NPA
આજકાલ મારી પાસે NPA (i.e. Non Performing Assets) વધતી જાય છે. સરળ ગુજરાતી ભાષામાં કહીએ તો નુકસાન અને ખોટા ખર્ચા વધતા જાય છે.
1. ગઇકાલે ટેબલ ફેનની બ્લેડ તૂટી ગઇ તરત જ નવો પંખો લાવવો પડ્યો. સસ્તામાં સસ્તો ફેન પણ 30 ડોલરમાં પડ્યો.
2. મારી ટાઇટનની કાંડા ઘડિયાળ આજ કાલ સમયનું માન નથી રાખતી અને એની મરજી પ્રમાણે ચાલે રાખે છે. કાલે સેલ નવો નંખાવવા માટે ગયો હતો તો ઘડિયાળી કહે કે સેલ બરાબર છે એટલે બીજો કોઇ પ્રોબ્લેમ છે. હવે અહીં સિંગાપોરમાં ટાઇટનનો શો રૂમ વાળો ખાલી ઘડિયાળને હાથમાં લેવાના 50 ડોલર માંગે છે અને પછી જે પણ રિપેરીંગ કરે એના અલગથી. 50+ ડોલરનો ખર્ચો જૂની ઘડિયાળ પર કરવો કંઇ રીતે પોષાય એટલે નવી ઘડિયાળ લેવી પડશે અને આ ઘડિયાળ જ્યારેઇન્ડિયા આવીશ ત્યારે દુરસ્ત કરાવીશ.
3. મારા મોબાઇલ ફોન HTC ના ઇઅર પીસમાંથી એક બાજુનું કનેક્શન બહાર આવી ગયું છે. નવું ઇઅરપીસ આવે છે 33 ડોલરમાં. ક્યાંથી પોષાય? થોડા દિવસોથી ઓફિસે જતા સંગીત સાંભળવાનું સાવ બંધ જ થઇ ગયું છે.
4. ઘર માટેનો મોબાઇલ ફોન નોકિયા 6300 એ પણ જવાબ આપી દીધો છે. ખબર નહીં શું મનદુ:ખ થઇ ગયું છે ફોનને કે ચાલુ જ નથી થતો. અત્યારે તો ઘરના લેન્ડલાઇન ફોનના સહારે ગાડુ ગબડે રાખે છે પણ નજીકના ભવિષ્યમાં નવો ફોન તો લેવો જ પડશે.
આની સાથે સાથે મારે અમુક બીજા પણ ખરાબ સમાચારો જીરવવા માટે મારી જાતને માનસિક રીતે તૈયાર કરવી પડશે.
1. કાલે અહીંના ટેબ્લોઇડમાં વાંચ્યું કે MAS સિંગાપોર ડોલરને થોડો નબળો બનાવવાનું વિચારે છે. આનો મતલબ મારા જેવા એનઆરઆઇ માણૂસ માટે એ થયો કે હવે ડોલરમાંથી રૂપિયામાં કનવર્ટ કરતા ઓછા રૂપિયા મળશે. હમણા થોડા સમયથી એક ડોલરના 33.3 રૂપિયા મળતા હતાં જે હવે 32.50 રૂપિયાની આસપાસ થઇ જશે.
2. આ વખતે બોનસ કે ભાવવધારો કંઇ આવે એવું લાગતું નથી. બોનસ ના આવે એ આર્થિક રીતે બહુ મોટો ફટાકો છે. અહીં ખાલી સેલેરીમાં પૂરું કરવું મૂશ્કેલ છે.
3. આવતા મહિનાથી સીપીએફમાં પણ 10% વધારે કપાશે. હાથમાં જે આવતા હતા એનાથી પણ ઓછા હવે આવશે.
વિચારું છું મૂજ ગરીબનું શું થાશે….. (હું કદાચ અતિશયોક્તિ તો નથી કરી રહ્યો ને?
)


લોકોના અભિપ્રાયો