ઘણાં વખત પછી આજે લખવાનો સમય મળ્યો છે. હવે કામનો ભાર થોડો વધતો જાય છે. ઘણી બધી ઘટનાઓ ઘટી ગયી છે નજીકનાં ભવિષ્યમાં.
શેરબજારમાંથી આ અઠવાડિયે 400 રૂપિયા કમાયો. કદાચ થોડી રાહ જોઇ હોત તો થોડા વધારે કમાયો હોત. પણ લોભ ન રાખતા મનમાં રાખેલ ટાર્ગેટ સાથે રૂપિયા ઘરે કરી લીધાં. માત્ર 16 દીવસમાં 8133 રૂપિયા પર 400 રૂપિયા કમાયા તે ખરાબ તો ના જ કહી શકાય. જો રીટુર્ન ઓન ઇન્વેસ્ટ્મેંટ ગણો તો તે 118% જેટલું થાય. માર્કેટ વિશે ઘણું શીખવા મળ્યું પણ હજું ઘણું શીખવાનું છે.
મમ્મીના વિઝા માટે કાલે કાગળ ફાઇલ કરવાના છે. 600 $ ડીપોઝીટના આપવા પડશે. રૂપિયા ખબર નહીં ભેગા થતા જ નથી. આર્થિક મોરચા પર સિંગાપોર આવ્યા પછી પણ કાંઇ રાહત નથી થઇ. ખર્ચા વધતાં જ જાય છે. જેટલું કમાઓ એટલું ઓછું પડે છે. સાથે રોજબરોજ નવા ટેન્શનો ઉમેરાતાં જાય છે. જેમ જેમ કમાણી વધે છે તેમ તેમ બેન્ક બેલેન્સ ઘટતું જાય છે. ઘણી વખત થાય છે કે અમદાવાદ નહોતું છોડવા જેવું ભલે પગાર ઓછો હતો પણ જીવન ત્યાં શાંતિવાળું હતું. જો હીસાબ માંડીએ તો કદાચ અમદાવાદ છોડ્યા પછી કાંઇ ખાસ મેળવ્યું નથી. થોડી પ્રગતિ કહી શકાય પણ તેની ભારે કીંમત પણ ચૂકવી રહ્યો છું.
Filed under: રોજનીશી


