Archive

Archive for April 27, 2009

શું આ શક્ય છે?

April 27, 2009 krunalc 5 comments

આજે દિવ્યભાસ્કરમાંસમાચાર વાંચ્યા. એમાં લખે છે કે રસ્તા પર દૂધ વેચતા માજી આવકવેરો ભરે છે. મને આ સમાચાર વાંચીને બે વિચાર આવ્યા.

1> શું રસ્તા પર દૂધ વેચીને એટલા રૂપિયા કમાવવા શક્ય છે કે જેથી આવકવેરો ભરવો પડે? આ સમાચારમાં જણાવ્યા મુજબ માજી રોજની 400 – 500 થેલીઓ દૂધની વેચે છે. હવે માની લો કે દરેક થેલી પર માજી 50 પૈસા જેટલો તગડો નફો (તગડો એટલા માટે કે મારી માહિતી મુજબ એક થેલી પર નફો 20-30 પૈસાથી વધારે નથી હોતો) લેતા હોય તો પણ મહિને નફો કે જે કરપાત્ર બને તે (500 * 0.5 * 30 ) 7500 રૂપિયાથી વધારે ના થાય. ચલો માજીની ઘરાકી એકદમ સારી ચાલતી હોય તો પણ 10000 રૂપિયાથી વધુ તો ચોખ્ખો નફો ના જ થતો હોવો જોઇએ (અને જો સવારના 2-3 કલાક આપીને 10000 રૂપિયા નફો થતો હોય મહિને તો આ ધંધામાં ઝંપલાવવા જેવું ખરું). વળી માજી રહ્યા સિનીયર સિટીઝન અને એ પણ મહિલા એટલે એમને લગભગ 2.25 લાખ સુધી તો કોઇ આવકવેરો ના ભરવાનો હોય. એટલે ખાલી જો માજી દૂધ વેચતા હોય તો તેમની આવક કરપાત્ર બની જ ના શકે.

2> બીજો વિચાર એ આવ્યો કે જો માજી પોતાની બીજી આવકોને પણ સાચી રીતે જણાવીને આવકવેરો ભરતા હોય તો मा तूझे सलाम  કારણ કે આજે કોને આવકવેરો ભરવો ગમે છ? દરેક જણ (એમાં હું પણ આવી ગયો) કર ના ભરવાના રસ્તા જ ગોતતા હોય છે ને.

એ પણ વિચાર આવ્યો કે દિવ્ય ભાસ્કરવાળા ખાલી ટોમ ટોમ કરે છે અને માજીને રાતો રાત હીટ બનાવી દીધા. :)