રુહીના ખબર
હવે રુહીને 6 મહીના થઇ ગયા છે. અત્યાર સુધી રુહીનો વિકાસ ખૂબ જ સારો રહ્યો છે. (Touch Wood) હજી પણ ખૂબ અગત્યનો સમય છે રુહીના વિકાસ માટે. હવે આરામથી બેસી શકે છે. વોકર લઇને હવે રુહી આખા ઘરમાં ફરતી થઇ ગઇ છે. ભાખોડીયા ભરવાનો પ્રયત્ન તો કરે છે પણ હજી થોડો સમય લાગશે એવું લાગે છે. અત્યાર સુધીમાં 5 દાંત તો ઉગી ગયા છે. હવે એને ખીચડી અને ભાત પણ ખવડાવીએ છે. સેરેલેક પણ આપવાનું ચાલું કર્યું છે. પાણી પણ પીએ છે.
ગયા અઠવાડીયે, યોકોગાવામાં ‘ફેમિલી ડે’ હતો. વિભા અને નાનું નાનું રુહી બચ્ચું પણ પપ્પાની ઓફિસ જોવા માટે આવ્યા હતા. મઝા આવી બધાંને.
Categories: રુહી


લોકોના અભિપ્રાયો