Archive

Archive for October 17, 2006

કોર્પોરેટ

October 17, 2006 krunalc Leave a comment

આ રવિવારે “કોર્પોરેટ” મૂવી જોયું. મધૂર ભંડારકરની મૂવી મોટાભાગે વાસ્તવિકતાની થોડી નજીક હોય છે તેથી જોવાની મજા આવે.  આ મૂવીમાં પણ થોડી વાસ્તવિકતા લાવવાનો પ્રય્તન કરવામાં આવ્યો છે પણ “Page 3″ જેવી એકદમ હાર્ડ હીટીંગ મૂવી ના કહી શકાય. તેમ છતાં એકંદરે મજા આવી.

જ્યારે પણ આવાં કોર્પોરેટ કલ્ચરવાળાં મૂવી જોઉં છું ત્યારે મન વિચારોમાં ખોવાઇ જાય છે. કેવા વિચારોમાં મન ખોવાઇ જાય છે તે કદાચ અહીં વ્યક્ત નહીં કરી શકું.

Categories: રોજનીશી

શરદપૂનમ

October 17, 2006 krunalc 1 comment

શરદપૂનમની આમ તો કોઇ ખાસ યાદો છે નહીં. મુંબઇમાં લોકો શરદપૂનમ રાત્રે ધાબા પર ભેગા થઇ ઉજાણી કરતા, દૂધ-પૌઆ ખાતા અને થોડી રમતો રમતાં. અમદાવાદમાં ગરબા રમતા અને વીતેલી નવરાત્રિની રાતોને યાદ કરી લેતાં. પરંતુ શરદપૂનમ ક્યારેય એટલો મહત્વનો દીવસ તો હતો જ નહીં. સિંગાપોર આવ્યા પછી શરદપૂનમ જેવું ભૂલી જ જવાનું હોય. પણ આ વખતે સિંગાપોરમાં ઉજવેલી શરદપૂનમ કાયમ યાદ રહેશે.
આ વખતે ટેમ્પીનીસમાં જ શરદપૂનમના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કદાચ 3-4  વષૅ  મન મૂકીને રાસ રમ્યો. પ્રોગ્રામ ખૂબ જ સુંદર રીતે આયોજિત હતો. ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લઇને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો. સિંગાપોરમાં આટલા ગુજરાતીઓ વસે છે એ હવે ખબર પડી.

Categories: રોજનીશી