રુહી બેસતા શીખે છે….
હવે રુહીને લગભગ 5.5 મહીના થઇ ગયા છે એટલે હવે એને બેસાડવા માટેની કસરત કરતા રહીએ છીએ. આ કસરતના ભાગ રૂપે જ ગયા અઠવાડીયે રુહી માટે વોકર લઇ આવ્યો. પહેલા મમ્મી અમદાવાદથી વોકર મોકલાવવાના હતા પણ મોકલવાનો કોઇ મેળ ના પડ્યો એટલે પછી અહીંથી જ લઇ લીધું. 37$ માં અહીંથી વોકર લીધું અહીંથી. જો રૂપિયામાં ગણો તો ઘણું મોઘું કહેવાય પણ અહીં 37$ ની એટલી વેલ્યુ ના કહેવાય. નીચે રુહીને જ્યારે પ્રથમ વખત વોકરમાં બેસાડી ત્યારે લીધેલો ફોટો છે.
એને વોકરમાં બેસવું આમ તો ગમે છે પણ થોડીક વાર બેઠા પછી કંટાળી જાય છે. ખાલી અઠવાડીયાથી જ અમે એને વોકરમાં બેસાડીએ છીએ તો પણ હવે એ બેસતા શીખી ગઇ છે. હવે કોઇના પણ ટેકા વગર સૂતા સૂતા જાતે જ બેસી જાય છે. કોઇ પણ જાતના ટેકા વગર થોડી વાર બેસી શકે છે. કાલે જ્યારે પહેલી વાર કોઇ પણ જાતના ટેકા વગર લગભગ પહેલી વાર બેઠી ત્યારે એનો આ ફોટો પાડ્યો હતો.
હવે એના માથાના વાળ બહુ વધી ગયા છે. કપાવવાનો વિચાર આવે છે પણ પછી એમ થાય છે કે જ્યારે ઇન્ડીયા જઇશું ત્યારે કપાવશું.
રાત્રે એને પલંગમાં ધમાલ કરવી બહુ ગમે છે. પલંગ પર ગાદલામાં ગમે એટલી ધમાલ કરે પણ વાગવાનો ડર ના રહે એટલે એને વધારે મઝા આવે છે. પલંગમાં રાત્રે સૂવા મૂકો એટલે આખા પલંગમાં ફરે રાખે છે.


લોકોના અભિપ્રાયો