Archive

Archive for March 3, 2007

રુહીની બાબાગાડી

March 3, 2007 krunalc Leave a comment

અહીં સિંગાપોરમાં દરેક નાના છોકરાઓ સ્ટ્રોલરમાં (ગુજરાતીમાં “બાબાગાડી”)માં જ ફરતા હોય છે. છોકરું નાનું 2 મહીનાનું હોય કે 2 વરસનું બધાં બાબાગાડીમાં જ ફરતાં હોય છે. એનો એક ફાયદો એ છે કે છોકરા અને મા બાપ બન્નેને આરામ રહે. બહાર જાઓ ત્યારે છોકરાને તેડવાની મહેનત ના કરવી પડે અને નાના છોકરાને પણ જ્યારે સુઇ જવું હોય ત્યારે શાંતિથી સૂઇ જઇ શકે. ઇન્ડીયામાં હજી બાબાગાડી એટલી પ્રચલિત નથી. એનું કારણ કદાચ એ હોય કે રસ્તા પર વાહનો માંડ ચાલતા હોય છે ત્યાં આ બાબાગાડી માટે ક્યાં જગ્યા કરવી.

હવે રુહીને પણ બાબાગાડીમાં સૂવડાવી બહાર લઇ જઇએ છે. બહાર એને ખૂબ જ ગમે છે. શાંતિથી એની ગાડીમાં આરામથી આજુબાજુ નજરો ફેરવી દુનિયા નિહાળે રાખે છે. ગયા રવિવારે તો મેરિલિયન પણ ગયા હતા બધાં જોડે. બધાં ને મઝા આવી. વિભા પણ ડીલીવરી પછી પહેલી વાર બહાર આવી હતી. રુહી પણ નવું નવું જોઇને ખુશ થતી હતી. મમ્મીને પણ ફરવાની મઝા આવી. દરેકના ચહેરા પર આનંદ જોઇને ખૂબ સંતોષ થયો.

first-time-in-babagadi.JPG

Categories: રુહી