

મમ્મી સિવાયના બધાના વિઝા આવી ગયા એટલે હવે શું કરવું એ પ્રોબ્લેમ છે. હવે મમ્મીને એકલા સિંગાપોર મૂકીને મલેશિયા ફરવા જવાનું ક્યાંથી શક્ય થાય? અત્યારે તો મલેશિયા ફરવા જવાના પ્રોગ્રામની પથારી ફરી ગઇ છે. આટલા રૂપિયા ખર્ચો તો પણ છેલ્લે તો હેરાનગતિ જ.

મેં મલેશિયાની ઇમીગ્રેશન વિભાગની વેબસાઇટ જોઇ ત્યારે ખબર પડી કે મલેશિયા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, અમુક પછાત આફ્રિકન દેશો અને ઇન્ડિયાના નાગરિકોને જ ઓન અરાઇવલ વિઝા નથી આપતું બાકી દુનિયાના મોટાભાગના દેશો માટે ઓન અરાઇવલ વિઝાની વ્યવસ્થા છે. આપણા દેશને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકા અને પછાત આફ્રિકન દેશો સાથે મૂકવામાં આવે એ ખરેખર ખૂબ શરમજનક કહેવાય. હવે કાલે મલેશિયન એમ્બેસીમાં જવાનું છે. જોઇએ શું થાય છે…….

Categories: રોજનીશી

Verdict ‘09 – Singh is king

May 18, 2009 krunalc 4 comments

લોકસભાની ચૂંટણીનું મહાપર્વ શનિવારે આવેલા પરિણામો સાથે સંપન્ન થયું. પ્રજાએ આપેલા ચૂકાદાએ ભારતના રાજકારણીઓમાં ખળભળાટ મચાવી દીધો એમ કહીએ તો કદાચ અતિશયોક્તિ ના કહેવાય. દર વખતે ચૂંટણીના પરિણામો મને (દુ:ખદ કે સુખદ ખબર નહીં) આંચકો આપે છે. હું જે રીતે વિચારતો હોઉં છું (મોટા ભાગે) એનાથી વિપરીત રીતે ભારતની જનતા વિચારતી હોય છે. આ વખતે દરેકને એમ લાગતું હતું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબર રસાકસી થશે અને ક્ષેત્રીય પક્ષો સરકાર રચવામાં મહત્ત્વની ભૂમિલા નિભાવશે. દરેક એક્ઝીટ પોલ પણ એમ જ દર્શાવતા હતા પણ જ્યારે મતદાન મશીનોના સીલ તૂટ્યા ત્યારે કંઇક અલગ જ ચિત્ર સામે આવ્યું. ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ મારા મુજબ

1> Battle of personalities :

આ વખતે દિલ્હીની ગાદી કબ્જે કરવા માટેની લડાઇ હતી. સમગ્ર દેશને કોણ સારી રીતે ચલાવી શકે અને કોણ દેશને પ્રગતિના પંથે સારી રીતે આગળ વધારી શકે એ પ્રજાએ નક્કી કરી આપવાનું હતું પ્રજાએ એક સારો સુકાની શોધવાનો હતો અને એટલે જ ચૂંટણી પ્રચાર વખતે બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ પોત પોતાના નેતાઓ અને પ્રધાનમંત્રી પદના ઉમેદવારો મજબૂત હોવાના ડાકલા વગાડવા માંડ્યા હતા. ડો. મનમોહન સિંઘને નબળા વડાપ્રધાન તરીકે ચિતરવામાં ભાજપે કોઇ કસર નહોતી છોડી તો  સામે પક્ષે કોંગ્રેસે પણ કંધહારનો મામલો ઉછાળીને અડવાણીને નબળા ગણાવ્યા. બન્નેના વ્યક્તિત્વ પર પ્રહારો થયા (જે સભ્યતા તો નથી જ). પણ છેવટે  જનતાના મનમાં તો સોનિયા માતા અને મનમોહન સિંઘ વસેલા છે એ જનતાએ ચૂકાદા દ્વારા જણાવી દીધું.  મારો વ્યક્તિગત મત એ છે કે અડવાણી કદાચ 100% સક્ષમ ના પણ હોય પરંતુ મનમોહન સિંઘની જેમ કોઇના (સોનિયા માતાના) હાથનું પ્યાદું બનીને તો રાજ ના જ કરે. જનતાએ ફરીથી ચૂકાદો આપ્યો છે કે સરકાર નોર્થ બ્લોક, સાઉથ બ્લોક કે 7, રેસ કોર્સથી  નહીં પરંતુ 10, જનપથથી ચાલવી જોઇએ.

2> Development  & Internal security doesn’t matter : 

આમ જોવા જઇએ તો કોંગ્રેસ પાસે આ ચૂંટણી લડવા માટે કોઇ દેખીતો મૂદ્દો નહોતો. જ્યારે ભાજપે વિકાસના મૂદ્દે મોદી સાહેબને આગળ ધરીને લોકો પાસે મત માંગ્યા હતા. પણ જનતાના મનામાં તો ગાંઘી પરિવાર પ્રત્યે જે અહોભાવ છે એ આ બધાંથી પર છે. મુંબઇમાં લગભગ 10 વર્ષથી કોંગ્રેસની સરકાર છે અને દર વખતે મુંબઇને શાંઘાઇ બનાવવાના સપના જનતાને દેખાડવામાં આવે છે. પણ હકીકત એ છે કે મુંબઇમાં 10 વર્ષથી રાજ કરતી આ કોંગ્રેસી સરકાર  એક સારો રોડ પણ નથી બનાવી આપી શકતી. વરસાદની સિઝન દરમ્યાન મુંબઇગરા જે કીડી મકોડાની જેમ જીવે છે એ જોઇને મને એમ લાગે છે કે કોઇ દિવસ ભારતમાં આવી રીતે કીડી મકોડાની જેમ જીવવા માટે  પાછું ના આવવું જોઇએ. મુંબઇ પરના આતંકવાદી હુમલા બાદ બહુ હો હા થઇ પણ શું પરિણામ આવ્યું? એના એ જ લોકો (પ્રિયા દત્ત, સંજય નિરૂપમ, મિલીંદ દેવરા વગેરે)  મુંબઇમાં ફરીથી ચૂંટાઇને સંસદમાં ગયા. જો આ જ લોકોને ફરીથી ચૂંટીને મોકલવાના હતા તો ગેટ વે ઓફ ઇન્ડિયા પર તમાશો કરવાની શી જરૂર હતી? એવું તો છે જ નહીં કે મુંબઇ હુમલા પછી આ લોકોએ બધું એક્દમ બદલી નાંખ્યું છે. જનતાની યાદશક્તિઅ બહુ ઓછી છે. બહુ જલ્દી બધું ભૂલી જતી હોય છે. મારા મતે એક વખત તો જનતાએ બીજા કોઇને અપનાવી પરખ કરવાની જરૂર હતી જ.

3> India still lives in villages :

કદાચ ગાંધીજી એ કહ્યું હતું કે ભારત ગામડાંઓમાં વસે છે અને ચૂંટણીના પરિણામો જોઇને મને એ વાત સાચી લાગે છે. શહેરીજનોની માનસિકતા કદાચ વિકાસલક્ષી હોય  અને શહેરની પ્રજા વિકાસ માટે વિચારીને મત આપતી હશે પણ ગામડાની પ્રજાને કદાચ વિકાસ કે આંતરિક સલામતી વગેરે સાથે કોઇ લેવાદેવા નથી. ગ્રામ્યજનો માટે હજી પણ હાથ અને મોંનો સંઘર્ષ એ જ મુખ્ય મૂદ્દો છે. કોંગ્રેસનો આદિવાસીઓ, પછાત અને અભણ ગ્રામ્યજનો સાથે ખૂબ સારો સૂમેળ છે. ગ્રામ્યજનોને પછાત જ રાખવાના એટલે આપણી ગાદી સલામત રહે એવી કોંગ્રેસની માનસિકતા છે અને દર વખતે તેઓ આમાં સફળ પણ થતા આવ્યા છે.

ભારત ગામડાઓમાં વસે છે એ માનવા માટે મારી પાસે બે ચૂંટણીના પરિણામો છે. 2004 ની ચૂંટણી દરમ્યાન "India Shining" અભિયાન ભાજપે ચલાવ્યું હતું. શહેરી માણસો એ અભિયાન સાથે સહમત હતા અને ખરેખર વાજપેયીજીના સમયમાં શહેરોનો વિકાસ થયો જ હતો પણ આ વિકાસ ગામડાઓ સુધી નહોતો પહોંચી શક્યો અને એના જ પરિણામ સ્વરૂપે ભાજપે 2004 માં ગાદી ગુમાવવી પડી. ચંદ્રબાબુ નાયડુએ પોતાના શાસનકાળ દરમ્યાન  હૈદરાબાદને એકદમ સરસ બનાવી દીધું હતું અને બધાં લોકો મોદી સાહેબની જેમ એમની વાહ વાહ કરતા હતા. પણ એમની પ્રગતિ હૈદરાબાદથી આગળ કોઇને ના દેખાઇ અને એટલે જ તેઓએ આંધ્રપ્રદેશની ગાદી ગુમાવવી પડી (જો કે એ વાત અલગ છે કે ચંદ્રબાબુને એમ લાગે છે ભાજપ જોડે જવાથી મુસલમાનો નારાજ થઇ ગયા અને એમને ગાદી ગુમાવવી પડી). મમતા બેનર્જી પણ બંગાળમાં નેનો પ્રોજેક્ટ સામે પડીને ગરીબો અને ગ્રામજનોની હમદર્દી લઇને  આ વખતે મેદાન મારી ગયા. આ બધું જોતા મને લાગે છે કે ભાજપ કે બીજા કોઇ પણ પક્ષે જેને દિલ્હીની ગાદી કબ્જે કરવી હોય એણે આ અદના માણસો સાથે એક વિશ્વાસ સંપાદન કરવાની જરૂર છે.

4> Narendra Modi Grounded on home turf n Still Delhi a distant dream :

ભાજપે આ વખતે નરેન્દ્ર મોદીને વિકાસ પુરૂષ તરીકે પ્રોજેક્ટ કરીને બહુ સભાઓ અને દોડાદોડી કરાવી. પણ લાગે છે કે હજી પણ વાજપેયીજીની જેમ જ સર્વ સ્વીકૃત નેતા બનતા એમને સમય લાગશે. નરેન્દ્ર મોદી પાસેથી અડવાણીજીને બહુ આશાઓ હતી. એમને ખાતરી હતી કે મોદી સાહેબ ગુજરાતમાંથી કમ સે કમ 20 સીટો તો એમની ઝોળીમાં નાંખી જ આપશે પરંતુ થયું એનાથી વિપરીત. મોદી સાહેબના ગુજરાતમાં જ ભાજપનો વોટ શેર 1% જેટલો ઓછો થઇ ગયો આ વખતે. એ તો સારુ થયું કે 2004 કરતા 1 બેઠક સમ ખાવા પૂરતી પણ ભાજપને ગુજરાતમાં વધારે મળી. જો એમ ના થયું હોત તો તલવાર લઇને બધાં મોદી સાહેબને ઉડાવવા તૈયાર જ બેઠા હતા. મોદીના વિરોધીઓ માટે હવે મજાનો માહોલ જામશે. મોદી સાહેબે પણ થોડું ચિંતન કરવાની જરૂર છે. ગુજરાતના નાથ હોવા છતાં પણ કેમ તેઓ ગુજરાતની જનતાને પોતાની ના કરી શક્યા?  દિલ્હીનો ગઢ જીતવાની ખ્વાહીશ કરતા પહેલા ગુજરાતના ગઢને તેમણે વધૂ મજબૂત બનાવવાની જરૂર છે.

5> All the Nuisance of regional players left behind :

એક સારી વસ્તુ આ ચૂટણીમાં એ જોવા મળી કે મોટા ભાગની (સિવાય કે ડી એમ કે, તૃણામૂલ કોંગ્રેસ, વગેરે વગેરે) ક્ષેત્રીય પક્ષોનો સફાયો થઇ ગયો. પરિણામો અગાઉ કોંગ્રેસ અને ભાજપ બન્ને નાની નાની ક્ષેત્રીય પાર્ટીઓને મનાવવામાં લાગ્યા હતા ચૂંટણીના પરિણામો પહેલા ક્ષેત્રીય પાર્ટીઓના નેતા કોઇને ભાવ પણ નહોતા આપતા પણ હવે પ્રજાએ એમનો ખરો ભાવ શું છે એનો અહેસાસ કરાવી દીધો.

વાત કરીએ પહેલા લાલુ અને પાસવાનની. આ બન્ને મહાનૂભાવોનું એવું હતું કે લાડવો ખાવો પણ છે અને રાખવો પણ છે. કોંગ્રેસ સામે ચૂંટણી લડવાની અને સાથે સાથે હમ સાથ સાથ હૈ ગાવાનું પણ. યેન કેન પ્રકારેણ મુસલમાન અને લઘુમતી કોમના તુષ્ટીકરણ થકી ગાદી ટકાવી રાખવાની એ જ આ બન્ને નેતાઓની રાજ રમત હતી પણ પ્રજાએ આ વખતે બરાબર પાઠ ભણાવ્યો આ બન્ને તક સાધુઓને. પાસવાન સાહેબની પાર્ટી તો એકપણ સીટ ના જીતી શકી અને પાસવાન ખૂદ હારી ગયા. આ એ જ પાસવાન છે કે જે વોટ બેંક પોલિટીક્સ માટે બાંગ્લાદેશીઓને પણ રેશન કાર્ડ આપીને ભારતના નાગરિક બનાવવાની વાત કરતા હતા. હજી પણ આ જાડી ચામડીના માણસો નહીં જ સુધરે એની ખાત્રી છે મને. લાલુ સાહેબ પહેલા ચારો ખાઇ  ગયા અને પછી સોનિયામાતાની શરણમાં જઇને બેસી ગયા. પછી જ્યારે એમ લાગ્યુ કે હવે રેલ મંત્રીથી આગળ વધવું છે તો કોંગ્રેસને દગો આપી દીધો.મને તો હવે ડર લાગે છે કે રેલ્વેની કાયાપલટ કરી નાંખવાની વાતો કરનાર આ માણસ કેટલો સાચો હશે?  શું ખબર કાલે કોઇ રેલ્વેનું પણ મોટું કૌભાંડ બહાર નહીં આવે? હવે વાત કરીએ ઉત્તર(મ) પ્રદેશની. જ્યાં સૌથી ગંદામાં ગંદા રાજકારણીઓ ભેગા થયા છે. અમર સિંહ એમાં શિરોમણી છે તો માયાવતી પણ ખૂબ મહેનત કરે છે કે અમરસિંહ પાસેથી આ સૌથી ગંદા રાજકારણીનો તાજ છિનવી લેવા. દુનિયા ભરના લોકોની સાથે અમર સિંહ પહેલા બાથંબાથી કરે અને પછી એમને ભાઇ બનાવી દે પછી એ શાહરૂખ ખાન હોય કે દિગ્વિજય સિંઘ હોય કે આઝમ ખાન હોય. દલિતોની મસીહા કમ રાણી અથવા બહનજી માયાવતીથી તો ભગવાન બચાવે દેશને. બહનજીને પણ બહુ અભરખા હતા કે હું કેમ ના બની શકું પ્રધાનમંત્રી. એમને પૂછો કે એમની લાયકાત શું તો કહેશે હું એક દલિતની બેટી છું. એકદમ યોગ્ય લાયકાત કહેવાય આ તો પ્રધાનમંત્રી બનવા માટેની નહીં. સારુ છે જનતા એટલી મૂર્ખ ના બની. વાત કરીએ ગાંડાઓની જમાત એટલે કે ડાબેરીઓ અને એ જમાતના સરદાર એટલે કે પ્રકાશ કરાતની. આ ભાઇના વિચારો તો ભગતસિંહના વિચારો કરતા પણ વધૂ ક્રાંતિકારી હતા. એમને ભૂત વળગ્યું હતું કે બીજેપી અને કોંગ્રેસ સિવાયની હું સરકાર બનાવું અને જો સરકાર ના બને તો કોઇને   સરકાર બનાવવા ટેકો પણ ના આપું. કરાત સાહેબ તો પછી એ તો સમજાવો કે જો આવું જ વલણ રાખવું હોય તો કોઇ તમને મત શું કરવા આપે? દરેક વસ્તુમાં ડાબેરીઓ નાના છોકરાની જેમ જીદ્દ અને ના ના કરે રાખે. 4 વર્ષ સુધી રાજ કર્યું પણ એવું એક પણ કામ ના કર્યું કે જે પ્રજા ઉપયોગી હોય તો પછી પ્રજા તમેન શું કરવા યાદ રાખે? એટલે જ કદાચ આ વખતે ડાબેરીઓના ગઢ બંગાળ અને કેરાલામાં પણ એમના કાંગરા ખરી પડ્યા છે. છેલ્લે વાત કરીએ "Son of soil" अमचे मराठी माणूस રાજ ઠાકરેની. બહુ ગતકડા કર્યા આ ભાઇએ મરાઠી માણસના દિલ જીતવાના પણ ભારતીયતા સામે મરાઠી શબ્દ બહુ નાનો પડ્યો. લોકોએ સમ ખાવા પૂરતી પણ એક સીટ ના આપી ઉલ્ટાનું બે જણની લડાઇઅમાં ત્રીજો ફાવે એમ શિવસેના અને એમ એન એસ વચ્ચે મરાઠી વોટોની લડાઇમાં કોંગ્રેસ ફાવી ગઇ. પવાર સાહેબની પણ પ્રધાન મંત્રી બનવાની લાલસા મનની મનમાં જ રહી ગઇ. એમને પાસે પણ પ્રધાનમંત્રી થવા માટેની બહુ મોટી લાયકાત હતી અને એ લાયકાત હતી કે તેઓ મરાઠી માણૂસ હતા.

 

અંતે આ ચૂંટણીના પરિણામોમાં મને કેટલીક સારી વાતો પણ લાગે છે જેમ કે

કોંગ્રેસ પાસે આ વખતે લગભગ બહુમત છે એટલે આ વખતે તેઓ સ્વતંત્ર રીતે પોતાની નીતિઓનો અમલ કરી દેશના વિકાસ માટે કામ કરી શકે છે. આ વખતે તેઓ કોઇ પણ ક્ષેત્રીય પાર્ટીઓના દબાવમાં આવીને કામ કરવાનું બહાનું ધરી શકે તેમ નથી. આશા રાખું કે સોનિયા માતા  અને પ્રિન્સ (યુવરાજ) રાહુલ બાબા પ્રજાએ તેમનામાં મૂકેલા વિશ્વાસની સાથે આવતી જવાબદારીને સમજે.

આ વખતે થોડી ઓછી ઘરડી લોકસભા છે કારણ કે લગભગ 200 થી વધારે ચૂંટાયેલા સભ્યો 50 વર્ષ કે એથી ઓછી ઉંમરના છે. યુવાનો થોડી દેશ માટે કમર કસે એવી આશા રાખીએ.

finally, Manmohan singh is no where to be seen still he is the king. It’s time to sing "Singh is king, Singh is king, singh is king…………." congratulations  and Good luck Dr. Singh. (For him I always feel like he is a good man in bad company :) )

Upper circuit in Market

May 18, 2009 krunalc Leave a comment

Market has greeted today the return of UPA govt. with bang. Today after lot many days market locked @upper circuit and tading suspended for an hour. I hope market can move forward now on and I can cut short my losses and recover atleast my huge investment.

મલેશિયાના વિઝાની માથાકૂટ

May 14, 2009 krunalc Leave a comment

ગઇકાલે હું બધાંના મલેશિયાના વિઝીટર વિઝા કરાવવા માટે ગયો હતો પણ એમાં બહુ માથાકૂટ છે. વિઝા માટે મલેશિયાની સરકાર 23 સિંગાપોર ડોલર લે છે અને એમાં 7 ડોલર એજન્ટ ફી ઉમેરો એટલે દરેક વિઝા 30 ડોલરનો પડે. ચલો 30 ડોલરનો વાંધો નહીં પણ સમસ્યા એ છે કે  મલેશિયાની સરકાર સિંગાપોરની જેમ મલ્ટીપલ એન્ટ્રી વિઝીટર વિઝા નથી આપતી. એટલે કે ફક્ત સિંગલ એન્ટ્રી વિઝા મળે. એનો મતલબ એ કે વિઝીટરને જેટલી વખત સિંગાપોરથી મલેશિયા જવું હોય દર વખતે 30 ડોલર ખર્ચીને નવો વિઝા લેવો પડે. મલેશિયામાં જોહર બારુ જેવા સ્થળો છે કે જ્યાં સિંગાપોરથી  લોકો જેમ ગુજરાતમાં લોકો અમદાવાદ – ગાંધીનગરની મુસાફરી કરતા હોય છે એ રીતે મુસાફરી કરતા હોય છે તો આવી એક દિવસની મુસાફરી માટે ક્યા વિઝીટરને દર વખતે 30 ડોલર આપવા પોષાય? વળી વિઝીટર વિઝામાં પણ મલેશિયન એમ્બેસી ઘણી વખત રીજેક્ટ કરતી હોય છે. ગઇ કાલે હું જ્યારે મારા વિઝા કરાવવા માટે ગયો ત્યારે મેં જોયું કે રિપ્બલિક ઓફ ઘાના (આફ્રિકામાં ઘાના નામથી એક દેશ છે)ના નાગરિકનો વિઝા મલેશિયાની એમ્બેસીએ રીજેક્ટ કર્યો હતો. કારણ તો એમ્બેસી વાળા જ જાણે. જો વિઝા રીજેક્ટ થાય તો 23 ડોલર જ પાછા મળે અને એજન્ટ પોતાની પ્રોસેસિંગ ફીના 7 ડોલર પાછા ના આપે. વળી વિઝીટર વિઝા જોઇએ તો રીટર્ન ટિકીટ પણ મૂકવી જ પડે વિઝા એપ્લિકેશન સાથે. આ કેવું કહેવાય રિટર્ન ટિકીટ કાયમ કરાવેલી જ હોય એ જરૂરી થોડું છે. મારા ખ્યાલથી થોડા વધારે ડોલર લઇને પણ જો મલેશિયા સરકાર વિઝીટરોને પણ મલ્ટિપલ એન્ટ્રી વિઝા આપે તો એ આવકાર્ય છે. આખા સિંગાપોરમાં ખાલી 2-3 એજન્ટ છે કે જે મલેશિયાની એમ્બેસીમાં વિઝા માટે એપ્લાય કરી શકે. એટલે મોનોપોલી પણ રહે એજન્ટોની અને દરેક એજન્ટ પાસેથી દિવસમાં 200-300 પાસ્પોર્ટ જ લેવાના  વિઝા પ્રોસેસ કરવા એટલે લગભગ 7 – 10 દિવસનો સમય લાગે વિઝા મળતા. આ ટાઇમને પણ જો ઘટાડી શકાય તો બહુ સારુ કહેવાય.

આજે વિશ્વમાં દરેક દેશ મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે દરેક દેશ વિઝીટરોને આવકારે છે જેથી બહારના લોકો તેમના દેશમાં આવે અને દેશને થોડી કમાણી કરાવે. ઉદાહરણ તરીકે સિંગાપોરમાં દરેક વિઝીટરને સરકાર 1 મહીના માટે મલ્ટીપલ એન્ટ્રી વિઝા આપે છે. વિઝા પણ ઓનલાઇન મળી જાય છે. સવારે ફોટાની સ્કેન કરેલી કોપી સાથે વિઝા માટે એપ્લાય કરો અને સાંજ સુધીમાં તો વિઝા પણ મળી જાય. કોઇ એજન્ટ પાસે જવાની જરૂર નહીં, પાસપોર્ટ આપવાની જરૂર નહીં, રાહ જોવાની જરૂર નહીં. તમે તમારી જાતે જ બધું કરી શકો અને ઇ વિઝા પણ જાતે જ પ્રિન્ટ કરી શકો. ઇન્ડોનેશિયામાં તો રામ રાજ્ય પ્રજા સુખી જેવું છે. ઇન્ડોનેશિયા ભારતીય પાસપોર્ટ ઘારકોને ઓન અરાઇવલ વિઝાની સુવિધા આપે છે એટલે પહેલેથી વિઝા કરાવવાની જરૂર જ નહીં. વિઝાનો ભાવ પણ એકદમ વ્યાજબી એટલે કે 10 યુએસડી (16 સિંગાપોર ડોલર).

લાગે છે કે મલેશિયાની સરકાર મલેશિયાને અમેરિકા કરતા પણ મહાન ગણે છે. એમને એમ લાગે છે કે બધાં લોકો મલેશિયા આવવા માટે પડા પડી કરી રહ્યા છે અને એટલે જ  વિઝીટરોને પણ વિઝા આપવામાં આટલા નાટક કરે છે. મને આ બધું બહુ માથાકૂટવાળું લાગ્યું જો કે સત્તા આગળ શાણપણ નકામું છે એટલે મારે ખાલી આ પોસ્ટ લખીને હૈયાવરાળ કાઢવા સિવાય કોઇ રસ્તો નથી.

સ્માર્ટ કાર્ડ

May 14, 2009 krunalc 2 comments

આજે સવારે ગુજરાત સમાચારમાંસમાચાર વાંચ્યા. આ સમાચાર મુજબ દરેક ભારતીય નાગરિકને 5 વર્ષની અંદર મલ્ટીપર્પઝ સ્માર્ટ કાર્ડ આપવાની યોજના છે. આ ખૂબ જ આવકારવા લાયક પગલું છે અને જો આ યોજનાનો ખરેખર યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો આતંકવાદથી માંડીને ઘૂસણખોરી અને ગુન્હાખોરી સુધીની સમસ્યાઓ પર અંકુશ લાવી શકાય એમ છે. દેશની આંતરિક સુરક્ષા માટે આ એક અનિવાર્ય પગલું છે. 

લગભગ દરેક વિકસીત દેશોમાં ત્યાંના નાગરિકોને આ પ્રકારના સ્માર્ટકાર્ડ આપવામાં આવે છે. સિંગાપોરમાં આ સ્માર્ટકાર્ડ NRIC તરીકે ઓળખાય છે અને દરેક નાના મોટા કામ માટે આ કાર્ડની જરૂર પડતી હોય છે. આ સ્માર્ટ કાર્ડ બાર કોડ સાથે હોય છે એટલે બાર કોડ રીડરથી રીડ કરીને કાર્ડની માહિતી તરત સિસ્ટમમાં વાંચી શકાય છે. આ સ્માર્ટ કાર્ડમાં ફિંગર પ્રિન્ટ પણ મૂકવામાં આવે છે આથી આવા નકલી કાર્ડ બનાવવા થોડા અઘરા પડે.  જો આ સ્માર્ટ કાર્ડ ના હોય તો સામાન્ય જીંદગી જીવવી પણ અહીં મૂશ્કેલ થઇ જાય છે. જો આ સ્માર્ટકાર્ડ ના હોય તો તમને ડોક્ટર અહીં દવા પણ ના આપી શકે. (વિઝીટર જેમની પાસે આ કાર્ડ ના હોય એમને પાસપોર્ટનો ઉપયોગ કરવો પડે છે) હદ તો ત્યાં થઇ કે ગઇ સાલ મેં મારા ચશ્મા બનાવવા માટે આપ્યા હતા તો એમાં પણ મારા સ્માર્ટ કાર્ડનો નંબર આપવો પડ્યો. [ :) ]  નીચે મારું સિંગાપોરનું સ્માર્ટ કાર્ડ છે.

image

જો ઇન્ડિયામાં પણ આ પ્રકારના કાર્ડ દરેક નાગરિકને આપવામાં આવે તો ઘણાં બધાં દૂષણો દૂર કરી શકાય છે. જો કે દરેક યોજનાનો હેતુ તો સારો જ હોય છે પણ એનો યોગ્ય અમલ પણ જરૂરી છે. મને ઇન્ડિયામાં સ્માર્ટ કાર્ડના અમલીકરણમાં કરવામાં અમુક પ્રોબ્લેમ દેખાય છે જેમ કે

1> સ્માર્ટ કાર્ડની યોજના ભ્રષ્ટ સરકારી અમલદારો માટે એક નવું આવકનું સાધન ના બની જાય.જેમ કે અત્યારે 200 રૂપિયામાં બાંગ્લાદેશીઓને રેશન કાર્ડ મળી જાય એવી સુલભ વ્યવસ્થા સ્થાપિત થઇ ચૂકી છે.

2> ઇન્ડિયામાં ઘણા બધાં કાર્ડ પહેલેથી જ લોકો પાસે છે જેમ કે પાન કાર્ડ, વોટર્સ કાર્ડ, વગેરે વગેરે. હવે બીજું નવું કાર્ડ આવે તો પાછું એને પણ સાચવવાની માથાકૂટ. સ્માર્ટ કાર્ડ આપ્યા બાદ પાન કાર્ડ વગેરે નાબૂદ કરી દેવા જોઇએ.

જોઇએ સરકાર આ યોજનાના અમલીકરણની દિશામાં કેટલું આગળ વધે છે.

Family Reunion – I

May 12, 2009 krunalc 5 comments

રવિવારે સવારે બધાં અહીં સિંગાપોરમાં તકલીફ વગર પહોંચી ગયા. ગુજરાતીમાં કહેવત છે કે પહેલો ઘા રાણાનો એમ  સિંગાપોર એરપોર્ટ જોઇને જ બધાં ખુશ થઇ ગયા. અમદાવાદ કે મુંબઇના એરપોર્ટની સિંગાપોર એરપોર્ટ સાથે સરખામણી કરવી એટલે કંચન અને કથીરની સરખામણી કરવા જેવી છે. આમાં ઇન્ડિયા વિશે ઘસાતું બોલવાની વૃત્તિ નથી પણ એકદમ સાચી વસ્તુ છે. ઇન્ડિયામાં સરકારે ખરેખર એરપોર્ટોનું ખાનગીકરણ કરવાની જરૂર છે અને માળખાગત સુવિધાઓ વધારવાની જરૂર છે. મને નવાઇ લાગે છે કે મોદી સાહેબ આ કામ માટે શા માટે વિચારતા નથી?

આ વખતે 6 ટિકીટો હોવાથી સારો એવો ઘર માટે ખાવા પીવાનો સામાન અને નાસ્તો ઇન્ડિયાથી આવ્યો છે. લગભગ 150 કિલો જેટલો સામાન આવ્યો છે ઇન્ડિયાથી. એરપોર્ટથી આવતા બે ટેક્ષી કરવી પડી અને બન્ને ટેક્ષીની ડેક્કી સામાનથી ભરાઇ ગઇ અને તો પણ અમુક સામાન તો  હાથમાં લઇને બેસવો પડ્યો. સામાન બહાર કાઢવામાં અને ભરવામાં જ રવિવારનો અડધો દિવસ જતો રહ્યો.

રવિવારે બપોરે થોડો આરામ કરીને બધા ECP બીચ પર ગયા. મજા આવી ગઇ બધાંને. નાસ્તા પાણી અને  બીચ પર ખુલ્લી હવા ખાઇને બધાં ફ્રેશ થઇ ગયા. પાર્ક વે પરેડ મોલની પણ મૂલાકાત લીધી. ગઇ કાલે ઘર પાસે જ આવેલા મોલમાં ફરવા ગયા હતા. ત્યાં નાના છોકરાઓ માટે નાનું અમ્યુઝમેન્ટ પાર્ક જેવું અત્યારે બનાવેલું છે એટલે છોકરાઓને રાઇડમાં બેસવાની મજા આવી. હજી અમુક રાઇડ બાકી છે પણ ફરી ક્યારેક.

આજે મુસ્તફા જવાનું છે. બધાંના માટે મલેશિયાના વિઝા કરાવવાના છે અને થોડું શોપિંગ કરીશું. હવે એક મહિના સુધી રોજ ફરતા જ રહેવાનું છે જેટલો સમય છે એમાં બધાંને જેટલું બની શકે એટલું બતાવવું છે.

રુહીને તો બહુ જ મઝા આવી ગઇ છે. અત્યારે આમ જુઓ તો ઘરમાં સૌથી વ્યસ્ત વ્યક્તિ એ જ છે. છોટુ, ગદા અને હીમીની કમ્પનીમાં રુહીને રમવામાંથી ફૂરસદ જ ક્યાં છે? રાત્રે સૂવા માટે પણ પરાણે એને રૂમમાં લઇ જવી પડે છે. છોટૂ અને ગદા તો અહીં કસરત કરવાના સાધનો પર મચી જ પડે છે કસરત કરવા માટે.

ઘણા વખત પછી આ રીતે બધાં જોડે છીએ. રાત્રે મોડે સુધી બેસીની વાતો કરવાની મઝા આવે છે. કાલે આઇસ્ક્રીમનું 2 લિટરનું પેક પણ ઘરે લઇ લીધું હતું એટલે બધાંએ રાત્રે આઇસ્ક્રીમ પણ દબાયો. બધાં આવેલા છે એટલે 3 રૂમનું ઘર અત્યારે થોડું નાનું પડે છે. મને મુંબઇની જીંદગી યાદ આવી ગઇ. લોકો આનાથી પણ બદતર હાલતમાં મુંબઇમાં રહેતા હોય છે જો કે એક વસ્તુ એ પણ છે કે ઘર ભલે નાનું હોય પણ દિલ મોટું હોવું જોઇએ

Praises for Mr. Moorthy

May 12, 2009 krunalc 1 comment

In today’sToday Paper,there is one small articalon Infosys’s chief mentor Mr. Moorthy. Article writes about how MM Lee(so called father figure of the nation here in Singapore)  is impressed with Mr. Moorthy. (I need to write one post on blog at length about MM Lee and how he transformed the Singapore after seperation from Malaysia from third world country to first world nation. His vision and hard work  has resulted in modern day Singapore from a hungry and poor Singapore of 1965.)

MM Lee in his speech says he wants Mr. Moorthy to join politics in India. According to MM Lee, India needs people like Mr. Moorthy in order to progress on fast track.

Mother’s day n Family reunion

May 10, 2009 krunalc 2 comments

આજે મધર્સ ડે છે. આમ તો ભારતીય સભ્યતા પ્રમાણે આ બધા ડે નું બહુ મહત્વ નથી કારણ કે આપણી સંસ્કૃતિમાં લાગણીના બંધનો એટલા મજબૂત છે કે સંબંધોને ઉજવવા માટે દિવસોની જરૂર નથી. પણ આ વખતે અનાયાસે જ મધર્સ ડેના દિવસે પરિવારના બધાં સભ્યોને હું એક અદમ્ય ભેટ આપી રહ્યો છું.

અત્યારે આ લખી રહ્યો છું ત્યારે પરિવારના બધાં હશે અમદાવાદ એરપોર્ટ પર. આજે મમ્મી, બન્ને બહેનો, ગોક્સ, છોટુ, ગદા બધા સિંગાપોર આવી રહ્યા છે. હવે એક મહિના સુધી પરિવારના બધાં સભ્યો જોડે રહી શકીશું, હરીશું, ફરીશું અને મજા કરશું. ઇન્ડિયામાં હજી પણ વિદેશ યાત્રા એક અહોભાવ તરીકે જોવાય છે. દરેકનું એક સપનું હોય છે વિદેશ યાત્રાનું અને આજે એક વાતનો સંતોષ છે કે મારા થકી ઘરના બધાં સભ્યોને એક વાર તો વિદેશ યાત્રાનો લાભ મળી જ જશે. શાંતિથી બધાં સિંગાપોર આવી જાય અને બધાં સાથે મળીને મજા કરી શકીએ એ જ આશા. બધાં છોકરાઓ સાથે ટાઉને મજા આવશે. અત્યારે આખો દિવસ એની સાથે રમનાર કોઇ નથી પણ હવે છોકરાઓ જોડે આખો દિવસ એ પણ બિઝી રહેશે.

હવે મોં અને હાથ વચ્ચેનો સંઘર્ષ નથી રહ્યો. હજુ પણ ઘણું બધું નથી કરી શક્તો જે દરેક માટે કરવું છે.

Categories: રોજનીશી

આજે તો ભારે થઇ….

May 6, 2009 krunalc 6 comments

આજે ટાઉએ મને મારી જીંદગીના સૌથી ભંયકર સમયમાંનો એક સમય આજે જીવાડી દીધો. આજે બપોરે જ્યારે વિભા ઘરની બહાર કપડા સૂકવતી હતી ત્યારે અચાનક જ ટાઉ નજર ચૂકવીને સીડી ઉતરીને નીચે ક્યાંક જતું રહ્યું. આમ તો દરરોજ કપડા સૂકવતી વખતે ટાઉ બહાર રમતું હોય છે અને કોઇ વાર સીડી ઉતરે પણ ખરું પણ જાતે જ પાછું ઉપર આવી જાય અથવા અમે લોકો ધ્યાન રાખીને એને ઉપર લઇ આવીએ. પણ આજે કદાચ નસીબ જરા આકરા હતા. છોકરાઓ આમ પણ બહાર જાય એટલે એવી દોટ મૂકે કે મા બાપને પણ પકડવામાં પરસેવો નીકળી જાય. એક મિનીટમાં ખબર નહીં એ નજર ચૂકવીને ક્યાંનું ક્યાં નીકળી ગયું. કેટલું શોધ્યું વિભાએ પણ આજુ બાજુ બધી જગ્યાએ જોવા છતા પણ ક્યાં ય ના મળ્યું. આજુ બાજુ જોયા કેટલીય વખત સુધી જોયા પછી, રડતાં રડતાં મારા પર ઓફિસમાં ફોન કરી વિભાએ મને આ સમાચાર આપ્યા અને હું પણ ટેક્ષી પકડી 10 મિનીટમાં ઘરે. આ દરમ્યાન ધરની બાજુમાં જ અમારે પોલીસ સ્ટેશન હોવાથી પોલીસ સ્ટેશનમાં આ વિશે વિભા જણાવવા ગઇ. પોલીસે તરત બધી જગ્યાએ સમાચાર વહેતા કર્યા. થોડા વખતમાં કોઇનો ફોન આવ્યો પોલીસ સ્ટેશનમાં કે કોઇ નાનું છોકરું આ રીતે મળ્યું છે અને અંતે પોલીસે ટાઉને પાછું બોલાવી લાવવાની વ્યવસ્થા કરી આપી. હું ટેક્ષીમાંથી જેવો ઉતર્યો સીધો ભાગ્યો પોલીસ સ્ટેશને. ટાઉને ત્યાં જોઇને મારા જાનમાં જાન આવી. ઓફિસથી ઘરે આવતા ટેક્ષીમાં બેઠા બેઠા મારી શું મન:સ્થિતિ હતી એ શબ્દોમાં વર્ણવવી મૂશ્કેલ છે. આ લગભગ 10 મિનીટની મુસાફરી દરમ્યાન મેં સર્વ શક્તિમાન પરમેશ્વરને કદાચ લાખો વખત યાદ કરી લીધો હશે. અને ટાઉની રક્ષા માટે આજીજી કરી હશે. ટાઉને જે ભાઇ પાછા મૂકવા આવ્યા હતા એ ભાઇ કહેતા કે એમણે ટાઉને રોકી રાખ્યું નહીં તો હજી વધૂ આગળ ગયું હોત. ભગવાન એ ભાઇનું ભલું કરે કે એમણે ટાઉને રોકી રાખ્યું અને પોલીસને જાણ કરી. જો કે ટાઉના માટે તો જાણે કઇ થયું જ ના હોય એવા એના હાવભાવ હતા. આ નાના બચોળિયાને શું ખબર પડે કે મમ્મી પપ્પાની શું હાલત કરી છે એણે.

અહીં સિંગાપોરમાં હું અને વિભા બે જણ જ રહીએ છીએ અને ટાઉને સાચવવું અમુક વખતે અઘરું થઇ જાય છે. પૂરતી કાળજી રાખીએ છીએ તો પણ આવું ક્યારેક થઇ જ જાય છે. નાના છોકરાઓ પરથી એક મિનીટ નજર શું હટે કંઇક ને કંઇક નવાજૂની કરી જ નાંખે છે. હવે થોડું વધારે ધ્યાન રાખવું પડશે.

અહીં સિંગાપોરમાં લોકો સારા અને છોકરાઓ પ્રત્યે માયાળુ હોય છે. અહીં જો નાના છોકરાને કોઇ એકલા જુએ તો એ લોકો એના મમ્મી પપ્પા કે કોઇ ધ્યાન રાખનાર છે કે નહીં એ પહેલા આજુ બાજુ જોતા હોય છે. સિંગાપોરની પોલીસ પર મને આજે માન થઇ ગયું. સિંગાપોર પોલીસનો ખૂબ સરળતાથી એપ્રોચ કરી શકાય છે અને લોકોને મદદ કરવા માટે તત્પર હોય છે. આજે સિંગાપોર પોલીસે જે સમયસૂચકતા દાખવી અને મદદ કરી અમને એ માટે THANK YOU SINGAPORE POLICE. આજે એક વાતનો મને અહેસાસ થઇ ગયો કે ગમે તેમ પણ સિંગાપોર એ એક સુરક્ષિત સ્થળ છે. જો આ જ વસ્તુ ઇન્ડિયામાં થઇ હોત તો મને ખબર નથી કે શું અંત આવ્યો હોત.