શેરબજાર
નાનપણથી મને એક શોખ રહ્યો છે જે હજી પણ અકબંધ છે. એ શોખ છે કમાવાનો. મને વધુ અને વધુ રૂપિયા કમાવવા બહુ ગમે. જો કે રૂપિયા કોને ના ગમે પણ દરેક વ્યક્તિના રૂપિયા કમાવવાના રસ્તા અને વિચારો અલગ અલગ હોય છે.
પહેલેથી જ ખબર નહીં કેમ પણ મને શેરબજારમાં રૂપિયા કમાવાની બહુ ઇચ્છા છે. પણ શેરબજારમાં મને કાંઇ ઝાઝી ગતાગમ પડતી નથી. શેરબજારને લોકો ભલે સટ્ટો કહેતા હોય પણ મારા મતે તે એક ખૂબ જ બુધ્ધિ માંગી લેતો વ્યવસ્થિત ધંધો છે.
ગુજ્જુઓ પહેલેથી જ શેરબજારના બાદશાહ રહ્યા છે. હર્ષદ મહેતા, કેતન પારેખ… ફક્ત નામ પૂરતા છે. આજે કદાચ એક નવા બાદશાહે જ્ન્મ લીધો છે. આજે સ્ટોક માર્કેટમાંથી મેં પ્રથમ વાર શેર ખરીદ્યા છે. જોઇએ નસીબ યારી આપે છે કે નહીં. શરૂઆત સારી નથી થઇ. લીધેલા શેરના ભાવ ફક્ત આજના દીવસમાં જ 12 રૂપિયા ઘટી ગયો છે. આશા રાખું છું કે લક્ષ્મીદેવી થોડી દયા રાખશે અને આવનાર દીવસોમાં મારા આ નવીન પ્રયત્નમાં સફળતા આપશે.


લોકોના અભિપ્રાયો